'મારી જિંદગીમાં પહેલી વાર મને કેસ પરથી કોઈએ હટી જવા કહ્યું છે' કેજરીવાલને આવું કહેનારા જસ્ટિસ સ્વર્ણ કાન્તા શર્મા કોણ છે?

જ્યારે ભૂતપૂર્વ CM અરવિંદ કેજરીવાલે સોમવારે દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ સ્વર્ણ કાન્તા શર્માને એક્સાઈઝ પોલિસી કેસની સુનાવણીમાંથી દૂર રહેવાની અપીલ કરી, ત્યારે જજે પોતાનો નિર્ણય અનામત રાખ્યો અને કહ્યું, 'મેં રિક્યુસલ સંબંધિત કાયદા વિશે ઘણું શીખ્યા. મારા જીવનમાં આ પહેલી વાર છે જ્યારે કોઈએ મને પોતાને સુનાવણીથી અલગ રહેવાનું કહ્યું છે. પરંતુ મેં તેના વિશે ઘણું બધું શીખી. મને આશા છે કે હું સારો ચુકાદો આપી શકીશ.'

અરવિંદ કેજરીવાલે જસ્ટિસ સ્વર્ણ કાન્તા શર્માના ઓલ ઈન્ડિયા એડવોકેટ્સ કાઉન્સિલ (ABAP) સાથે સંભવિત વૈચારિક જોડાણનો સંકેત આપ્યો હતો. ABAPએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સહયોગી ગણાતા વકીલોનું સંગઠન છે.

દિલ્હી હાઈકોર્ટની વેબસાઇટ પરની માહિતી અનુસાર, જસ્ટિસ સ્વર્ણ કાન્તા શર્મા દિલ્હી યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાહિત્યમાં BA (ઓનર્સ) ધરાવે છે. તેમણે 1991માં LLB અને 2004માં LLMની ડિગ્રી મેળવી. જસ્ટિસ શર્મા પાસે માર્કેટિંગ મેનેજમેન્ટ, જાહેરાત અને જાહેર સંબંધોમાં ડિપ્લોમા પણ છે.

justice-swarana-kanta-sharma5
aajtak.in

માર્ચ 2022માં દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે બઢતી મેળવતા પહેલા, તેમણે રાઉઝ એવન્યુ કોર્ટમાં પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ-કમ-સ્પેશિયલ જજ (CBI) તરીકે સેવા આપી હતી. નવેમ્બર 2019માં, તેમને પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ (ઉત્તર જિલ્લો) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ 24 વર્ષની ઉંમરે મેજિસ્ટ્રેટ અને 11 વર્ષ પછી સેશન્સ જજ બન્યા. દિલ્હી જિલ્લા અદાલતોમાં તેમના લાંબા કાર્યકાળ દરમિયાન, તેમણે વિવિધ અદાલતોના અધ્યક્ષપદે રહી ચૂક્યા છે.

જસ્ટિસ સ્વર્ણ કાંત શર્માએ અનેક પુસ્તકો પણ લખ્યા છે. તેમનું પહેલું પુસ્તક, 'ડોન્ટ બ્રેક આફ્ટર અ બ્રેક-અપ', સિંગલ રહેવાનું પસંદ કરતી અથવા મુશ્કેલ બ્રેક-અપનો અનુભવ કરતી મહિલાઓને માર્ગદર્શન પૂરું પાડે છે. 'બિયોન્ડ બાગબાન' વરિષ્ઠ નાગરિકો દ્વારા સામનો કરવામાં આવતા ભાવનાત્મક અને નાણાકીય પડકારોનું વિશ્લેષણ કરે છે, જ્યારે 'તુમ્હારી સખી' મહિલાઓમાં તેમના અધિકારો અને હિંસા સામે અવાજ ઉઠાવવાના મહત્વ વિશે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરે છે. તેમની ચોથી રચના, 'લવ ફુલ સર્કલ' સાથે, ન્યાયાધીશ શર્માએ વાર્તા લખવાના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો.

Kejriwal-Swarna-Kanta2
deshbandhu.co.i

દિલ્હીના ભૂતપૂર્વ CM અરવિંદ કેજરીવાલે આ કેસમાંથી પોતાને અલગ રાખવા માટે અરજી દાખલ કરી ત્યારે ન્યાયાધીશ શર્માનું નામ વિવાદનું કેન્દ્ર બન્યું. કેજરીવાલે દાવો કર્યો કે, હાઈકોર્ટે ત્રણ મહિનાથી વધુ સુનાવણી પછી નીચલી અદાલત દ્વારા આપવામાં આવેલા નિર્દોષ છૂટવાના આદેશને માત્ર 5 મિનિટમાં જ ખોટો જાહેર કર્યો હતો.

કેજરીવાલે કહ્યું, 'મને ખરેખર આઘાત લાગ્યો અને શંકા થવા લાગી, કોર્ટ પક્ષપાતી છે કે નહીં અને મને અહીં ન્યાય મળશે કે નહીં તે અંગે ગંભીર આશંકા હતી.' કેજરીવાલે વધુમાં દલીલ કરી હતી કે, ન્યાયાધીશનો આદેશ કેજરીવાલ અને મનીષ સિસોદિયાની જામીન અરજીઓ સહિત 5 કેસોમાં ચુકાદા જેવો જ હતો.

કેજરીવાલે ન્યાયાધીશ શર્માને પોતાના મામલાથી અલગ થઇ જવાની માંગ કરતા પક્ષપાત કર્યાની આશંકા વ્યક્ત કરી હતી, અને કહ્યું હતું કે, ન્યાયાધીશ શર્માની કોર્ટમાં પેન્ડિંગ સાંસદો અને ધારાસભ્યોને સંડોવતા ફોજદારી કેસોના તેમના વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે, ફક્ત બે કેસો એવા છે કે જેની ઝડપથી સુનાવણી થઈ રહી છે.

Kejriwal-Swarna-Kanta1
hindi.news18.com

કેજરીવાલે રાજકીય આધારો તેમજ સોશિયલ મીડિયા પોસ્ટ્સના આધારે પક્ષપાતની આશંકા વ્યક્ત કરી હતી, અને કહ્યું હતું કે તેઓ 'હિતોના સંઘર્ષને સૂચવતી સોશિયલ મીડિયા પોસ્ટ્સના આધારે આ કોર્ટ તરફથી પક્ષપાતથી ખૂબ પ્રભાવિત અને ભયભીત છે.'

2023ના એક બળાત્કાર કેસમાં 3 પુરુષોને નિર્દોષ જાહેર કરવાના નિર્ણયને સમર્થન આપતા, ન્યાયાધીશ સ્વર્ણ કાંતા શર્માએ કહ્યું હતું કે, ખોટા બળાત્કારના આરોપો ખોટા આરોપીઓ પર જીવનભરના ઘા છોડી દે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે આવા કેસ ન્યાય વ્યવસ્થામાં જાહેર વિશ્વાસને ઓછો કરે છે, જેનો હેતુ જાતીય હિંસાના સાચા પીડિતોને રક્ષણ આપવાનો છે.

Kejriwal-Swarna-Kanta
livehindustan.com

15 ડિસેમ્બર, 2025ના આદેશમાં કહેવામાં આવ્યું હતું કે, 'જે આરોપી આખરે ખોટી રીતે સંડોવાયેલ હોવાનું જણાય છે તેને પ્રતિષ્ઠા ગુમાવવી, કેદ, સામાજિક કલંક અને માનસિક આઘાત જીવનભરના ઘા છોડી શકે છે, જેમ ગૌરવ અને શારીરિક અખંડિતતાનું ઉલ્લંઘન જાતીય હુમલાના સાચા કેસોમાં ઊંડા અને કાયમી ઘા છોડી દે છે.'

ફેબ્રુઆરી 2026માં, નકલી મુસાફરી દસ્તાવેજો બનાવવા અને ગેરકાયદેસર વિદેશ મુસાફરીને સરળ બનાવવાના સંગઠિત રેકેટમાં મુખ્ય સહાયક તરીકે કામ કરવાના આરોપમાં એક વ્યક્તિની આગોતરા જામીન અરજીને ફગાવી દેતા, ન્યાયાધીશ શર્માએ અવલોકન કર્યું કે, નકલી દસ્તાવેજો દ્વારા ગેરકાયદેસર સ્થળાંતર ફક્ત વ્યક્તિઓ વચ્ચેના ખાનગી વિવાદ સુધી મર્યાદિત નથી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આવા વર્તનથી સંકળાયેલા લોકો માટે ગંભીર જોખમો ઉભા થાય છે અને આંતરરાષ્ટ્રીય સમુદાયમાં દેશની પ્રતિષ્ઠા પર પ્રતિકૂળ અસર થવાની સંભાવના છે.

વૈવાહિક વિવાદમાં ભરણપોષણ આપવા સંબંધિત કેસનો સામનો કરતી વખતે, ન્યાયાધીશ શર્માએ ટિપ્પણી કરી હતી કે, બિન-કમાણી જીવનસાથી આળસુ છે, તે ખ્યાલ ઘરેલું યોગદાનની ગેરસમજ દર્શાવે છે. ફેબ્રુઆરીમાં બહાર પાડવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું હતું કે, 'એક ગૃહિણી' નકામી નથી બેસતી', તે એવું કામ કરે છે જે કમાતા જીવનસાથીને અસરકારક રીતે કામ કરવા સક્ષમ બનાવે છે. ભરણપોષણના દાવાઓનો નિર્ણય લેતી વખતે આ યોગદાનને અવગણવું અવાસ્તવિક અને અન્યાયી હશે.'

Kejriwal-Swarna-Kanta4
livehindustan.com

જનકપુરી રોડની વચ્ચે ખોદવામાં આવેલા 14 ફૂટ ઊંડા ગટરના ખાડામાં પડી જવાથી ખાનગી બેંક કર્મચારીના મૃત્યુના આરોપી બે લોકોની આગોતરા જામીન અરજીને ફગાવી દેતા, જસ્ટિસ શર્માએ ટિપ્પણી કરી હતી કે, સામાન્ય લોકોના કિંમતી જીવન ભગવાનની દયા પર છોડી શકાય નહીં. 25 ફેબ્રુઆરી, 2026ના રોજ, જસ્ટિસ શર્માએ કહ્યું હતું કે, 'મૂળભૂત સલામતીના પગલાં લીધા વિના વ્યસ્ત રસ્તાઓ પર ખોદકામ કરતી વખતે સામાન્ય લોકોના કિંમતી જીવન ભગવાનની દયા પર છોડી શકાય નહીં.'

દિલ્હીના CM રેખા ગુપ્તાએ એક કાર્યક્રમને સંબોધિત કરતી વખતે ભૂતપૂર્વ CM અરવિંદ કેજરીવાલ પર આકરા પ્રહાર કર્યા. તેમણે તાજેતરની ઘટનાઓનો ઉલ્લેખ કર્યો અને કેજરીવાલ પર કટાક્ષ કર્યો. CM રેખા ગુપ્તાએ દારૂના કેસ અંગે દિલ્હી હાઇકોર્ટમાં ભૂતપૂર્વ CMએ જે રીતે દલીલો રજૂ કરી તેના પર ટિપ્પણી કરી.

About The Author

Related Posts

Top News

જમીન-મિલકતની ખરીદ-વેચાણમાં હવે છેતરપિંડી નહીં થઇ શકે; બેનામી પ્રક્રિયામાં થયા મોટા ફેરફારો

ડિજિટલાઇઝેશનની પ્રક્રિયાથી હવે 'બેનામી'માં થતી છેતરપિંડી હવે બંધ થઇ જશે કરશે. આવકવેરા વિભાગ દ્વારા ઝડપી કાર્યવાહી અને...
National 
જમીન-મિલકતની ખરીદ-વેચાણમાં હવે છેતરપિંડી નહીં થઇ શકે; બેનામી પ્રક્રિયામાં થયા મોટા ફેરફારો

કર્ણાટકમાં મંત્રી બનેલા રામલિંગા રેડ્ડીને ખાતું ન ગમ્યું તો રાજીનામું આપી દીધું, CMએ કહ્યું– ' હું બધું બરાબર કરી દઈશ'

કર્ણાટકમાં પોર્ટફોલિયો (ખાતા)ની ફાળવણીને લઈને શરૂ થયેલો આંતરિક વિવાદ હવે સપાટી પર આવ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રામલિંગા રેડ્ડીએ કર્ણાટકના...
Politics 
કર્ણાટકમાં મંત્રી બનેલા રામલિંગા રેડ્ડીને ખાતું ન ગમ્યું તો રાજીનામું આપી દીધું, CMએ કહ્યું– ' હું બધું બરાબર કરી દઈશ'

ફરી નિકોબાર પ્રોજેક્ટનો મુદ્દો રાહુલે ઉઠાવ્યો, કહ્યું– 'માત્ર એક ઉદ્યોગપતિ માટે કુદરતનો વિનાશ'

કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી 'ગ્રેટ નિકોબાર આઇલેન્ડ પ્રોજેક્ટ' (Great Nicobar...
National 
ફરી નિકોબાર પ્રોજેક્ટનો મુદ્દો રાહુલે ઉઠાવ્યો, કહ્યું– 'માત્ર એક ઉદ્યોગપતિ માટે કુદરતનો વિનાશ'

મંત્રીજીએ પોતાના બનેવીને જ એડિશનલ પ્રાઇવેટ સેક્રેટરી બનાવી દીધા, નેતા કહે 'સંબંધના આધારે નહીં, કામના આધારે લીધો નિર્ણય'

કેરળના વીજળી મંત્રી સની જોસેફે શુક્રવારે તેમના બનેવીને તેમના અંગત સ્ટાફમાં નિયુક્ત કરવાના નિર્ણયનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું કે...
National 
મંત્રીજીએ પોતાના બનેવીને જ એડિશનલ પ્રાઇવેટ સેક્રેટરી બનાવી દીધા, નેતા કહે 'સંબંધના આધારે નહીં, કામના આધારે લીધો નિર્ણય'
Copyright (c) Khabarchhe All Rights Reserved.