દેશમાં પહેલીવાર સુરત પોલીસે સાયબર સ્લેવરી પર વેબ સીરિઝ બનાવી

 સાયબર ક્રાઇમ સેલ સુરત સિટી દ્રારા સાયબર સ્લેવરી વેબસીરિઝ તૈયાર કરવામાં આવી છે અને સાયબર ફ્રોડના અવેરનેસ માટે એક ગુજરાતી ડ્રામા તૈયાર કરવામાં આવ્યું જે શનિવારે 14 ફેબ્રુઆરીના દિવસે સંજીવ કુમાર ઓડિટોરીયમાં ભજવાયું અને સુરત પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતના હસ્તે વેબસીરિઝ રિલીઝ કરવામાં આવી.

સાયબર ક્રાઇમ સેલના DCP બિશાખા જૈને કહ્યું કે, પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલાતો સાથે 2 મહિનાથી આ વેબસીરિઝ પર કામ ચાલતું હતું. ભારતમાંથી નોકરીની લાલચ આપીને થાઇલેન્ડ, કંબોડીયા મ્યાનમાર જેવા દેશમાં લઇ જવામાં આવે પછી તેમનાપાસપોર્ટ લઇને તેમને સાયબર ફ્રોડના ગુના ધકેલી દેવામાં આવે. આ વિશે દેશમાં પહેલો કેસ સુરતમા નોધાયો અને ભારતના 8500 યુવાનોને પાછા લાવવામાં મદદ મળી.

DCPએ કહ્યું કે, ભારતમાં પહેલીવાર સુરત સાયબર ક્રાઇમે આ પ્રકારની વેબ સીરિઝ બનાવી છે. જેના 10 એપિસોડ સાયબર સેફ સુરત યુટ્યુબ અને સોશિયલ મીડિયા ચેનલ પર જોવા મળશે.

About The Author

Related Posts

Top News

CRPF પોલીસ અધિકારી રાત્રે 2 વાગ્યે તેની પરિણીત પ્રેમિકાને મળવા ગયો, લોકોએ માર માર્યો

ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લામાંથી પ્રેમ પ્રકરણનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક યુવક તેની પરિણીત પ્રેમિકાના ઘરે રાત્રે 2 વાગ્યે...
National 
CRPF પોલીસ અધિકારી રાત્રે 2 વાગ્યે તેની પરિણીત પ્રેમિકાને મળવા ગયો, લોકોએ માર માર્યો

આખી રાત બાઇકનું એન્જિન ચાલુ રાખ્યું! આખો પરિવાર ઊંઘમાં ખતમ થઇ ગયો

આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લાના પુંગનુર શહેરમાં એક ગોઝારી ઘટના બની હતી, જેના કારણે સમગ્ર વિસ્તાર હચમચી ગયો હતો. આ ઘટનામાં...
National 
આખી રાત બાઇકનું એન્જિન ચાલુ રાખ્યું! આખો પરિવાર ઊંઘમાં ખતમ થઇ ગયો

LPG કટોકટીની વચ્ચે દરેક શહેરમાં સિલિન્ડરનું બુકીંગ વધી ગયું! સરકારે લીધા 5 મોટા નિર્ણયો

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધે મધ્ય પૂર્વમાં તણાવ વધાર્યો છે. મધ્ય પૂર્વ યુદ્ધ અને હોર્મુઝ સ્ટ્રેટમાં તેલ અને...
Business 
LPG કટોકટીની વચ્ચે દરેક શહેરમાં સિલિન્ડરનું બુકીંગ વધી ગયું! સરકારે લીધા 5 મોટા નિર્ણયો

હાર્દિક પંડ્યાએ ખરીદી 12 કરોડની ફેરારી, 'ગર્લફ્રેન્ડ' મહિકાને...

ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઘણીવાર પોતાના અંગત જીવનને કારણે હેડલાઇન્સમાં છવાયેલો રહે છે. તાજેતરમાં, તે તેની નવી...
Sports 
હાર્દિક પંડ્યાએ ખરીદી 12 કરોડની ફેરારી, 'ગર્લફ્રેન્ડ' મહિકાને...
Copyright (c) Khabarchhe All Rights Reserved.