BYDએ સૌથી નાની કારAtto 1 લોન્ચ કરી; 380 Kmની રેન્જ, કાર નાની છે પણ કિંમત મોટી છે

BYD કંપનીએ તેની સૌથી નાની કાર લોન્ચ કરી છે. અમે વાત કરી રહ્યા છીએ BYD Atto 1 વિશે, જે કંપનીએ બેંગકોક મોટર શો દરમિયાન થાઈલેન્ડમાં લોન્ચ કરી હતી. જોકે આ કાર પહેલાથી જ વૈશ્વિક બજારમાં ઉપલબ્ધ હતી, કેટલાક બજારોમાં કંપની તેને સીગલ અથવા ડોલ્ફિન સર્ફ નામથી વેચે છે.

BYD-EV-Atto-1
BYD EV Atto 1

આ કંપનીની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર છે, જે શહેરો માટે સસ્તું અને અનુકૂળ પરિવહન પૂરું પાડવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. કંપનીએ તેને ચાર રંગ વિકલ્પોમાં લોન્ચ કરી છે, શેલ વ્હાઇટ, ક્વોન્ટમ બ્લેક, પોપ ગ્રીન અને વેલોસિટી બ્લુ. ચાલો જાણી લઈએ આ કારની કિંમતો અને અન્ય બીજી ખાસ વાતો વિશે.

કંપનીએ આ કાર થાઇલેન્ડમાં લોન્ચ કરી છે, જ્યાં તેની કિંમત 429,900 બાહ્ત (થાઇલેન્ડ ચલણ)થી શરૂ થાય છે. ભારતીય રૂપિયામાં આ કિંમત આશરે રૂ. 12.32 લાખ થાય છે. ટોચના વેરિઅન્ટની કિંમત 459,900 બાહ્ત (આશરે 13.18 લાખ રૂપિયા) છે.

BYD-EV-Atto-12
navbharattimes.indiatimes.com

આ કાર ચાર બાહ્ય રંગોમાં ઉપલબ્ધ છે અને તેમાં કાળા અને ગ્રે રંગનો આંતરિક ભાગ છે. વૈશ્વિક લાઇનઅપમાં, તે BYD ડોલ્ફિનથી નીચે છે અને થાઇલેન્ડમાં બ્રાન્ડની સૌથી નાની કાર છે. તેની લંબાઈ 3925 mm, પહોળાઈ 1720 mm અને ઊંચાઈ 1590 mm છે. તેનો વ્હીલબેઝ 2500 mm છે.

થાઇલેન્ડમાં, કંપનીએ આ કારને બે વેરિઅન્ટમાં લોન્ચ કરી છે, ડાયનેમિક અને પ્રીમિયમ. આ કારમાં LED હેડલેમ્પ્સ, LED DRLs અને ટેલ લેમ્પ્સ આપવામાં આવ્યા છે. અને સાથે જ તેમાં સ્પોર્ટી રીઅર સ્પોઇલર, ફ્લોટિંગ રૂફ ડિઝાઇન, રેઇન-સેન્સિંગ વાઇપર્સ અને 15-ઇંચ એલોય વ્હીલ્સ પણ આપેલા છે.

BYD-EV-Atto-13
navbharattimes.indiatimes.com

ઇન્ટિરિયરની વાત કરીએ તો, તેમાં 7-ઇંચ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને 10.1-ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે. આ સિસ્ટમ એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે સાથે આવે છે. કાર ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ, ચામડાની સીટો, રીઅરવ્યુ કેમેરા અને અન્ય ઘણી સુવિધાઓ સાથે આવે છે.

BYD Atto 1 ખાસ કરીને શહેરી ઉપયોગ માટે ડિઝાઇન કરવામાં આવી છે. તેમાં ફ્રન્ટ-માઉન્ટેડ ઇલેક્ટ્રિક મોટર છે જે 74 hp પાવર અને 135 Nm ટોર્ક ઉત્પન્ન કરે છે. આ કાર 4.9 સેકન્ડમાં 0 થી 50 Km/hની ઝડપ પકડી લે છે. તેમાં ત્રણ ડ્રાઇવિંગ મોડ મળે છે, ઇકો, નોર્મલ અને સ્પોર્ટ.

BYD-EV-Atto-15
motoroids.com

આ કાર 30.08 kWh બેટરીથી સજ્જ છે, જે 300 Kmની રેન્જ આપે છે. તે 6.6 kW AC ચાર્જિંગ અને 30 kW સુધી ફાસ્ટ DC ચાર્જિંગને સપોર્ટ કરે છે. તેના પ્રીમિયમ વેરિઅન્ટમાં 38.88 kW બેટરી છે, જે 380 Kmની રેન્જ આપે છે.

About The Author

Related Posts

Top News

આ 6 ઉપકરણો બંધ હોવા છતા વીજળી ખેંચે છે; સરકારે વીજળી બિલને ઘટાડવાનો રસ્તો જણાવ્યો

શું તમારા ઘરમાં પણ વિવિધ ઉપકરણો સ્ટેન્ડબાય મોડમાં હોય ત્યારે પણ વીજળી વાપરે છે? જો એમ હોય, તો...
Tech and Auto 
આ 6 ઉપકરણો બંધ હોવા છતા વીજળી ખેંચે છે; સરકારે વીજળી બિલને ઘટાડવાનો રસ્તો જણાવ્યો

મુંબઈમાં પાણી ભરાવાથી પરેશાન લોકો; મેયરે જેવું કહ્યું કે, બધું નિયંત્રણમાં છે...તરત જ પાછળ તેમનો જ અધિકારી...

દેશની આર્થિક રાજધાની મુંબઈ હાલમાં ભારે વરસાદનો સામનો કરી રહી છે. બુધવારે, જ્યારે મેયર રીતુ તાવડે BMCના કામકાજનું...
National 
મુંબઈમાં પાણી ભરાવાથી પરેશાન લોકો; મેયરે જેવું કહ્યું કે, બધું નિયંત્રણમાં છે...તરત જ પાછળ તેમનો જ અધિકારી...

વેનેઝુએલામાં 7.5 તીવ્રતાના ભૂકંપ ચારે બાજુ તારાજીના દૃશ્યો, હજારોના મોતની આશંકા; ભારતે NDRF ટીમ મોકલી

વેનેઝુએલામાં સતત બે ભારે ભૂકંપના આંચકા અનુભવાયા છે. બુધવારે દેશના ઉત્તરી કિનારા નજીક એક શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેના...
World 
વેનેઝુએલામાં 7.5 તીવ્રતાના ભૂકંપ ચારે બાજુ તારાજીના દૃશ્યો, હજારોના મોતની આશંકા; ભારતે NDRF ટીમ મોકલી

અબ્દુલ્લા બન્યો 'દારોગા સિંહ', 8 વર્ષ પછી પુત્ર સાથે હિન્દુ ધર્મમાં પાછો ફર્યો; જણાવ્યું ઇસ્લામ ધર્મ કેમ અપનાવ્યો હતો

ઉત્તર પ્રદેશના સીતાપુરમાં, બુધવારે પિતા-પુત્રએ હિન્દુ ધર્મ અપનાવી લીધો. બજરંગ દળના કાર્યકરોની હાજરીમાં તેમણે ઇસ્લામનો ત્યાગ કર્યો અને દેવીના...
National 
અબ્દુલ્લા બન્યો 'દારોગા સિંહ', 8 વર્ષ પછી પુત્ર સાથે હિન્દુ ધર્મમાં પાછો ફર્યો; જણાવ્યું ઇસ્લામ ધર્મ કેમ અપનાવ્યો હતો

Opinion

ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર
ગુજરાત રાજ્યમાં દાયકાઓથી ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તામાં છે. આ સમયગાળા દરમિયાન રાજ્યે ઔદ્યોગિક વિકાસ, માળખાકીય સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય અને...
સમર્પણ, દીર્ઘદ્રષ્ટિ અને સેવાનું પ્રતીક… સુરતના અગ્રણી સમાજસેવી અશોક કાનુંનગો
સંધ્યાકાળ અને ગૌધુલી સમયનું આપણા જીવનમાં મહત્ત્વ સમજવું આવશ્યક છે
અનારબેન પટેલ એક એવું વ્યક્તિત્વ જ્યાં ભક્તિ, સેવા અને સમર્પણ ભાવનો ત્રિવેણી સંગમ છે
ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણ જેવા વ્યક્તિત્વો સમાજ માટે પ્રકાશસ્તંભ છે, જે આંખોને રોશની આપે છે અને હૃદયોને પ્રેરણા
Copyright (c) Khabarchhe All Rights Reserved.