કોંગ્રેસ કાર્યાલયમાંથી 73 નળ ચોરાઈ ગયા, ચોરો 'I Love Ambikapur' લખેલું નિશાન પણ છોડી ગયા

છત્તીસગઢના અંબિકાપુરમાં ચોરીનો એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેણે બધાને ચોંકાવી દીધા છે. અહીં ચોરોએ કોંગ્રેસ કાર્યાલયને જ નિશાન બનાવ્યું અને 73 નળ ચોરી લીધા. આશ્ચર્યજનક રીતે, તેઓએ જતા પહેલા ધૂળવાળા વોશરૂમના ફ્લોર પર 'આઈ લવ અંબિકાપુર' હાથથી લખ્યું. આ ઘટના સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે.

Chhattisgarh Congress Office
navbharatlive.com

આ ઘટના સરગુજા જિલ્લાના મુખ્ય મથક અંબિકાપુરમાં ઘડી ચોક પાસે સ્થિત કોંગ્રેસ કાર્યાલય રાજીવ ભવનમાં બની હતી. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બાલકૃષ્ણ પાઠકના જણાવ્યા અનુસાર, 14 અને 15 મેની રાત્રે, ચોરો અગાસી પરથી ઓફિસમાં ઘૂસી ગયા હતા અને અલગ અલગ વોશરૂમમાં લગાવેલા 73 નળ ચોરી ગયા હતા.

ચોરોએ માત્ર નળ જ નહીં પરંતુ પરિસરમાં પણ ખુબ તોડફોડ કરી હતી. વોશરૂમમાં લગાવેલા અનેક વોશબેસિન, કોમોડ ફ્લશ સિસ્ટમ અને પાણીની પાઇપલાઇનને પણ ભારે નુકસાન પહોચાડ્યું હતું. આ ઉપરાંત, ચોરોએ સીડી પરની સ્ટીલની ગ્રીલ પણ કાઢવાનો પ્રયાસ કર્યો, પરંતુ કદાચ તેના વજનને કારણે તેઓ તેને ઉપાડી શક્યા નહીં. તેઓ તેને બિલ્ડિંગના ઉપરના માળ પર છોડીને ભાગી ગયા.

Chhattisgarh Congress Office
khabargaon.com

એક સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર, 15 મેની સવારે ઓફિસ કેરટેકરે રાજીવ ભવનનું તાળું હંમેશની જેમ ખોલ્યું ત્યારે ચોરીનો ખુલાસો થયો. અંદરનું દ્રશ્ય અને વોશરૂમની સ્થિતિ જોઈને તેઓ સ્તબ્ધ થઈ ગયા. તેમણે તાત્કાલિક પાર્ટીના વરિષ્ઠ નેતાઓને ફોન કર્યો, જેઓ પછી ઘટનાસ્થળે પહોંચ્યા અને પોલીસમાં લેખિત ફરિયાદ નોંધાવી. કોંગ્રેસના નેતાઓએ એક વીડિયો પણ શેર કર્યો છે જેમાં વોશરૂમના ધૂળિયા ફ્લોર પર 'આઈ લવ અંબિકાપુર' શબ્દો સ્પષ્ટ રીતે લખેલા દેખાય છે. તેમનું કહેવું છે કે ચોરોની આવી હિંમત પોલીસ અને કાયદા અમલીકરણ માટે સીધો પડકાર છે.

કોંગ્રેસ પ્રમુખ બાલકૃષ્ણ પાઠકનો આરોપ છે કે, શહેરમાં ડ્રગ્સના વ્યસનીઓ અને અસામાજિક તત્વોનો ત્રાસ ખુબ વધારે વધી ગયો છે, અને આ કૃત્ય પાછળ આ વ્યક્તિઓનો હાથ હોઈ શકે છે. તેમણે જણાવ્યું હતું કે, ચોરીથી પાર્ટીને 80,000 રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે, છેલ્લા કેટલાક મહિનામાં કોંગ્રેસ કાર્યાલયમાં આ ત્રીજી વખત ચોરીની ઘટના બની છે. વારંવાર થતી ચોરીઓથી ગુસ્સે ભરાયેલા નેતાઓ કહે છે કે, શહેરમાં પોલીસ રાત્રિ પેટ્રોલિંગ ફક્ત કાગળ પર છે, અને અધિકારીઓ ફક્ત VIP ફરજમાં વધુ વ્યસ્ત રહે છે.

Chhattisgarh Congress Office
timesnowhindi.com

હાલમાં, પોલીસે અજાણ્યા ચોરો સામે ઘરમાં ઘૂસીને ચોરી કર્યાનો કેસ નોંધ્યો છે. પોલીસ સમગ્ર મામલાની સંપૂર્ણ તપાસ કરી રહી છે, જોકે હજુ સુધી કોઈ શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી નથી.

About The Author

Top News

કોંગ્રેસ કાર્યાલયમાંથી 73 નળ ચોરાઈ ગયા, ચોરો 'I Love Ambikapur' લખેલું નિશાન પણ છોડી ગયા

છત્તીસગઢના અંબિકાપુરમાં ચોરીનો એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેણે બધાને ચોંકાવી દીધા છે. અહીં ચોરોએ કોંગ્રેસ કાર્યાલયને જ...
National 
કોંગ્રેસ કાર્યાલયમાંથી 73 નળ ચોરાઈ ગયા, ચોરો 'I Love Ambikapur' લખેલું નિશાન પણ છોડી ગયા

મા મને અહિયાથી લઈ જા, બહુ ખરાબ લોકો છે, સમર્થ પૂછે છે- મારા ગર્ભમાં કોનું બાળક છે?' ટ્વીશાની માતા સાથે છેલ્લી વાત અને...

મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં નિવૃત્ત ન્યાયાધીશની પુત્રવધૂ ટ્વીશા શર્માના જીવન ટૂંકાવવાનો મામલે વેગ પકડી રહ્યો છે. આ કેસમાં સાસરિયાઓના ત્રાસને...
National 
મા મને અહિયાથી લઈ જા, બહુ ખરાબ લોકો છે, સમર્થ પૂછે છે- મારા ગર્ભમાં કોનું બાળક છે?' ટ્વીશાની માતા સાથે છેલ્લી વાત અને...

પેટ્રોલ-ડીઝલ અને CNG બાદ હવે લાગશે મોંઘી વીજળીનો ઝટકો? ફિક્સ્ડ ચાર્જ વધી શકે છે

CNG અને પેટ્રોલ-ડીઝલના ભાવમાં તાજેતરના વધારા બાદ, સામાન્ય નાગરિકોને હવે વીજળી બિલના મોરચે વધુ એક ઝટકો લાગી શકે છે....
National 
પેટ્રોલ-ડીઝલ અને CNG બાદ હવે લાગશે મોંઘી વીજળીનો ઝટકો? ફિક્સ્ડ ચાર્જ વધી શકે છે

લખનૌમાં રૂવાડા ઉભા કરી દે તેવી ઘટના, ટ્રેનમાં ટ્રંકમાં મહિલાની માથા વગરની બોડી મળી

લખનૌમાં ટ્રેનમાં માથા વગરનું શરીર મળી આવવાનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બિહારના છપરાથી ગોરખપુર થઈને લખનૌ પહોંચેલી લખનૌ-છપરા...
National 
લખનૌમાં રૂવાડા ઉભા કરી દે તેવી ઘટના, ટ્રેનમાં ટ્રંકમાં મહિલાની માથા વગરની બોડી મળી
Copyright (c) Khabarchhe All Rights Reserved.