પોલીસ સ્ટેશનમાં જપ્ત કરાઇ હતી 6 ટ્રક; ₹1.5 કરોડની LPG ધીમે-ધીમે થઇ ગઇ ગાયબ, ફૂડ ઓફિસર નીકળ્યો માસ્ટરમાઇન્ડ

છત્તીસગઢના મહાસમુંદ જિલ્લામાં સામે આવેલો LPG કૌભાંડ ચોંકાવનારો છે. LPG ભરેલા 6 ટ્રક સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પાર્ક કરવામાં આવ્યા હતા. ઉનાળાની ગરમી વધી રહી હતી એટલે પોલીસને ડર હતો કે કોઈ મોટો અકસ્માત થઈ શકે છે. શિફ્ટીંગ પછી આ ટ્રકોમાંથી આશરે ₹1.5 કરોડની LPG કાઢીને બજારમાં વેચી દેવામાં આવી હતી. આ સમગ્ર ખેલમાં બનાવટી દસ્તાવેજો, નકલી વજન કાપલીઓ અને સરકારી રેકોર્ડમાં પણ છેડછાડ કરવામાં આવી હતી. આ સમગ્ર ખેલનાં મુખ્ય સૂત્રધાર જિલ્લા ખાદ્ય અધિકારી નીકળ્યો. જેને એ સોદામાંથી ₹50 લાખ મળ્યો. પોલીસે જિલ્લા ખાદ્ય અધિકારી અજય યાદવ સહિત 4 વ્યક્તિઓની ધરપકડ કરી છે.

એજન્સી અનુસાર, આખી કહાની ડિસેમ્બર 2025માં શરૂ થઇ હતી. મહાસમુંદ જિલ્લાના સિંહોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે છ LPG ટેન્કર ટ્રકોને અટકાવ્યા હતા. આરોપ હતો કે આ ટ્રકોનો ઉપયોગ ગેરકાયદેસર રીતે ગેસ સિલિન્ડર રિફિલ કરવા માટે થઈ રહ્યો હતો. કાર્યવાહી બાદ, ટ્રકોને જપ્ત કરીને પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા હતા. આ ટેન્કર ટ્રકોમાં મોટા પ્રમાણમાં LPG ભરેલી હતી. જેમ જેમ સમય પસાર થતો ગયો, અને માર્ચના આવતા આવતા ઉનાળાની ગરમી વધુ તીવ્ર બની ગઈ. પોલીસ સ્ટેશન પરિસરમાં આટલા મોટા પ્રમાણમાં જ્વલનશીલ ગેસ ભરેલી ટ્રકોને રાખવી એ જોખમી માનવામાં આવ્યું. સલામતીના કારણોસર, પોલીસે જિલ્લા વહીવટીતંત્રને પત્ર લખીને ટ્રકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની માંગ કરી. આ આખા ખેલની અસલી શરૂઆત થઇ.

પોલીસ તપાસ મુજબ, જિલ્લા ખાદ્ય અધિકારી અજય યાદવ 23 માર્ચે ગૌરવ ગેસ એજન્સીના માલિક પંકજ ચંદ્રાકર સાથે મળ્યા હતા. આ બેઠક દરમિયાન જ ગેસ ચોરી કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. બંનેએ અનુમાન લગાવ્યું હતું કે ટ્રકમાં રહેલી LPG વેચવાથી સારો નફો મળી શકે છે. ત્યારબાદ, કાર્યો વહેંચવામાં આવ્યા હતા. પંકજ ચંદ્રાકરને ખરીદદારો શોધવા અને સમગ્ર સોદો ગોઠવવાની જવાબદારી સોંપવામાં આવી હતી, જ્યારે મનીષ ચૌધરીને રાયપુરમાં ગેસ એજન્સીઓ સાથે સંપર્ક સ્થાપિત કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું.

26 માર્ચે, અજય યાદવ અને પંકજ ચંદ્રાકર વ્યક્તિગત રીતે સિંહોડા પોલીસ સ્ટેશને પહોંચ્યા. ત્યાં, તેણે ટ્રકોમાં રહેલી LPGનું મૂલ્યાંકન કર્યું. તપાસમાં જાણવા મળ્યું કે ટ્રકોમાં આશરે 105 મેટ્રિક ટન ગેસ ભરેલી હતી. તે જ રાત્રે, આરોપીઓએ એક ગેસ વેપારી સાથે બેઠક યોજી હતી, અને આખો સોદો લગભગ ₹80 લાખમાં નક્કી કર્યો હતો.

LPG
zeenews.india.com

પોલીસના જણાવ્યા અનુસાર, રાયપુરમાં ઠાકુર પેટ્રોકેમિકલ્સના માલિક સંતોષ ઠાકુરે આ સોદો કર્યો હતો. આવકનો સૌથી મોટો હિસ્સો જિલ્લા ખાદ્ય અધિકારી અજય યાદવને મળ્યો હતો. એવો આરોપ છે કે ટ્રકોની કસ્ટડી સોંપાયાના બીજા જ દિવસે એટલે કે 31 માર્ચે અજય યાદવને ₹50 લાખ ચૂકવવામાં આવ્યા હતા.

બાકીના ₹30 લાખ અંગે આરોપીઓ વચ્ચે વિશ્વાસનો અભાવ જોવા મળ્યો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, સુરક્ષાના પગલા તરીકે, ₹30 લાખ મનીષ ચૌધરીના બેંક ખાતામાં ડિજિટલી ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ રકમ પછીથી પરત કરી દેવામાં આવી હતી. આ દરમિયાન મનીષ ચૌધરીએ ₹10 લાખ પોતાના હિસ્સા તરીકે રાખ્યા હતા, જ્યારે ₹20 લાખ પંકજ ચંદ્રકરને આપવામાં આવ્યા હતા. 30 માર્ચના રોજ ફૂડ વિભાગના અધિકારીઓએ 6 LPG ટ્રકોનો કબજો સત્તાવાર રીતે ઠાકુર પેટ્રોકેમિકલ્સને સોંપ્યો. ત્યારબાદ, ટ્રકોને સિંહોડા પોલીસ સ્ટેશનથી રાયપુર જિલ્લાના અભનપુર વિસ્તારમાં સ્થિત પેટ્રોકેમિકલ પ્લાન્ટમાં લઈ જવામાં આવ્યા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર, આગામી અઠવાડિયા દરમિયાન ટ્રકોમાંથી ધીમે ધીમે LPG કાઢવામાં આવી હતી. ગેસ બજારમાં વેચવામાં આવી હતી, અને સમગ્ર કામગીરી કાળજીપૂર્વક આયોજન સાથે કરવામાં આવી હતી જેથી કોઈ શંકા ન થાય. તપાસમાં જાણવા મળ્યું કે આશરે 92 મેટ્રિક ટન LPG ટ્રકોમાંથી ગાયબ કરી દેવામાં આવી હતી.

LPG-Cylinder
energy.economictimes.indiatimes.com

આરોપીઓએ સમગ્ર ઘટનાને છુપાવવા માટે સત્તાવાર સરકારી રેકોર્ડ સાથે છેડછાડ કરી. નકલી વજન સ્લિપ બનાવવામાં આવી હતી, અને નકલી દસ્તાવેજો બનાવવામાં આવ્યા હતા. અહીં સુધી કે, વાસ્તવિક વજન પ્રક્રિયા પૂર્ણ થાય તે પહેલાં જ આ ખોટા રેકોર્ડ કલેક્ટર ઓફિસમાં સબમિટ કરવામાં આવ્યા હતા. આ રેકોર્ડ્સે જ આખરે સમગ્ર કાવતરાનો પર્દાફાશ કર્યો.

જેમ-જેમ તપાસ આગળ વધતી ગઈ, તેમ-તેમ ગેરકાયદેસર આખા ખેલની પરત ખુલતી ગઇ. પોલી કાર્યવાહી કરતા, ફૂડ ઓફિસર અજય યાદવ, પંકજ ચંદ્રાકર, મનીષ ચૌધરી અને નિખિલ વૈષ્ણવની ધરપકડ કરી. તો, ઠાકુર પેટ્રોકેમિકલ્સના માલિકો સંતોષ ઠાકુર અને સાર્થક ઠાકુર હાલમાં ફરાર છે. તેમની શોધખોળ કરવામાં આવી રહી છે.

મહાસમુંદના SP પ્રભાત કુમારનું કહેવું છે કે આ મામલાની તપાસ ચાલુ છે. આગામી દિવસોમાં વધુ ખુલાસાઓ થવાની અપેક્ષા છે. પોલીસ આ સમગ્ર નેટવર્કમાં કોણ કોણ સામેલ હતા તેની માહિતી મેળવવવા માટે પણ કામ કરી રહી છે.

About The Author

Top News

જમીન-મિલકતની ખરીદ-વેચાણમાં હવે છેતરપિંડી નહીં થઇ શકે; બેનામી પ્રક્રિયામાં થયા મોટા ફેરફારો

ડિજિટલાઇઝેશનની પ્રક્રિયાથી હવે 'બેનામી'માં થતી છેતરપિંડી હવે બંધ થઇ જશે કરશે. આવકવેરા વિભાગ દ્વારા ઝડપી કાર્યવાહી અને...
National 
જમીન-મિલકતની ખરીદ-વેચાણમાં હવે છેતરપિંડી નહીં થઇ શકે; બેનામી પ્રક્રિયામાં થયા મોટા ફેરફારો

કર્ણાટકમાં મંત્રી બનેલા રામલિંગા રેડ્ડીને ખાતું ન ગમ્યું તો રાજીનામું આપી દીધું, CMએ કહ્યું– ' હું બધું બરાબર કરી દઈશ'

કર્ણાટકમાં પોર્ટફોલિયો (ખાતા)ની ફાળવણીને લઈને શરૂ થયેલો આંતરિક વિવાદ હવે સપાટી પર આવ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રામલિંગા રેડ્ડીએ કર્ણાટકના...
Politics 
કર્ણાટકમાં મંત્રી બનેલા રામલિંગા રેડ્ડીને ખાતું ન ગમ્યું તો રાજીનામું આપી દીધું, CMએ કહ્યું– ' હું બધું બરાબર કરી દઈશ'

ફરી નિકોબાર પ્રોજેક્ટનો મુદ્દો રાહુલે ઉઠાવ્યો, કહ્યું– 'માત્ર એક ઉદ્યોગપતિ માટે કુદરતનો વિનાશ'

કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી 'ગ્રેટ નિકોબાર આઇલેન્ડ પ્રોજેક્ટ' (Great Nicobar...
National 
ફરી નિકોબાર પ્રોજેક્ટનો મુદ્દો રાહુલે ઉઠાવ્યો, કહ્યું– 'માત્ર એક ઉદ્યોગપતિ માટે કુદરતનો વિનાશ'

મંત્રીજીએ પોતાના બનેવીને જ એડિશનલ પ્રાઇવેટ સેક્રેટરી બનાવી દીધા, નેતા કહે 'સંબંધના આધારે નહીં, કામના આધારે લીધો નિર્ણય'

કેરળના વીજળી મંત્રી સની જોસેફે શુક્રવારે તેમના બનેવીને તેમના અંગત સ્ટાફમાં નિયુક્ત કરવાના નિર્ણયનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું કે...
National 
મંત્રીજીએ પોતાના બનેવીને જ એડિશનલ પ્રાઇવેટ સેક્રેટરી બનાવી દીધા, નેતા કહે 'સંબંધના આધારે નહીં, કામના આધારે લીધો નિર્ણય'
Copyright (c) Khabarchhe All Rights Reserved.