એક ઘર, એક કનેક્શન... 1 જૂનથી LPGના નિયમો બદલાઈ રહ્યા છે; રદ થઈ શકે છે તમારું સિલિન્ડર કનેક્શન

એશિયામાં પુરવઠાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જનતાને કોઈ અસુવિધા ન થાય તે માટે કેટલાક ખાસ ફેરફારો લાગૂ કરવામાં આવ્યા છે. એવામાં એક ફેરફાર 1 જૂનથી અમલમાં આવવાનો છે, જેના હેઠળ તમારું ઘરેલુ LPG સિલિન્ડર કનેક્શન રદ થઈ શકે છે. હકીકતમાં, જ્યારે દેશભરમાં PNG કનેક્શનની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે અને સરકારના નિર્દેશ છતા LPG સિલિન્ડરનો ઉપયોગ ઘટ્યો નથી.

માર્ચ સુધીમાં, 6.5 લાખ નવા PNG કનેક્શન સ્થાપિત કરવામાં આવ્યા છે; પરંતુ, વાસ્તવિક પુરવઠાનું પ્રમાણ અપેક્ષા કરતા 18 ટકા ઓછું રહ્યું. આ સૂચવે છે કે ઘણા ઘરોએ તેમના હાલના LPG કનેક્શનને સ્વિચ કર્યા વિના PNG કનેક્શન લઇ લીધું છે. જ્યારે સરકારે કહ્યું છે કે જો કોઈ ઘર પાસે PNG અને LPG બંને કનેક્શન હોય, તો LPG કનેક્શન સરેન્ડર કરવું પડશે. તેમ છતા, લોકો તેમના LPG કનેક્શન સરેન્ડર કર્યા વિના PNG કનેક્શન મેળવી રહ્યા છે.

LPG
dailypioneer.com

છેલ્લા દાયકામાં LPG વપરાશકર્તાઓની સંખ્યા લગભગ બમણી થઈ ગઈ છે, જે 33.5 કરોડ સુધી પહોંચી ગઈ છે, જ્યારે PNG વપરાશકર્તાઓની સંખ્યા માત્ર 1.64 લાખ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર શક્ય તેટલી ઝડપથી ફેરફાર કરવા માંગે છે; પરિણામે, 1 જૂનથી કડક નિયમો લાગુ કરવામાં આવશે. સુધારેલા નિયમો હેઠળ, જે પરિવારો પાસે પહેલેથી જ PNG કનેક્શન છે તેમને તેમના LPG કનેક્શન સરેન્ડર કરવા પડી શકે છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs)એ ઘરેલું સિલિન્ડરોના દુરુપયોગ, સંગ્રહખોરી અને કાળાબજારને રોકવાના ઉદ્દેશ્યથી PNG અને LPG બંનેનો એક સાથે ઉપયોગ કરતા પરિવારોની ઓળખવાની પ્રક્રિયા શરૂ કરી છે.

એક જ સરનામે બંને કનેક્શન રાખવાને હવે સુધારેલા LPG નિયમો હેઠળ ઉલ્લંઘન માનવામાં આવે છે. જે લોકોના વિસ્તારોમાં PNG ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ છે, તેમણે નિર્ધારિત સમયમર્યાદામાં PNG પર સ્વિચ ન કરવા પર તેમના LPG પુરવઠાના સસ્પેન્શન અથવા આપમેળે રદ થવાનો સામનો કરવો પડી શકે છે. PNG કનેક્શન મળ્યાના 30 દિવસની અંદર પોતાના LPG કનેક્શન બંધ કરવા રહ્યું છે, તેમને હવે સરકાર દ્વારા તેમના LPG કનેક્શન પુનઃસ્થાપિત કરવાની પરવાનગી આપવામાં આવી છે. આનાથી વપરાશકર્તાઓને એ સેક્ટર્સમાં જવા પર પણ LPG કનેક્શન પછીથી ફરીથી સક્રિય કરવાની મંજૂરી મળે છે, જ્યાં PNG કનેક્શન ઉપલબ્ધ નથી.

LPG
reuters.com

આ મહિનાથી, PNG પાઇપલાઇનોવાળા વિસ્તારોમાં સ્થિત ઘરોને ઘરેલુ LPG સિલિન્ડર બુક કરવા અથવા રિફિલ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે. શહેર ગેસ વિતરણ કંપનીઓ અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs)એ હવે તેમના ડિજિટલ ડેટાબેઝને સંપૂર્ણપણે સંકલિત કરી દીધા છે. તો, PNG કનેક્શનના વિસ્તરણ માટેની અંતિમ તારીખ 30 જૂન સુધી લંબાવવામાં આવી છે. પુરવઠાની અછતને દૂર કરવા અને દુરુપયોગને રોકવા માટે LPG રિફિલ માટે લોક-ઇન સમયગાળો શહેરી વપરાશકર્તાઓ માટે વધારીને  21 દિવસથી 25 દિવસ અને ગ્રામીણ વપરાશકર્તાઓ માટે 45 દિવસ સુધી કરી દેવામાં આવ્યો છે.

ઘરોને દર વર્ષે માત્ર 12 સબસિડીવાળા ઘરેલુ સિલિન્ડરની મર્યાદા મળતી રહેશે. કોઈપણ વધારાના સિલિન્ડર બજાર દરે વસૂલવામાં આવશે. નવું LPG કનેક્શન લેવા પર સુધારેલી સુરક્ષા ડિપોઝિટ રકમ અને સેટઅપ ફી  અમલમાં આવશે, જેમાં રેગ્યુલેટર, કનેક્ટિંગ પાઇપ અને ઇન્સ્ટોલેશન ચાર્જનો સમાવેશ થાય છે.

About The Author

Top News

જમીન-મિલકતની ખરીદ-વેચાણમાં હવે છેતરપિંડી નહીં થઇ શકે; બેનામી પ્રક્રિયામાં થયા મોટા ફેરફારો

ડિજિટલાઇઝેશનની પ્રક્રિયાથી હવે 'બેનામી'માં થતી છેતરપિંડી હવે બંધ થઇ જશે કરશે. આવકવેરા વિભાગ દ્વારા ઝડપી કાર્યવાહી અને...
National 
જમીન-મિલકતની ખરીદ-વેચાણમાં હવે છેતરપિંડી નહીં થઇ શકે; બેનામી પ્રક્રિયામાં થયા મોટા ફેરફારો

કર્ણાટકમાં મંત્રી બનેલા રામલિંગા રેડ્ડીને ખાતું ન ગમ્યું તો રાજીનામું આપી દીધું, CMએ કહ્યું– ' હું બધું બરાબર કરી દઈશ'

કર્ણાટકમાં પોર્ટફોલિયો (ખાતા)ની ફાળવણીને લઈને શરૂ થયેલો આંતરિક વિવાદ હવે સપાટી પર આવ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રામલિંગા રેડ્ડીએ કર્ણાટકના...
Politics 
કર્ણાટકમાં મંત્રી બનેલા રામલિંગા રેડ્ડીને ખાતું ન ગમ્યું તો રાજીનામું આપી દીધું, CMએ કહ્યું– ' હું બધું બરાબર કરી દઈશ'

ફરી નિકોબાર પ્રોજેક્ટનો મુદ્દો રાહુલે ઉઠાવ્યો, કહ્યું– 'માત્ર એક ઉદ્યોગપતિ માટે કુદરતનો વિનાશ'

કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી 'ગ્રેટ નિકોબાર આઇલેન્ડ પ્રોજેક્ટ' (Great Nicobar...
National 
ફરી નિકોબાર પ્રોજેક્ટનો મુદ્દો રાહુલે ઉઠાવ્યો, કહ્યું– 'માત્ર એક ઉદ્યોગપતિ માટે કુદરતનો વિનાશ'

મંત્રીજીએ પોતાના બનેવીને જ એડિશનલ પ્રાઇવેટ સેક્રેટરી બનાવી દીધા, નેતા કહે 'સંબંધના આધારે નહીં, કામના આધારે લીધો નિર્ણય'

કેરળના વીજળી મંત્રી સની જોસેફે શુક્રવારે તેમના બનેવીને તેમના અંગત સ્ટાફમાં નિયુક્ત કરવાના નિર્ણયનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું કે...
National 
મંત્રીજીએ પોતાના બનેવીને જ એડિશનલ પ્રાઇવેટ સેક્રેટરી બનાવી દીધા, નેતા કહે 'સંબંધના આધારે નહીં, કામના આધારે લીધો નિર્ણય'
Copyright (c) Khabarchhe All Rights Reserved.