રંગોનો પર્વ માતમમાં ફેરવાયો: ધૂળેટીના દિવસે ગુજરાતમાં અલગ-અલગ ઘટનાઓમાં 24 લોકોએ જીવ ગુમાવ્યો

સમગ્ર દેશમાં જ્યારે આજે ચોથી માર્ચે ધૂળેટીના પર્વની ઉલ્લાસભેર ઉજવણી થઈ રહી હતી, ત્યારે ગુજરાત માટે આ દિવસ ભારે સાબિત થયો છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં રંગે રમ્યા બાદ નદી કે તળાવમાં ન્હાવા પડેલા 24 જેટલા લોકોના ડૂબી જવાથી મોત નીપજ્યા છે. સુરત, અમદાવાદ, નર્મદા અને રાજકોટ સહિતના વિસ્તારોમાં સર્જાયેલી આ દુર્ઘટનાઓએ અનેક પરિવારોના કુળદીપક બુઝાવી દીધા છે.

holi-death1
gujarati.news18.com

સુરત જિલ્લો: સૌથી વધુ 6 લોકોના મોત
સુરત જિલ્લામાં બે અલગ-અલગ ઘટનાઓમાં કુલ 6 લોકોએ જીવ ગુમાવ્યા છે. 

માંગરોળ (પાનસરા ગામ): અહીં નદીમાં ન્હાવા પડેલા હેપ્પી સિંહ નામના યુવકને બચાવવા જતાં તેનો ભાઈ ચંદ્રભૂષણ અને મિત્ર સંજય પટેલ ત્રણેય ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ત્રણેય શ્રમિક પરિવારના હોવાનું જાણવા મળ્યું છે.

બારડોલી (બાબેન ગામ): મીંઢોળા નદીમાં ન્હાવા પડેલા 5 મિત્રોમાંથી 3 યુવાનોના મોત થયા છે, જ્યારે એકનો બચાવ થયો છે અને અન્ય એકની શોધખોળ હજુ જારી છે.

અમદાવાદ અને નર્મદામાં ૩-૩ મોત

અમદાવાદ (માંડલ): સીતાપુર ગામના ઝોલાસર તળાવમાં ધૂળેટી રમ્યા બાદ ન્હાવા પડેલા 5 બાળકોમાંથી 3ના ડૂબી જવાથી મોત થયા છે. ગ્રામજનોએ બે બાળકોને સમયસર બચાવી લીધા હતા.

નર્મદા: વડોદરાથી એસી રિપેરિંગના કામ અર્થે આવેલા ત્રણ યુવકો નર્મદા નદીમાં ન્હાવા પડ્યા હતા. એક મિત્રને બચાવવા જતાં અન્ય બે મિત્રો પણ નદીના વહેણમાં તણાઈ ગયા હતા.

holi-death
gujarati.news18.com

અન્ય જિલ્લાઓમાં સર્જાયેલી દુર્ઘટનાઓ

અરવલ્લી: માલપુર અને ધનસુરા પંથકમાં કુલ 4 કિશોરોના ડૂબી જવાથી મોત થયા છે. માલપુરમાં ધોરણ 5 અને 6 માં ભણતા બે પિતરાઈ ભાઈઓના મોતથી આખું ગામ શોકમગ્ન બન્યું છે.

મહીસાગર (કોઠંબા): રાઘવના મુવાડા ગામે તળાવમાં ન્હાવા પડેલા 4 પૈકી 2 યુવાનોના મોત થયા છે, જ્યારે 2 ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયા છે.

રાજકોટ (જામકંડોરણા): બેલા ગામની નદીમાં ન્હાવા ગયેલા બે સગીરો (13 વર્ષીય) ના ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યા છે.

મહેસાણા, દ્વારકા અને અમરેલી: મહેસાણાની કેનાલમાં 2 યુવાનો, દ્વારકાના કલ્યાણપુરમાં 1 કિશોર અને અમરેલીની શેત્રુંજી નદીમાં 1 યુવકનું મોત નીપજ્યું છે.

તંત્રની કાર્યવાહી

તમામ ઘટનાસ્થળો પર સ્થાનિક પોલીસ, ફાયર બ્રિગેડ અને NDRFની ટીમો દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી પોલીસે અકસ્માતે મોતના ગુના નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

About The Author

Related Posts

Top News

રાહુલે કહ્યું- સંઘર્ષ આપણા આંગણામાં પહોંચી ગયો છે, LPG અને LNGની...

લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ગુરુવારે હિંદ મહાસાગરમાં અમેરિકા દ્વારા ઇરાની યુદ્ધ જહાજ આઇઆરઆઇએસ ડેનાને ડૂબાડવા અંગે...
National 
રાહુલે કહ્યું- સંઘર્ષ આપણા આંગણામાં પહોંચી ગયો છે, LPG અને LNGની...

SVP હોસ્પિટલમાં સારવાર લેવા જતા હોવ તો ચેતી જજો! દર્દીઓ પર પ્રયોગો થતા હોવાનો લાગ્યો આક્ષેપ

ગુજરાતમાં ઘણી હોસ્પિટલોમાં ડૉક્ટરો પર બેદરકારીના આરોપ લાગી ચૂક્યા છે. ત્યારે આ વખતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત 800 કરોડ રૂપિયાના...
Gujarat 
SVP હોસ્પિટલમાં સારવાર લેવા જતા હોવ તો ચેતી જજો! દર્દીઓ પર પ્રયોગો થતા હોવાનો લાગ્યો આક્ષેપ

રંગોનો પર્વ માતમમાં ફેરવાયો: ધૂળેટીના દિવસે ગુજરાતમાં અલગ-અલગ ઘટનાઓમાં 24 લોકોએ જીવ ગુમાવ્યો

સમગ્ર દેશમાં જ્યારે આજે ચોથી માર્ચે ધૂળેટીના પર્વની ઉલ્લાસભેર ઉજવણી થઈ રહી હતી, ત્યારે ગુજરાત માટે આ દિવસ ભારે સાબિત...
Gujarat 
રંગોનો પર્વ માતમમાં ફેરવાયો: ધૂળેટીના દિવસે ગુજરાતમાં અલગ-અલગ ઘટનાઓમાં 24 લોકોએ જીવ ગુમાવ્યો

શું નીતિશ કુમારને શિવરાજ પ્લાનને આધારે કેન્દ્રમાં લઇ જવાયા છે?

છેલ્લા 20 વર્ષથી મુખ્યમંત્રી તરીકે બિહાર પર રાજ કર્યા પછી શું નીતિશ કુમાર નરેન્દ્ર મોદી સરકારમાં મંત્રી બનશે? આ એક...
National 
શું નીતિશ કુમારને શિવરાજ પ્લાનને આધારે કેન્દ્રમાં લઇ જવાયા છે?

Opinion

ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં એક એવા મુખ્યમંત્રી ગુજરાતને મળ્યા છે જેઓ વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાઓને રાજકારણથી દૂર રાખીને પ્રજાની સેવામાં સંપૂર્ણપણે સમર્પિત...
ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.