લગ્ન માટે છોકરી મળી જાય એટલે યુવકે પોતે પોલીસમાં ભરતી થવાના ખોટા સમાચાર ફેલાવ્યા અને પોસ્ટર લગાવ્યા

પુણેના પિંપરી ચિંચવાડથી એક ખૂબ જ ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. અહીં, એક યુવકે ફક્ત લગ્નના કરવા માટે, પોતે પોલીસ દળમાં ભરતી થયો હોવાનો ખોટો દાવો કર્યો અને સમગ્ર વિસ્તારમાં પોસ્ટર પણ લગાવી દીધા. આ મામલે તત્પરતાથી કાર્યવાહી કરતા પોલીસે આરોપી યુવક સામે કેસ નોંધ્યો છે અને કાનૂની કાર્યવાહી શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, વરિષ્ઠ પોલીસ વિભાગના અધિકારી સંભાજી કદમે જણાવ્યું હતું કે, ‘ઋષિકેશ જાધવ નામનો એક યુવાન સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્રમાં રહે છે. ઋષિકેશે તાજેતરમાં વિસ્તારમાં ઘણા મોટા બેનરો અને પોસ્ટરો લગાવડાવ્યા હતા, જેમાં તેણે એવો દાવો કર્યો હતો કે તેની પસંદગી મહારાષ્ટ્ર પોલીસ દળમાં થઈ ગઈ છે. આ પોસ્ટરોમાં તેને યુનિફોર્મમાં દર્શાવવામાં આવ્યો છે અને પોલીસ દળમાં પસંદગી થવા બદલ શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

pune-police1
news9live.com

આ છેતરપિંડીનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે વિસ્તારમાં તેમના નિયમિત પેટ્રોલિંગ કરતા બીટ માર્શલોએ આ પોસ્ટરો જોયા. યુનિફોર્મવાળા પોસ્ટરો જોયા બાદ અને યુવક પર શંકા થતાં પોલીસે આંતરિક તપાસ અને ચકાસણી (વેરિફિકેશન) પ્રક્રિયા શરૂ કરી. તપાસમાં બહાર આવ્યું કે ઋષિકેશ જાધવની પોલીસ વિભાગમાં પસંદગી થઈ જ ન હતી, અને પોસ્ટરોમાં કરવામાં આવેલા બધા દાવાઓ સંપૂર્ણપણે ખોટા અને ગેરકાયદેસર હતા.

પોલીસ પૂછપરછ અને પ્રાથમિક તપાસ દરમિયાન જે હેતુ બહાર આવ્યો તે ખૂબ જ વિચિત્ર હતો. અધિકારીએ જણાવ્યું કે આરોપી યુવકે આ સમગ્ર નાટક ફક્ત લગ્ન કરવા માટે આયોજિત કર્યું હતું. ભવિષ્યમાં તેના સારા લગ્ન થઈ શકે અને સાસરિયા પક્ષને પ્રભાવિત કરવાની લાલચમાં તેણે પોલીસ યુનિફોર્મનો સહારો લીધો અને સમગ્ર વિસ્તારમાં પોલીસ અધિકારી હોવાનો પ્રચાર કર્યો.

murder2
tribuneindia.com

તેની વિરુદ્ધ ગેરકાયદેસર રીતે બેનરો લગાવવા અને પોલીસ વિભાગના નામનો દુરુપયોગ કરવાના આરોપસર તેની સામે કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ વહીવટીતંત્રે ચેતવણી આપી છે કે આવા કૃત્યોથી ન માત્ર વિભાગની છબી ખરાબ થાય છે, પરંતુ તે સજાપાત્ર કાનૂની ગુનો પણ છે.

About The Author

Related Posts

Top News

સુરતમાં દાંતના ડોક્ટર સામે થયેલી 15 લાખની વળતરની માંગ કોર્ટે ફગાવી

​સુરત: ફરિયાદીની પુત્રીની દાંતની સારવારમાં સ્મીમેર હોસ્પિટલના દાંત વિભાગના તબીબોએ બેદરકારી દાખવીને જમણી બાજુને બદલે ડાબી બાજુની દાઢ કાઢી નાંખી...
Gujarat 
સુરતમાં દાંતના ડોક્ટર સામે થયેલી 15 લાખની વળતરની માંગ કોર્ટે ફગાવી

સુપ્રીમ કોર્ટે ઉમર અને શર્જીલને જામીન ન આપવાના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા

સુપ્રીમ કોર્ટે દિલ્હી રમખાણો કેસમાં ઉમર ખાલિદ અને શર્જીલ ઇમામને જામીન ન આપવાના પોતાના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા છે. જસ્ટિસ ...
National 
સુપ્રીમ કોર્ટે ઉમર અને શર્જીલને જામીન ન આપવાના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા

NEET પેપર લીક: 100 કરોડનું ટર્નઓવરવાળું કોચિંગ સેન્ટર ચલાવતા શિવરાજની ધરપકડ

NEET-UG 2026 પેપર લીક કેસની તપાસમાં એક બહુ મોટી સફળતા મળી છે. આ દેશવ્યાપી પરીક્ષા લીક નેટવર્કની તપાસના તાર હવે...
Education 
NEET પેપર લીક: 100 કરોડનું ટર્નઓવરવાળું કોચિંગ સેન્ટર ચલાવતા શિવરાજની ધરપકડ

અનોખા લગ્ન, 7 ફેરા ફરતા પહેલા વરરાજા અને કન્યાએ આ મેડિકલ ટેસ્ટ કરાવ્યો

હરિયાણાના ચરખી દાદરી જિલ્લામાં એક લગ્ન દેશભરમાં ચર્ચાનો વિષય બન્યા છે. પરંપરાગત વિધિઓ અને દેખાડાથી દૂર રહીને નવદંપતીઓએ લગ્ન પહેલાં ...
National 
અનોખા લગ્ન, 7 ફેરા ફરતા પહેલા વરરાજા અને કન્યાએ આ મેડિકલ ટેસ્ટ કરાવ્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.