કેન્સરની mRNA વેક્સિન વિશે અફવાઓ કેમ ફેલાય છે?

કેન્સર વેક્સિન એવી સારવાર છે જે શરીરના ઇમ્યુન સિસ્ટમને કેન્સર કોષો ઓળખવા અને નાશ કરવા શીખવે છે. mRNA vaccine ટેક્નોલોજી શરીરમાં એક પ્રકારનો મેસેજ (mRNA) મોકલે છે, જેનાથી શરીર પ્રોટીન બનાવે છે અને પછી રોગ સામે લડવા માટે તૈયાર થાય છે. આ ટેક્નોલોજી COVID-19 દરમિયાન સફળ રહી હતી અને હવે તેનો ઉપયોગ કેન્સર સારવારમાં થઈ રહ્યો છે.

સામાન્ય ભાષામાં કહીએ તો જેમ ઘર બનતા પહેલા શરીરનો એક નક્શો તૈયાર થતો હોય તેના આધારે ઘર બને છે. તે રીતે જ આપણા શરીરમાં ડીએનએ (DNA) હોય છે. આ તેનો નક્શો છે. આ નક્શાના આધારે જ આપણું શરીર વિકસે છે. આ નક્શાની માહિતી આપણા શરીરને એક દૂત મારફતે જાય છે જે RNA કહેવાય છે. આ દૂત જે માહિતી આપે તેના આધારે જ આપણું શરીર નવા કોષો બનાવે છે. હવે જો બાહરથી આપણે આ દૂતમાં એક મેસેજ મૂકીને શરીરને મોકલીએ તો શરીર તેના આધારે કામ કરવા લાગે છે. કેન્સર વખતે શરીરના ચોક્કસ કોષો પોતાની રીતે વર્તવા લાગે છે. તેઓ નિયંત્રણ બહાર થઇ જાય છે. શરીરમાં તેમની સામે લડનારા કોષો પણ હારી જાય છે. આ mRNA દ્વારા કેન્સર સામે લડનારા કોષોને મદદ કરે તેવા મેસેજ હોય છે. તેઓ પાછા લડવા તૈયાર થઇ જાય છે. આમ આ ટેક્નોલોજી ખૂબ જ ઉપયોગી સાબિત થઇ શકે છે.    

કેમ આ ક્રાંતિ લાવી શકે?

mRNA વેક્સિન પર્સનલાઈઝ્ડ ટ્રીટમેન્ટ આપી શકે છે (દરેક દર્દી માટે અલગ). આ ઉપરાંત શરીરને સીધું જ કેન્સર કોષો સામે લડવા તૈયાર કરે છે.
ભવિષ્યમાં કેન્સર થતા પહેલા અટકાવવાની શક્યતા પણ ઊભી થાય.આ કારણે તેને મેડિકલ સાયન્સમાં ગેમ-ચેન્જર માનવામાં આવી રહી છે.

ગેર સમજ કેમ ફેલાય છે?

કેન્સર માટેની નવા પ્રકારની સારવારમાં mRNA ટેક્નોલોજી આશાનું કિરણ બની રહી છે. છતાં એક મોટી સમસ્યા ઉભી થઈ રહી છે—અફવાઓ (misinformation). લોકોમાં mRNA વેક્સિન વિશે ભય અને ગેરસમજ વધતી જાય છે. સવાલ એ છે કે જ્યારે વિજ્ઞાન આગળ વધી રહ્યું છે, ત્યારે ખોટી માહિતી કેમ ફેલાય છે?

02

વિષય નવો છે પરંતુ ડર જૂનો છે 

mRNA ટેક્નોલોજી સામાન્ય લોકો માટે નવી છે. જ્યારે કોઈ નવી મેડિકલ ટેક્નોલોજી આવે છે, ત્યારે લોકોમાં સ્વાભાવિક રીતે ભય અને શંકા જન્મે છે. “આ આપણા શરીર પર શું અસર કરશે?” અથવા “શું આ સલામત છે?” જેવા પ્રશ્નો ગેરસમજ માટેની જમીન તૈયાર કરે છે.

સોશિયલ મીડિયા: ઝડપી પ્રસાર, પરંતુ અધૂરી સચ્ચાઈ

આજના ડિજિટલ યુગમાં માહિતી ઝડપથી ફેલાય છે. ખાસ કરીને WhatsApp, Facebook અને YouTube જેવા પ્લેટફોર્મ પર ઇમોશનલ અને ચોંકાવનારી માહિતી ઝડપથી વાયરલ થાય છે. દુર્ભાગ્યે, આ માહિતી હંમેશા સત્ય હોય એવું નથી હોતું.

વિજ્ઞાનની જટિલતા અને સમજણનો અભાવ

mRNA જેવી ટેક્નોલોજી વૈજ્ઞાનિક રીતે જટિલ છે. “જિનેટિક મટિરિયલ” જેવા શબ્દો લોકોને ભયભીત કરે છે. ઘણા લોકો માટે આ બાબતોને સરળ ભાષામાં સમજવું મુશ્કેલ બને છે. ઘણીવાર સમજાવનારા પણ પોતે સમજ્યા વગર જ આ અંગે વાત કરતા હોય છે. જેના કારણે ખોટી અને સરળ સમજણ વધુ વિશ્વસનીય લાગે છે.

વિશ્વાસનું સંકટ

કેટલાક લોકોમાં સરકારો, ફાર્માસ્યુટિકલ કંપનીઓ અથવા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પ્રત્યે અવિશ્વાસ હોય છે. ભૂતકાળના કેટલાક વિવાદો અથવા અફવાઓ આ અવિશ્વાસને વધુ મજબૂત બનાવે છે. પરિણામે, સાચી માહિતી પણ શંકાની નજરે જોવામાં આવે છે.

ફાયદા માટે ફેલાવાતી અફવાઓ

કેટલાક કિસ્સાઓમાં અફવાઓ ઇરાદાપૂર્વક ફેલાવવામાં આવે છે. સોશિયલ મીડિયા પર વધુ વ્યૂઝ, ફોલોઅર્સ અથવા વેપારી લાભ મેળવવા માટે ડર આધારિત વાતો પ્રસારિત કરવામાં આવે છે. આ રીતે ખોટી માહિતીનું બજાર ઉભું થાય છે.

સાંસ્કૃતિક માન્યતાઓ અને મૌખિક પ્રસાર

ભારત જેવા દેશમાં લોકો ઘણીવાર પરિવાર, મિત્રો અથવા સમાજમાં સાંભળેલી વાતો પર વધુ વિશ્વાસ રાખે છે. “કોઈએ કહ્યું છે” જેવી વાતો ઝડપથી ફેલાય છે અને સમય જતાં મિથક બની જાય છે.

03

ઝડપ સામે વિજ્ઞાન

વિજ્ઞાનને કોઇ પણ વાત સાબિત કરવા માટે સમય જોઈએ—રીસર્ચ, ટ્રાયલ અને પરીક્ષણ. જ્યારે અફવાઓ તો મિનિટોમાં ફેલાઈ જાય છે. આ ગતિના તફાવતને કારણે ખોટી માહિતી ઘણીવાર સત્ય કરતાં આગળ નીકળી જાય છે.

mRNA વેક્સિન વિશે અફવાઓનું મૂળ કારણ ભય, અજ્ઞાનતા અને ઝડપી કોમ્યુનિકેશન છે. આ સમસ્યાનો ઉકેલ માત્ર એક જ છે—સાચી અને સરળ ભાષામાં વૈજ્ઞાનિક માહિતી લોકોને પહોંચાડવી. ડૉક્ટરો, સંશોધકો અને જવાબદાર મીડિયા જો આગળ આવીને જાગૃતિ ફેલાવે, તો ગેરસમજ દૂર કરી શકાય.

મારી લોકોને સલાહ છે કે જ્યારે કોઇ વાત તમારી સમક્ષ આવે ત્યારે સૌથી પહેલા એ ચકાસો કે માહિતી આપનારા તે વિષયમાં નિષ્ણાત છે ખરા. બીજી બાબત એ તપાસો કે શું તેમાં તેમનો કોઇ સ્વાર્થ છે. ત્રીજી એ વાત ચકાસો કે શું તે સામાન્ય જનતાના ભલા માટે છે કે કેટલાક થોડાક લોકોના ફાયદાની વાત છે. આ રીતે તમે સત્યની થોડી નજીક પહોંચી શકો છે.

About The Author

Dr. Dinky Gajiwala Picture

Dr. Dinky Gajiwala, DNB (Medicine), DNB (Medical Oncology), is a dedicated Medical Oncologist and Consultant at Hope Cancer Clinic, Surat. She specializes in comprehensive cancer treatment and is passionate about empowering patients through education and awareness. With a strong presence on social media, Dr. Gajiwala actively spreads reliable information on breast cancer, chemotherapy, immunotherapy, and other critical aspects of oncology, making cancer care more accessible and understandable for all.

Related Posts

Top News

મધ્યપ્રદેશમાં ભગવો ધ્વજ હટાવી દેવા પર હિન્દુ સંગઠનોએ વિરોધ પ્રદર્શન કર્યું, મ્યુનિસિપલ કમિશનરે આવીને જાતે તે ધ્વજ ફરી લગાવ્યો!

છિંદવાડામાં માનસરોવર સંકુલની સામેના થાંભલા પરથી મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓએ ભગવો ધ્વજ હટાવી દીધો હતો, અને નીચે મૂકી દીધો હતો....
National 
મધ્યપ્રદેશમાં ભગવો ધ્વજ હટાવી દેવા પર હિન્દુ સંગઠનોએ વિરોધ પ્રદર્શન કર્યું, મ્યુનિસિપલ કમિશનરે આવીને જાતે તે ધ્વજ ફરી લગાવ્યો!

રાજકારણીઓ પાછળ સમય વેડફવો એના કરતા પરિવારને સમય આપવો સારો

(ઉત્કર્ષ પટેલ) આજના સમયમાં મોટા ભાગના લોકોનો દિવસ રાજકારણીઓની વાતોથી શરૂ થાય છે અને તેમની ચર્ચાથી પૂરો થાય છે. મોબાઇલ...
Opinion 
રાજકારણીઓ પાછળ સમય વેડફવો એના કરતા પરિવારને સમય આપવો સારો

સુબેદારે બેંકમાં જઈ કહ્યું, '70 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી દો, હું ફ્લેટ ખરીદવા માંગુ છું.' મેનેજરને શંકા ગઈ અને...

હિમાચલ પ્રદેશમાં, સાયબર છેતરપિંડી કરનારાઓએ ડિજિટલ ધરપકડના બહાને 78 વર્ષીય ગ્રાહક પાસેથી 70 લાખ રૂપિયા પડાવવાનો પ્રયાસ કર્યો. જોકે...
National 
સુબેદારે બેંકમાં જઈ કહ્યું, '70 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી દો, હું ફ્લેટ ખરીદવા માંગુ છું.' મેનેજરને શંકા ગઈ અને...

SBIથી પ્રોપર્ટી કાગળ ખોવાઈ ગયા! કોર્ટે આદેશ આપ્યો- 'જ્યાં સુધી ન મળે ત્યાં સુધી દરરોજ ગ્રાહકને 5000 વળતર ચૂકવો

ધારો કે તમે કોઈ બેંક પાસેથી લોન લો છો, સુરક્ષા તરીકે મિલકતના કાગળો સબમિટ કરો છો, અને પછી...
National 
SBIથી પ્રોપર્ટી કાગળ ખોવાઈ ગયા! કોર્ટે આદેશ આપ્યો- 'જ્યાં સુધી ન મળે ત્યાં સુધી દરરોજ ગ્રાહકને 5000 વળતર ચૂકવો
Copyright (c) Khabarchhe All Rights Reserved.