Audi SQ8 લોન્ચ, 4 સેકન્ડમાં 100ની ઝડપ પકડે છે, પણ કિંમત છે અધધધ....

ઓડીએ ભારતીય બજારમાં તેની નવી કાર લોન્ચ કરી દીધી છે. કંપનીએ બ્રાન્ડની પ્રીમિયમ કાર ઓડી SQ8 લોન્ચ કરી છે. આ નવી કાર સ્ટાન્ડર્ડ Q8 અને ટોપ-ઓફ-ધ-લાઇન RS Q8 વચ્ચેનું અંતર પૂરું કરે છે. તેમાં 4-લિટર ટ્વીન-ટર્બો V8 એન્જિન આપવામાં આવ્યું છે.

કંપની RS Q8માં પણ આ જ એન્જિન ઓફર કરે છે. જોકે, SQ8માં એન્જિન ડિટ્યુન કરવામાં આવ્યું છે. કારનું બુકિંગ ખુલી ગયું છે. આ કાર સ્ટાન્ડર્ડ Q8 કરતા આશરે 65 લાખ રૂપિયા મોંઘી છે. તો ચાલો જાણી લઈએ આ કારની કિંમત અને અન્ય તેની મુખ્ય સુવિધાઓ વિશે.

Audi-SQ81
auto.hindustantimes.com

કંપનીએ ઓડી SQ8ને રૂ. 1.78 કરોડના પ્રારંભિક એક્સ-શોરૂમ ભાવે લોન્ચ કર્યું. અહીં તમને બતાવી દઈએ કે, ઓડી Q8ની કિંમત રૂ. 1.13 કરોડ છે, અને RS Q8 પર્ફોર્મન્સની કિંમત રૂ. 2.34 કરોડ એક્સ-શોરૂમ છે. SQ8ની કિંમત સ્ટાન્ડર્ડ ટ્રીમ કરતા રૂ. 65 લાખ રૂપિયા વધારે અને પર્ફોર્મન્સ ટ્રીમ કરતા રૂ. 56 લાખ રૂપિયા ઓછી છે.

Audi-SQ85
amarujala.com

Audi SQ8માં 4-લિટર ટ્વીન-ટર્બો V8 એન્જિન છે, જે 507 hp અને 770 Nm ટોર્ક ઉત્પન્ન કરે છે. તે 8-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ સાથે જોડાયેલ છે, જે ચારેય વ્હીલ્સને પાવર મોકલે છે. આનો અર્થ એ છે કે કાર ઓલ-વ્હીલ ડ્રાઇવ સાથે આવે છે.

Audi-SQ82
amarujala.com

કંપનીનો દાવો છે કે માત્ર 4.1 સેકન્ડમાં 0-100 Km/hની ઝડપ પકડી લે છે. તેની ટોપ સ્પીડ 250 Km/h છે. કારમાં એર સસ્પેન્શન જેવી સુવિધાઓ આપવામાં આવેલી છે. હેડલાઇન વોશર્સ સાથે SUV પર મેટ્રિક્સ LED હેડલાઇટ્સ પણ આપવામાં આવી છે.

Audi-SQ83
amarujala.com

કારના પાછળના ભાગમાં કનેક્ટેડ OLED ટેલલાઇટ સેટઅપ આપેલું છે. આ ઉપરાંત તેમાં છત પર માઉન્ટ થયેલ સ્પોઇલર અને કાળા SQ8 બેજિંગ પણ મળે છે. આ કારની લંબાઈ 5004 mm, પહોળાઈ 1995 mm, ઊંચાઈ 1708 mm છે અને તેનો વ્હીલબેઝ 2998 mm છે, જ્યારે બૂટ સ્પેસ 604 લિટર મળે છે.

Audi-SQ84
amarujala.com

SUVમાં 12.3-ઇંચ ડ્રાઇવર ડિસ્પ્લે આપવામાં આવેલો છે. આ ઉપરાંત તેમાં 10.1-ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને 8.6-ઇંચની ટચસ્ક્રીન પણ આપવામાં આવી છે, જે ચાર-ઝોન ક્લાઇમેટ કંટ્રોલનું સંચાલન કરે છે. તેમાં 17-સ્પીકર ઓડિયો સિસ્ટમ, પેનોરેમિક સનરૂફ, વાયરલેસ ફોન ચાર્જિંગ, 8 એરબેગ્સ અને 360-ડિગ્રી કેમેરા પણ આપવામાં આવ્યા છે. આ કાર લેવલ-2 ADAS સાથે આવે છે.

About The Author

Related Posts

Top News

ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણ જેવા વ્યક્તિત્વો સમાજ માટે પ્રકાશસ્તંભ છે, જે આંખોને રોશની આપે છે અને હૃદયોને પ્રેરણા

(ઉત્કર્ષ પટેલ) સ્વભાવે સરળ અને સ્પષ્ટ વ્યક્તિત્વ ધરાવતા ડૉ. મહેન્દ્રસિંહ દેવસિંહ ચૌહાણ ગુજરાતના પ્રસિદ્ધ આંખના સર્જન છે. 24 ડિસેમ્બર 1964ના...
Opinion 
ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણ જેવા વ્યક્તિત્વો સમાજ માટે પ્રકાશસ્તંભ છે, જે આંખોને રોશની આપે છે અને હૃદયોને પ્રેરણા

TMC નેતા દીપાંકર ભટ્ટાચાર્યના નિવાસસ્થાન અને ઓફિસમાંથી રૂ. 80 લાખની રોકડ મળી; જાણો શું છે આરોપ

પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લામાં, TMC નેતા સાથે જોડાયેલા વિવિધ પરિસરમાંથી ₹80 લાખ રોકડ મળી આવી છે. અહેવાલો...
Politics 
TMC નેતા દીપાંકર ભટ્ટાચાર્યના નિવાસસ્થાન અને ઓફિસમાંથી રૂ. 80 લાખની રોકડ મળી; જાણો શું છે આરોપ

ધી વરાછા કો-ઓપ. બેંકને મલ્ટી સ્ટેટ શિડ્યુલ બેંકનો દરજ્જો મળ્યો

સુરતની ધી વરાછા કો-ઓપ. બેંક લિ.,“શિડયુલ્ડ બેંક” નો પ્રતિષ્ઠિત દરજ્જો પ્રાપ્ત થયો છે. અગાઉથી “મલ્ટી સ્ટેટ કો-ઓપરેટિવ બેંક”...
Gujarat 
 ધી વરાછા કો-ઓપ. બેંકને મલ્ટી સ્ટેટ શિડ્યુલ બેંકનો દરજ્જો મળ્યો

AMCના પદાધિકારીઓની વરણી, હિતેશ બારોટ અમદાવાદના નવા મેયર, ડેપ્યુટી મેયર તરીકે...

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ખાતે આજે યોજાયેલી પહેલી બોર્ડ બેઠકમાં ભાજપ હાઈકમાન્ડ દ્વારા મોકલવામાં આવેલું બંધ કવર ખોલીને આગામી...
Gujarat 
AMCના પદાધિકારીઓની વરણી, હિતેશ બારોટ અમદાવાદના નવા મેયર, ડેપ્યુટી મેયર તરીકે...
Copyright (c) Khabarchhe All Rights Reserved.