મેક્સિકોમાં એવું શું થયું છે કે ભારત સરકારે ત્યાં ન જવા માટે કહી દીધું છે

સેના સાથે થયેલા ગોળીબારમાં કુખ્યાત ડ્રગ લોર્ડ અલ મેન્ચોના મૃત્યુ પછી સમગ્ર મેક્સિકોમાં તણાવ અને હિંસા ફેલાઈ ગઈ છે. જાલિસ્કો ન્યૂ જનરેશન કાર્ટેલ (CJNG)ના શક્તિશાળી નેતાની હત્યા પછી, તેમના સમર્થકોએ આગચંપી, ગોળીબાર અને રસ્તાઓ બ્લોક કર્યા છે. શાળાઓ બંધ કરવામાં આવી છે, ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે, અને લોકોને ઘરની અંદર રહેવાની ચેતવણી આપવામાં આવી છે. સરકાર પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનો દાવો કરે છે, પરંતુ દેશ ભય અને અનિશ્ચિતતાથી ઘેરાયેલો છે. ભારતથી લઈને યુનાઇટેડ સ્ટેટ્સ સુધીના દેશોએ ત્યાં રહેલા તેમના નાગરિકો માટે સલાહ બહાર પાડી છે.

અલ મેન્ચોના મૃત્યુ પછી ઘણા રાજ્યોમાં શાળાઓ બંધ કરવામાં આવી હતી. સ્થાનિક અને વિદેશી સરકારોએ તેમના નાગરિકોને ઘરની અંદર રહેવા વિનંતી કરી. કાર્ટેલના સભ્યોએ 20 રાજ્યોમાં 250થી વધુ સ્થળોએ રસ્તાઓ બ્લોક કરીને, વાહનોને આગ લગાવીને બદલો લીધો, અને ઘણા સ્થળોએ ગોળીબારની ઘટનાઓ બની.

Mexico-El-Menchos death
publickhabar.com

જાલિસ્કો, મિચોઆકાન અને ગુઆનાજુઆટોમાં સાત નેશનલ ગાર્ડ સૈનિકો સહિત ઓછામાં ઓછા 14 અન્ય લોકોના મોત થયાની ખબર છે, જે હિંસાની ગંભીરતા દર્શાવે છે.

જાલિસ્કોની રાજધાની, દેશનું બીજું સૌથી મોટું શહેર,ગ્વાડલાહારા, લગભગ સંપૂર્ણપણે બંધ રહ્યું. લોકો ડરના કારણે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. આ તે જગ્યા છે જ્યાં અલ મેન્ચોના કાર્ટેલનો ઉદ્ભવ થયો હતો અને તેનો સૌથી વધુ પ્રભાવ હતો.

એક સમાચાર એજન્સીના અહેવાલ મુજબ, ગ્વાડલાહારાનું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ મર્યાદિત સ્ટાફ સાથે કાર્યરત હતું. મોટાભાગની ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી, અને મુસાફરો ગભરાટની સ્થિતિમાં હતા. 64 વર્ષીય જેસિન્ટા મુર્સિયા જેવા લોકો ભયમાં મુસાફરી કરતા હોવાનું કહેવાય છે. તેઓએ કહ્યું કે, 'મને ડર લાગે છે... ક્યાંક રસ્તાઓ બંધ ન થઇ જાય, કર્ફ્યુ પણ લાગી શકે છે, કંઈપણ થઈ શકે છે. હું બિલકુલ  એકલી છું.'

ભારતીય દૂતાવાસે સોમવારે તે દેશમાં રહેતા ભારતીય નાગરિકો માટે એક નિર્દેશ બહાર પાડ્યો હતો, જેમાં તેમને સાવચેતી રાખવા અને ઘરની અંદર રહેવાની વિનંતી કરવામાં આવી હતી. ભારતીય દૂતાવાસે મદદ માટે એક નંબર બહાર પાડયો છે, +52 55 4847 7539. તેવી જ રીતે, US સ્ટેટ ડિપાર્ટમેન્ટે અમેરિકન નાગરિકો માટે ઇમરજન્સી નંબર બહાર પાડ્યો છે, US અને કેનેડાથી ફોન કરનારાઓ માટે 1-888-407-4747, અને મેક્સિકો સહિત વિદેશથી ફોન કરનારાઓ માટે +1 202-501-4444.

Mexico-El-Menchos death
abplive.com

વ્હાઇટ હાઉસે પુષ્ટિ આપી કે, યુનાઇટેડ સ્ટેટ્સે આ કામગીરીમાં ગુપ્ત માહિતી પૂરી પાડી હતી. USએ મેક્સીકન સૈન્યની પ્રશંસા કરી અને કહ્યું કે 'એલ મેન્ચો' બંને દેશો માટે એક મુખ્ય લક્ષ્ય હતું. તેના માથા પર 1.5 કરોડ ડૉલરનું ઇનામ હતું, અને 2025માં તેના કાર્ટેલને વિદેશી આતંકવાદી સંગઠન તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફેન્ટાનાઇલની હેરફેર રોકવા માટે મેક્સિકો પર દબાણ કરી રહ્યા હતા. એવી આશા છે કે આ કાર્યવાહીથી USનું દબાણ ઓછું થશે, પરંતુ લોકો હજુ પણ કાર્ટેલના આગામી પ્રતિભાવથી સાવચેત છે.

Mexico-El-Menchos death
newsnationtv.com

નિષ્ણાત ડેવિડ મોરાના મતે, આ ઘટના એક મુખ્ય વળાંક દર્શાવે છે. તેમણે ચેતવણી આપી હતી કે, અન્ય ગુનાહિત ગેંગો CJNGની નબળાઈનો ઉપયોગ કરીને તેમના નિયંત્રણનો વિસ્તાર કરી શકે છે, જેનાથી વધુ હિંસા થઈ શકે છે.

CJNGને સૌથી આક્રમક કાર્ટેલમાંનું એક માનવામાં આવે છે. તેણે અગાઉ હેલિકોપ્ટર ડાઉનિંગ, ડ્રોન દ્વારા વિસ્ફોટકો ફેંકવા અને 2020માં મેક્સિકો સિટીમાં મોટો હુમલો કરવા જેવી કાર્યવાહી કરી છે. રાષ્ટ્રપતિ શેનબૌમે અગાઉ 'કિંગપિન સ્ટ્રેટેજી'ની ટીકા કરી હતી, જેના કારણે કિંગપિનોની ધરપકડ પછી હિંસામાં વધારો થયો છે, પરંતુ હવે તેમની સરકાર યુનાઇટેડ સ્ટેટ્સ સાથે મળીને વધુ મજબૂત પગલાં લઈ રહી છે.

About The Author

Related Posts

Top News

મેક્સિકોમાં એવું શું થયું છે કે ભારત સરકારે ત્યાં ન જવા માટે કહી દીધું છે

સેના સાથે થયેલા ગોળીબારમાં કુખ્યાત ડ્રગ લોર્ડ અલ મેન્ચોના મૃત્યુ પછી સમગ્ર મેક્સિકોમાં તણાવ અને હિંસા ફેલાઈ ગઈ છે. જાલિસ્કો...
World 
મેક્સિકોમાં એવું શું થયું છે કે ભારત સરકારે ત્યાં ન જવા માટે કહી દીધું છે

સોનું 1.60 લાખને પાર, ચાંદીમાં 15,000નો ઉછાળો; નાણામંત્રીએ જણાવ્યું તેજી પાછળનું કારણ

સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે સોમવારે ભારતીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં આકાશી ઉછાળો જોવા મળ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (...
Business 
સોનું 1.60 લાખને પાર, ચાંદીમાં 15,000નો ઉછાળો; નાણામંત્રીએ જણાવ્યું તેજી પાછળનું કારણ

‘આ લોકો PMને ગાળો આપે છે...’, ભાજપના પૂર્વ સાંસદે મહિલાનું નામ પુછ્યું અને તેને આપેલો ધાબળો પાછો લઈ લીધો

રાજસ્થાનના ટોંકના ભાજપના પૂર્વ સાંસદ સુખબીર સિંહ જૌનાપુરિયાએ એક કાર્યક્રમમાં મુસ્લિમ મહિલાઓને ધાબળા આપવાનો ઇનકાર કરી દીધો હતો. તેમણે કહ્યું...
Politics 
‘આ લોકો PMને ગાળો આપે છે...’, ભાજપના પૂર્વ સાંસદે મહિલાનું નામ પુછ્યું અને તેને આપેલો ધાબળો પાછો લઈ લીધો

ગુજરાતમાં 17 જિલ્લામાં ભારે પવન સાથે માવઠાની આગાહી, હવામાન વિભાગનું ‘યલો એલર્ટ’

ફેબ્રુઆરી મહિનામાં રાજ્યના વાતાવરણમાં આવેલા અચાનક પલટાએ ખેડૂતો અને સામાન્ય જનતાની ચિંતામાં વધારો કર્યો છે. 20 ફેબ્રુઆરીના કમોસમી વરસાદ બાદ...
Gujarat 
ગુજરાતમાં 17 જિલ્લામાં ભારે પવન સાથે માવઠાની આગાહી, હવામાન વિભાગનું ‘યલો એલર્ટ’
Copyright (c) Khabarchhe All Rights Reserved.