હાર્દિક, ગોપાલ, વરુણ, અલ્પેશનું રાજકારણ કેટલું ચાલશે એ તો ભાજપ તરફી બહુમત પાટીદાર સમાજ જ નક્કી કરશે

(ઉત્કર્ષ પટેલ)

ગુજરાતમાં પાટીદાર આંદોલનનું નેતૃત્વ કરવામાં આગળ રહેલા યુવાનો હાલ ગુજરાતની રાજનીતિમાં સતત ચર્ચામાં રહે છે. આંદોલનના અંતે પાટીદાર સમાજને લાભ તો થયો છે. ગુજરાતની ભાજપ સરકારે પાટીદાર સમાજની લાગણીઓને સાચવી લેવામાં સફળતા પણ મેળવી, માંગણીઓ સ્વીકારાય અને આંદોલન દરમ્યાન થયેલા કેસો પણ પાછા ખેચવાની પ્રક્રિયા પૂર્ણતાના અંતે છે.

 02

પાટીદાર આંદોલન તો સમેટાઈ ગયું પણ આંદોલનનું નેતૃત્વ કરનારા પાટીદાર યુવાનો સક્રિય રાજનીતિમાં આવ્યા. કેટલાક ચૂંટણી લડી ધારાસભ્ય થયા તો કેટલાકને પક્ષમાં હોદ્દાઓ મળ્યા. આ યુવાનો મુખ્યતઃ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં જોડાયા અને નોંધનીય કાર્ય પણ કરી રહ્યા છે. પોતપોતાના રાજકીય પક્ષમાં રહીને તેઓ સ્થાનિક અને સામાજિક મુદ્દાઓ ઉઠાવી જનહિતના કાર્યમાં જોતરાયા છે.

હાર્દિક, લલિત, ગોપાલ, વરુણ, અલ્પેશ અને અન્ય પાટીદાર યુવાનો હાલ છૂટા છવાયા પોતાની રાજકીય મહત્વાકાંક્ષા સંતોષવા હરણફાળ ભરી રહ્યા છે પરંતુ અહીં એક વિષય ચિંતન માંગી લેનારો છે, એ છે કે... પાટીદાર સમાજથી ઉજળા આ નેતાઓ પાટીદાર વોટ ને આધારે નેતા તો બન્યા છે પણ ગુજરાતનો બહુમત પાટીદાર સમાજ BJP ને પસંદ કરે છે ત્યારે જે યુવાનો BJP માં નથી અને AAP કે કોંગ્રેસમાં છે એમને પાટીદાર સમાજ સ્વીકારશે? કે પછી સમાજ એમને BJP થી પ્રતિનિધિત્વ કરી રાજકારણ કરવા પ્રેરિત કરશે? જો આવી સ્થિતિ બનશે તો ગોપાલ ઈટાલિયા અને લલિત વસોયા જેવા યુવા નેતૃત્વ માટે આવનારો સમય કપરો બની શકે છે.

01

હાર્દિક ધારાસભ્ય તરીકે પોતાના વિસ્તારમાં કાર્યરત છે જ્યારે વરુણ, અલ્પેશ કથીરિયા આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર હશે એની મજબૂત સંભાવનાઓ છે. BJP પણ પાટીદાર આંદોલનમાં તૈયાર થયેલા યુવાનોને તક આપવાના મૂડમાં જણાઈ રહી છે જેથી પાટીદાર સમાજની વોટ બેન્ક જળવાઈ રહે અને સરકાર અડીખમ રહે. જોવાનું રહ્યું કે ગોપાલ ઈટાલિયા આમ આદમી પાર્ટીનો છેડો પકડી રાખશે કે નહીં? અહીં સમાજની ભૂમિકા ખૂબ જ અગત્યની નિર્ણાયક રહેવાની છે એટલે જે પાટીદાર યુવા નેતા પોતાના સમાજનો છેડો જાળવશે એ જ સફળ નેતૃત્વ કરી શકશે એ ચોક્કસ છે. બાકી આવનારો સમય જણાવશે કે પાટીદાર યુવા નેતાઓનું ભવિષ્ય કેટલું ઉજ્જવળ અને કેટલું અંધકારમય છે.

(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, સમાજસેવક અને khabarchhe.comના સંસ્થાપક છે.)

About The Author

Top News

બિનહરીફ જીત: વિશ્વકર્મા તો પાટીલને પણ ટપી ગયા!

ગુજરાતમાં સ્થાનીય સ્વરાજની ચૂંટણીઓમાં ફોર્મ ખેંચવાની તારીખ 15 એપ્રિલ હતી. ત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ જાહેર કર્યું...
Politics 
બિનહરીફ જીત: વિશ્વકર્મા તો પાટીલને પણ ટપી ગયા!

ડાંગમાં સાસુ અને વહુ વચ્ચે ચૂંટણીનો જંગ, એકને ભાજપે ટિકિટ આપી તો બીજીને કોંગ્રેસે

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને હવે બરાબરનો માહોલ જામ્યો છે. પાર્ટીઓએ આપેલા મેન્ડેટ બાદ હવે બધા ઉમેદવારો ફોર્મ ભર્યા બાદ પ્રચાર...
Gujarat 
ડાંગમાં સાસુ અને વહુ વચ્ચે ચૂંટણીનો જંગ, એકને ભાજપે ટિકિટ આપી તો બીજીને કોંગ્રેસે

'મારી જિંદગીમાં પહેલી વાર મને કેસ પરથી કોઈએ હટી જવા કહ્યું છે' કેજરીવાલને આવું કહેનારા જસ્ટિસ સ્વર્ણ કાન્તા શર્મા કોણ છે?

જ્યારે ભૂતપૂર્વ CM અરવિંદ કેજરીવાલે સોમવારે દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ સ્વર્ણ કાન્તા શર્માને એક્સાઈઝ પોલિસી કેસની સુનાવણીમાંથી દૂર રહેવાની અપીલ કરી...
National 
'મારી જિંદગીમાં પહેલી વાર મને કેસ પરથી કોઈએ હટી જવા કહ્યું છે' કેજરીવાલને આવું કહેનારા જસ્ટિસ સ્વર્ણ કાન્તા શર્મા કોણ છે?

મેકગ્રાએ પ્રફુલ હિંગેનું ક્રિકેટ કરિયર કેવી રીતે બદલી નાખ્યું

એક તરફ, મેદાન પર વિનાશક બોલિંગ, અને બીજી તરફ, ઘરે ખુશી... આ પ્રફુલ હિંગેના IPL ડેબ્યૂની સાચી...
Sports 
મેકગ્રાએ પ્રફુલ હિંગેનું ક્રિકેટ કરિયર કેવી રીતે બદલી નાખ્યું
Copyright (c) Khabarchhe All Rights Reserved.