- Astro and Religion
- ઈરાનથી લઈને વેનેઝુએલાના સુધી... શું 2026 માટે લિવિંગ નાસ્ત્રેદમસની ભવિષ્યવાણીઓ સાચી પડી રહી છે?
ઈરાનથી લઈને વેનેઝુએલાના સુધી... શું 2026 માટે લિવિંગ નાસ્ત્રેદમસની ભવિષ્યવાણીઓ સાચી પડી રહી છે?
ઈરાનમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનો અને વેનેઝુએલામાં આવી રહેલું સંકટ જેટલું ઝડપથી વધી રહ્યું છે, એટલી જ ઝડપથી વર્ષ 2026ને લઈને સોશિયલ મીડિયા પર ભવિષ્યવાણીઓ પણ સામે આવી રહી છે. આ તણાવપૂર્ણ વાતાવરણમાં ફરી એક વખત બ્રાઝિલના ભવિષ્યવેત્તા એથોસ સલોમી ચર્ચામાં આવી ગયા છે જેમને ‘લિવિંગ નાસ્ત્રેદમસ’ કહેવામાં આવે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તેમની જૂની ભવિષ્યવાણીઓને ઈરાન અને વેનેઝુએલાના વર્તમાન સંકટ સાથે જોડવામાં આવી રહી છે. હવે, લોકો વિચારી રહ્યા છે કે શું આ માત્ર એક સંયોગ છે, કે પછી સાચે જ ભવિષ્યવેત્તા એથોસ સલોમીની ભવિષ્યવાણીઓ સાચી પડી રહી છે?
લોકો અનુસાર, એથોસ સલોમીની કેટલીક 2025 અને 2026 માટે જૂની ભવિષ્યવાણીઓ ઈરાનમાં વર્તમાન પરિસ્થિતિ અને વેનેઝુએલામાં ચાલી રહેલા રાજકીય અને આર્થિક સંકટ બંને વાતો સાથે મેળ ખાય છે. એથોસ સલોમી આ વિરોધ પ્રદર્શનોનું સીધું નામ લીધું નહોતું, પરંતુ તેમણે આવી પરિસ્થિતિનો ઉલ્લેખ જરૂર કર્યો હતો. તેમના મતે, દુનિયા એક એવા યુદ્ધ તરફ આગળ વધી રહી છે જ્યાં વાસ્તવિક દબાણ હથિયારોથી નહીં, પરંતુ ટેક્નોલોજી અને ડિજિટલ માધ્યમો દ્વારા લાવવામાં આવશે.
શું લિવિંગ નાસ્ત્રેદમસે ઈરાનમાં વિરોધ પ્રદર્શનોની ભવિષ્યવાણી કરી હતી?
બ્રાઝિલના ભવિષ્યવેત્તા એથોસ સલોમી 2025 અને 2026 માટે કરેલી ભવિષ્યવાણીઓ ખૂબ જ ચર્ચામાં આવી ગઈ છે. મધ્ય પૂર્વને લઈને તેમની ચેતવણીઓમાં ઘણીવાર ટેકનોલોજી અને વધતા તણાવનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેમણે એક સંઘર્ષની વાત કરી હતી જે ડ્રોન અને સાયબર હુમલાઓ દ્વારા લડવામાં આવશે. આજે, જ્યારે ઈરાની સરકાર વિરોધને દબાવવા માટે ઇન્ટરનેટ બંધ કરી રહી છે, ત્યારે ઘણા લોકો સલોમીની એ વાત સાથે જોડી રહ્યા છે, જેમાં તેમણે શાંત યુદ્ધ એટલે કે સાઈલેન્ટ સ્ટેજની શરૂઆતનો ઉલ્લેખ કર્યો હતો.
આ ઉપરાંત, નાસ્ત્રેદમસની પંક્તિ ‘મધમાખીઓનું એક મોટું ટોળું’ને લઈને સલોમીના આધુનિક વ્યાખ્યાની પણ ચર્ચા થઈ રહી છે. તેમના મતે, આનો અર્થ ડિજિટલ જન આંદોલન સાથે છે, જે સોશિયલ મીડિયા દ્વારા લોકોનું એક સાથે જોડાવું સામેલ છે. વર્તમાન પ્રદર્શનોમાં, જ્યાં લોકો ઇન્ટરનેટ બંધ હોવા છતાં ઓનલાઈન માધ્યમો પર આધાર રાખી રહ્યા છે, તેને આના સંકેત તરીકે જોવામાં આવે છે. સલોમીનું ‘અદૃશ્ય યુદ્ધ’ પર ભાર આપવું, જેમાં સાયબર હુમલાઓ અને EMP જેવી ટેકનોલોજીઓ સામેલ છે, જે પ્રદર્શનકારીઓઓ અને સરકાર વચ્ચે ઇન્ટરનેટને લઈને ચચાલી રહેલા સંઘર્ષ સાથે સુસંગત છે.
સલોમીની ભવિષ્યવાણીમાં થયો હતો મધ્ય પૂર્વનો ઉલ્લેખ?
સલોમીની ભવિષ્યવાણીઓ અનુસાર, મધ્ય-પૂર્વમાં ચાલી રહેલી અસ્થિરતા અંતનો સંકેત નથી, પરંતુ એક મોટા વૈશ્વિક સંઘર્ષની શરૂઆત છે. તેમના મતે આગામી વર્ષમાં ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના સંઘર્ષનું સ્વરૂપ બદલાશે, જેમાં AI અને ડ્રોન જેવી ટેક્નોલોજીનો ઉપયોગ વધશે. આ ઉપરાંત, સલોમીએ એવો પણ દાવો કર્યો હતો કે ઈરાની બેઝ પર પરમાણુ હુમલો થઈ શકે છે, પરંતુ આની હજુ સુધી પુષ્ટિ થઈ નથી. કેટલાક લોકો આને ભવિષ્ય માટે ખતરનાક ચેતવણી માને છે.
શું આ ભવિષ્યવાણીઓનો વેનેઝુએલામાં ચાલી રહેલા તણાવ સાથે કોઈ સંબંધ છે?
જાન્યુઆરી 2026માં જ્યારે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની અમેરિકન સેના દ્વારા ધરપકડના સમાચાર સામે આવ્યા, ત્યારથી સલોમીની ભવિષ્યવાણીઓએ વેગ પકડ્યો. તેમના સમર્થકોનું માનવું છે કે આ ઘટના સલોમીની ભવિષ્યવાણી સાથે જોડાયેલી છે, જેમાં તેમણે ભવિષ્યવાણી કરી હતી કે ડોનાલ્ડ ટ્રમ્પ સંસાધનો પર કબજે કરીને ચીન અને રશિયાને પડકાર આપી શકે છે.
સલોમીનું કહેવું હતું કે વિશ્વ ધીમે-ધીમે એવા યુગમાં આગળ વધી રહ્યું છે જ્યાં તાકાત ખુલ્લા રાજકારણથી નહીં, પરંતુ દબાણ નાખીને કરાવેલા કરારો અને છુપાયેલ આર્થિક વ્યવસ્થા દ્વારા નજરે પડશે. તેઓ તેને ભૂ-રાજનીતિક માફિયા સિસ્ટમ કહેતા હતા. તેમના અનુયાયીઓને લાગે છે કે વેનેઝુએલાના તેલને લઈને ચાલી રહેલી રણનીતિ આ વિચારસરણી સાથે સુસંગત છે. સલોમી એવી ચેતવણી પણ આપી હતી કે વેનેઝુએલા સંકટની અસર સમગ્ર દક્ષિણ અમેરિકા પર પદસહ. ખાસ કરીને, તેમણે કહ્યું હતું કે, મોટા પાયે સ્થળાંતર થશે, જેથી બ્રાઝિલ જેવા દેશો પર ગંભીર દબાણ બની શકે છે.
શું બધી ભવિષ્યવાણીઓ સાચી પડી રહી છે?
સદીઓથી ભવિષ્યવાણીઓને લઈને પ્રશ્નો ઉભા થતાં રહ્યા છે. નાસ્ત્રેદમસની પ્રાચીન કવિતાઓ હોય કે સલોમી જેવા આધુનિક ભવિષ્યવેત્તાઓની વાતો, તેમની વાતો ક્યારેય કંઈપણ વ્યક્ત કરતા નથી. તેમના શબ્દો એવા હોય છે, જેમને બાદમાં કોઈ પણ ઘટના સાથે જોડી દેવામાં આવે છે. સ્કૉલર પણ આવું જ કહે છે કે તેમની વાતો અને કવિતાઓમાં ન તો કોઈ તારીખ કે દિવસનો ઉલ્લેખ હોય છે અને ન કોઈ નેતાનો ઉલ્લેખ હોય છે. ત્યાં માત્ર સંકેતોનો ઉપયોગ થાય છે.

