મા મને અહિયાથી લઈ જા, બહુ ખરાબ લોકો છે, સમર્થ પૂછે છે- મારા ગર્ભમાં કોનું બાળક છે?' ટ્વીશાની માતા સાથે છેલ્લી વાત અને...

મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં નિવૃત્ત ન્યાયાધીશની પુત્રવધૂ ટ્વીશા શર્માના જીવન ટૂંકાવવાનો મામલે વેગ પકડી રહ્યો છે. આ કેસમાં સાસરિયાઓના ત્રાસને કારણે જીવ ગુમાનનાના કેસમાં પોલીસે તપાસ કરવા માટે એક વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરી છે; તો, લગભગ દરરોજ નવા ખુલાસા સામે આવી રહ્યા છે. ટ્વીશા 12 મેના રોજ છતના લોખંડના સળિયાથી લટકતી મળી આવી હતી, તેને લઇને આરોપીમાંથી એક, તેની સાસુ ગિરીબાલા સિંહે કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી દાખલ કરી હતી. પોતાની અરજીમાં તેણે દાવો કર્યો હતો કે ટ્વીશા પરિવારના વાતાવરણમાં એડજસ્ટ થઇ શકતી નહોતી અને તે ડ્રગ્સ લેતી હતી.

photo_2026-05-18_17-11-41

આ દરમિયાન ટ્વીશા અને તેની માતા વચ્ચેનો અંતિમ વોટ્સએપ ચેટ સામે આવી છે. આજતકના અહેવાલ મુજબ તેની માતા સાથેની આ વાતચીતમાં તે ખૂબ પરેશાન દેખાય છે. ચેટમાં, ટ્વીશાએ તેના સાસરિયાઓ વિશે અનેક ગંભીર વાતો લખી અને તેના પતિ પર તેના ચારિત્ર્ય પર શંકા વ્યક્ત કરવા સહિત આરોપો લગાવ્યા. વોટ્સએપ ચેટ મુજબ, ટ્વીશાએ તેની માતાને મોકલેલા સંદેશમાં લખ્યું હતું- હું ખૂબ જ પરેશાન છું... આ લોકો ખૂબ ખરાબ છે. શંકા કરે છે. સમર્થ તો પૂછે છે કે મારા ગર્ભમાં કોનું બાળક છે. એટલું જ નહીં ટ્વીશાએ તેની માતાને ત્યાંથી આવીને લઈ જવાની વિનંતી કરી હતી. તેણે લખ્યું કે, ‘અહીં આવીને મને લઈ જાઓ; આ લોકો મને જીવવા નહીં દે. આટલું જ નહીં, ચેટમાં એક સમયે ટ્વીશાએ તેની માતાને લખ્યું કે, ‘મારું જીવન નર્ક બની ગયું છે. આ લોકો ખૂબ નિર્દયી છે. સમર્થ મારી સાથે યોગ્ય રીતે વાત પણ કરતો નથી.

photo_2026-05-18_17-11-43

સાસરિયાઓ પર હત્યાનો આરોપ લગાવી રહેલો ટ્વીશાના પરિવાર ફરી પોસ્ટમોર્ટમ માટે અરજી રજૂ કરવાની તૈયારીમાં છે. ટ્વીશાના માતા-પિતાનું કહેવું છે કે ટ્વીશાના ગળામાં મળેલા પટ્ટાની યોગ્ય તપાસ કર્યા વિના પ્રારંભિક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે ટ્વીશા અને તેની મિત્ર મીનાક્ષી વચ્ચે અગાઉ પણ એક ઇન્સ્ટાગ્રામ ચેટ સામે આવી હતી, જેમાં તેણે તેને કહ્યું હતું કે, હું ફસાઈ ગઈ છું; તું ફસાઈ ન જતી. હું વધુ વાત કરી શકીશ નહીં.

Twisha Sharma
ndtv.com

કોર્ટે શુક્રવારે મૃતક મહિલાની સાસુ, નિવૃત્ત ન્યાયાધીશ ગિરીબાલા સિંહને આગોતરા જામીન આપી દીધા હતા. પોતાની જામીન અરજીમાં ગિરીબાલાએ દાવો કર્યો હતો કે તેની પુત્રવધૂ ડ્રગ્સ લેતી હતી અને ડ્રગ્સ ન મળવીની પરિસ્થિતિઓમાં તેના હાથ ધ્રૂજવા લાગતા હતા. તેણે જણાવ્યું હતું કે, લગ્ન અગાઉ ટ્વીશા એક ફિલ્મ અભિનેત્રી અને મોડેલ હતી જેણે તેલુગુ અને અન્ય પ્રાદેશિક ફિલ્મોમાં મુખ્ય અભિનેત્રી તરીકે તેમજ જાહેરાતોમાં કામ કર્યું હતું. તેના લગ્ન સમયે ટ્વીશા દિલ્હી સ્થિત એક ખાનગી કંપનીમાં ઘરેથી વર્ક ફ્રોમ હોમ કરતી હતી. ઘરે રહેતા અમને ટ્વીશાના વર્તનથી શંકા ગઇ કે તે ડ્રગ્સ લે છે. પાછળથી, તેના પોતાના પિતાએ આ હકીકતની પુષ્ટિ કરી.

photo_2026-05-18_17-11-46

તેણે કહ્યું હતું કે, તેના લગ્નના દિવસ એટલે કે 9 ડિસેમ્બર, 2025 થી 12 મે, 2026 વચ્ચે ટ્વીશા પાંચ વખત પિયર અથવા અન્ય સ્થળોએ ગઇ હતી. હાથમાં કંપારી અને થોડા સમયગાળા સુધી ડ્રગ્સ ન લેવાને કારણે તેના સ્વભાવમાં ચીડિયાપણું નજરે પડતું હતું. ટ્વીશાના પિતાએ જ અમને જાણ કરી હતી કે તે ડ્રગ્સ લે છે.

Twisha Sharma
indiatoday.in

ગિરિબાલાનું કહેવું છે કે 17 એપ્રિલ, 2026ના રોજ ટ્વીશાને પહેલી વાર ખબર પડી કે તે ગર્ભવતી છે. તે જ દિવસે ટ્વીશા તેના પતિ સાથે હાજેલા હોસ્પિટલ ગઈ. ત્યારબાદ, તેનો વ્યવહાર મારા અને મારા પુત્ર પ્રત્યેનું વધુ પરેશાન કરનારો હતો. હોસ્પિટલમાંથી પાછા ફર્યા પછી, ટ્વીશાએ ​​પોતાનો સામાન એક બેગમાં પેક કર્યો અને કહ્યું કે તે નોઈડા સ્થિત પોતાના ઘરે જવા માંગે છે. તે 17 એપ્રિલે નીકળી અને 18 એપ્રિલ, 2026ના રોજ હવાઈ માર્ગે દિલ્હી પહોંચી. જોકે, તે સીધી તેના ઘરે ન ગઈ અને ઘરે પહોંચવામાં આટલો વિલંબ થવાનું કોઈ કારણ પણ ન જણાવ્યું. બીજી તરફ, પોલીસ ટ્વીશાના ફરાર પતિ સમર્થ સિંહની શોધમાં સતત દરોડા પાડી રહી છે.

About The Author

Related Posts

Top News

જમીન-મિલકતની ખરીદ-વેચાણમાં હવે છેતરપિંડી નહીં થઇ શકે; બેનામી પ્રક્રિયામાં થયા મોટા ફેરફારો

ડિજિટલાઇઝેશનની પ્રક્રિયાથી હવે 'બેનામી'માં થતી છેતરપિંડી હવે બંધ થઇ જશે કરશે. આવકવેરા વિભાગ દ્વારા ઝડપી કાર્યવાહી અને...
National 
જમીન-મિલકતની ખરીદ-વેચાણમાં હવે છેતરપિંડી નહીં થઇ શકે; બેનામી પ્રક્રિયામાં થયા મોટા ફેરફારો

કર્ણાટકમાં મંત્રી બનેલા રામલિંગા રેડ્ડીને ખાતું ન ગમ્યું તો રાજીનામું આપી દીધું, CMએ કહ્યું– ' હું બધું બરાબર કરી દઈશ'

કર્ણાટકમાં પોર્ટફોલિયો (ખાતા)ની ફાળવણીને લઈને શરૂ થયેલો આંતરિક વિવાદ હવે સપાટી પર આવ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રામલિંગા રેડ્ડીએ કર્ણાટકના...
Politics 
કર્ણાટકમાં મંત્રી બનેલા રામલિંગા રેડ્ડીને ખાતું ન ગમ્યું તો રાજીનામું આપી દીધું, CMએ કહ્યું– ' હું બધું બરાબર કરી દઈશ'

ફરી નિકોબાર પ્રોજેક્ટનો મુદ્દો રાહુલે ઉઠાવ્યો, કહ્યું– 'માત્ર એક ઉદ્યોગપતિ માટે કુદરતનો વિનાશ'

કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી 'ગ્રેટ નિકોબાર આઇલેન્ડ પ્રોજેક્ટ' (Great Nicobar...
National 
ફરી નિકોબાર પ્રોજેક્ટનો મુદ્દો રાહુલે ઉઠાવ્યો, કહ્યું– 'માત્ર એક ઉદ્યોગપતિ માટે કુદરતનો વિનાશ'

મંત્રીજીએ પોતાના બનેવીને જ એડિશનલ પ્રાઇવેટ સેક્રેટરી બનાવી દીધા, નેતા કહે 'સંબંધના આધારે નહીં, કામના આધારે લીધો નિર્ણય'

કેરળના વીજળી મંત્રી સની જોસેફે શુક્રવારે તેમના બનેવીને તેમના અંગત સ્ટાફમાં નિયુક્ત કરવાના નિર્ણયનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું કે...
National 
મંત્રીજીએ પોતાના બનેવીને જ એડિશનલ પ્રાઇવેટ સેક્રેટરી બનાવી દીધા, નેતા કહે 'સંબંધના આધારે નહીં, કામના આધારે લીધો નિર્ણય'
Copyright (c) Khabarchhe All Rights Reserved.