વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે

(ઉત્કર્ષ પટેલ)

આજે જ્યારે વિશ્વ ભારતને વિકસિત રાષ્ટ્ર તરીકે જોવા લાગ્યું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું નામ આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન તરીકે અમર થઈ ગયું છે. 2014થી સતત ત્રીજા કાર્યકાળમાં દેશનું નેતૃત્વ કરતા PM મોદીએ માત્ર ભારતને જ નહીં વિશ્વને પણ નવી દિશા આપી છે. તેમના વિકાસના મોડલ, કલ્યાણકારી યોજનાઓ અને વૈશ્વિક કૂટનીતિએ ભારતને 10મા સ્થાનેથી વિશ્વની 4થી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવી દીધું છે. આ સફળતા કોઈ ચમત્કાર નથી પરંતુ દૂરદર્શી નેતૃત્વનું પરિણામ છે.

સૌપ્રથમ વાત કરીએ તેમની વૈશ્વિક સ્વીકૃતિની. 2026 સુધીમાં વડાપ્રધાન મોદીને 29થી 31 દેશો તરફથી સર્વોચ્ચ સિવિલિયન સન્માન મળ્યા છે. UAEનો ઓર્ડર ઓફ ઝાયેદ, સાઉદીનો ઓર્ડર ઓફ કિંગ અબ્દુલઅઝીઝ, રશિયાનો ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્ર્યુ, ફ્રાન્સનો લીજિયન ઓફ ઓનર, ઇજિપ્તનો ઓર્ડર ઓફ ધ નાઇલ, ભૂતાનનો ઓર્ડર ઓફ ધ ડ્રેગન કિંગ, પેલેસ્ટાઇનનો ગ્રાન્ડ કોલર, ઓમાનનો ઓર્ડર ઓફ ઓમાન (2025), ઇથિઓપિયાનો ગ્રેટ ઓનર નિશાન અને અન્ય ઘણા. આ સન્માનોની સંખ્યા કોઈપણ અન્ય ભારતીય વડાપ્રધાન કરતાં અનેકગણી વધારે છે. જવાહરલાલ નેહરુ, ઇન્દિરા ગાંધી કે અટલ બિહારી વાજપેયીજી ને આવા માત્ર એક બે જ સન્માન મળ્યા હતા. મોદીજી વિશ્વના સૌથી વધુ સન્માનિત નેતા બન્યા છે. 

01

આર્થિક ક્ષેત્રે તેમની સિદ્ધિ અદ્ભુત છે. 2014માં 10મા સ્થાને હતી ભારતીય અર્થવ્યવસ્થા જે 2026માં વિશ્વની 4થી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગઈ છે. IMF અનુસાર ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થા છે. 7.4થી 7.8% વાર્ષિક વૃદ્ધિ. GDP ત્રણ ગણું વધ્યું છે. મેક ઇન ઇન્ડિયા, આત્મનિર્ભર ભારત અને PLI યોજનાઓએ ઉત્પાદનને વેગ આપ્યો. UPI વિશ્વનું સૌથી મોટું ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ બન્યું. 2024-25માં નિકાસ 825 અબજ ડોલરને પાર કરી. 2030 સુધીમાં ત્રીજા સ્થાને પહોંચવાનું લક્ષ્ય સાકાર થવાની દિશામાં છે.

ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્રાંતિ તો અદ્ભુત રહી છે. 2014થી 1.46 લાખ કિલોમીટર નવા રસ્તા બન્યા, 150થી વધુ એરપોર્ટ કાર્યરત, વંદે ભારત ટ્રેનોનું નેટવર્ક વિસ્તર્યું, મેટ્રો 1000 કિમીથી વધુ લાંબી થઈ. PM ગતિ શક્તિ યોજના હેઠળ રોડ, રેલ, પોર્ટ અને એરપોર્ટને કનેક્ટ કરવામાં આવ્યા. સ્વચ્છ ભારત અભિયાને 10 કરોડથી વધુ શૌચાલયો બનાવ્યા, જન ધન યોજનામાં 50 કરોડથી વધુ બેંક ખાતા, ઉજ્જ્વલા યોજનાથી મહિલાઓને એલપીજી, આયુષ્માન ભારતથી 50 કરોડ લોકોને મફત સારવાર, PM કિસાન સમ્માન નિધિથી ખેડૂતોને સીધી સહાય. કોરોના મહામારીમાં ભારતીય વેક્સીન દ્વારા 100થી વધુ દેશોને મદદ કરી.

03

વિદેશ નીતિમાં  PM મોદીએ ભારતને વૈશ્વિક વૈશ્વિક ફલક પર મૂકી નોંધ લેવડાવી. G20ની અધ્યક્ષતા, QUAD, I2U2 જેવા મંચો પર ભારતની ભૂમિકા અભિતપૂર્વ રહી છે. ઇઝરાયેલ પેલેસ્ટાઇન બંને તરફથી સન્માન મેળવનાર વિશ્વના એકમાત્ર નેતા છે તેઓ.

લોકપ્રિયતાની વાત કરીએ તો India Today-CVoter સર્વેમાં તેમની લોકપ્રિયતા 67થી 71% છે. વિશ્વના સૌથી લોકપ્રિય નેતામાં આજે આપના દેશના PM મોદી પ્રથમ ક્રમે છે. ઇન્સ્ટાગ્રામ પર 10 કરોડથી વધુ ફોલોઅર્સ પણ આનું પ્રમાણ છે.

modi
facebook.com/narendramodi

ભારતના અન્ય વડાપ્રધાનોએ પણ મહત્ત્વનું યોગદાન તો આપ્યું જ છે પરંતુ PM મોદીનું નેતૃત્વ સૌથી વિશેષ રહ્યું છે. તેમણે ‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ’ના મંત્રને ચરિતાર્થ કરી બતાવ્યું છે. 2047 સુધી વિકસિત ભારતનું સ્વપ્ન હવે દૂર નથી! 

આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન તરીકે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું નામ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે.

(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, સમાજસેવક અને khabarchhe.comના સંસ્થાપક છે.)

About The Author

Top News

મુકેશ ખન્ના રણવીર સિંહને 'શક્તિમાન' બનવા દેશે નહીં; તેમણે કહ્યું- કરોડો રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે!

ચાર વર્ષ પહેલાં પ્રતિષ્ઠિત ભારતીય સુપરહીરો શક્તિમાન પર આધારિત એક ફિલ્મની જાહેરાત કરવામાં આવી હતી, અને એવા અહેવાલો પણ...
Entertainment 
મુકેશ ખન્ના રણવીર સિંહને 'શક્તિમાન' બનવા દેશે નહીં; તેમણે કહ્યું- કરોડો રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે!

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 20-04-2026 વાર- સોમવાર મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી

યુકે ચાર્ટર્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એક્સપોર્ટ એન્ડ ઇન્ટરનેશનલ ટ્રેડના ડાયરેક્ટર જનરલ માર્કો ફોર્જિયોને જણાવ્યું છે કે, સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ (...
World 
સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી

રશિયા જશે 3000 ભારતીય સૈનિકો, 10 ફાઇટર જેટ-5 યુદ્ધ જહાજો; જાણો શું છે મેગા ડિફેન્સ પ્લાન

ભારત અને રશિયા વચ્ચે સંરક્ષણ સહયોગને મજબૂત બનાવતો એક મહત્વપૂર્ણ કરાર હવે અમલમાં આવ્યો છે. ફેબ્રુઆરી 2025માં નવી દિલ્હી...
World 
રશિયા જશે 3000 ભારતીય સૈનિકો, 10 ફાઇટર જેટ-5 યુદ્ધ જહાજો; જાણો શું છે મેગા ડિફેન્સ પ્લાન
Copyright (c) Khabarchhe All Rights Reserved.