'અમારા તમામ નિર્ણયો સોનિયા ગાંધી લે છે', કોંગ્રેસ અધ્યક્ષ ખડગે આવું કેમ કહે છે?

શું કર્ણાટકમાં CM બદલાઈ જશે? શું DK શિવકુમાર CM સિદ્ધારમૈયાનું સ્થાન લેશે? આ તમામ એવા સવાલો છે કે જે કોંગ્રેસ પાર્ટીના નેતાઓ અને કાર્યકરોમાં અનેક વખત ઉભા થયા છે. એટલું જ નહીં, DK શિવકુમારના સમર્થકોએ ઘણી વખત દાવો કર્યો છે કે, CM સિદ્ધારમૈયા અને DK શિવકુમાર દરેક અઢી વર્ષ સેવા આપશે, પરંતુ આવું કંઈ થયું નથી.

કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ ફરી એકવાર CM સિદ્ધારમૈયા અને DyCM DK શિવકુમારને લઈને ચાલી રહેલા વિવાદ પર ચર્ચા કરી છે. ખડગેએ ગુરુવારે કહ્યું હતું કે, પાર્ટી શક્ય તેટલી વહેલી તકે આ મુદ્દાનો ઉકેલ લાવશે. કર્ણાટકના ગૃહમંત્રી G પરમેશ્વરે કહ્યું હતું કે, 'જો ખડગે CM બનશે, તો શાસક કોંગ્રેસ પાર્ટીમાં દરેક તેમનું સ્વાગત કરશે' તેના એક દિવસ પછી આ ઘટનાક્રમ સામે આવ્યો છે.

Mallikarjun-Kharge
livehindustan.com

મીડિયા સાથે વાત કરતા, ખડગેએ આ અટકળોને ફગાવી દીધી અને કહ્યું કે, સોનિયા ગાંધી તે અંગેના નિર્ણયો લે છે. તેમણે કહ્યું, 'તમે (મીડિયા), તેઓ (પરમેશ્વર), અને ટોચ પરના લોકો કહો છો કે, મારા માટે CM બનવું વધુ સારું રહેશે. પરંતુ સોનિયા ગાંધી મારા વિશેના નિર્ણયો મારી વિચારધારા અને પાર્ટી પ્રત્યેની મારી અત્યાર સુધીની સેવાના આધારે લે છે, નસીબના આધારે નહીં.'

તેમણે આગળ કહ્યું, 'પરંતુ, તે પ્રશ્ન હમણાં ઉભો જ થતો નથી. અહીં પહેલેથી જ એક CM છે. જો સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને મારે સંયુક્ત રીતે પરિવર્તન તરફ નિર્ણય લેવો પડે, તો તેમાં થોડો સમય લાગશે. ચાલો જોઈએ શું થાય છે.'

Mallikarjun-Kharge2
khabargaon.com

DyCM DK શિવકુમારના સમર્થકો 2023ની વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીની જીત પછી CM સિદ્ધારમૈયા સાથે થયેલા સત્તા-વહેંચણી કરાર અનુસાર તેમના પ્રમોશન માટે દબાણ કરી રહ્યા છે.

કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તનની અટકળો વચ્ચે, પરમેશ્વરે બુધવારે કહ્યું કે, શાસક કોંગ્રેસ પાર્ટીમાં દરેક વ્યક્તિ ખડગેના CM બનવાનું સ્વાગત કરશે.

ગયા વર્ષે નવેમ્બરમાં કર્ણાટકમાં કોંગ્રેસ સરકારે પોતાનો અડધો કાર્યકાળ પૂર્ણ કર્યો હોવાથી CM સિદ્ધારમૈયા અને DyCM DK શિવકુમાર વચ્ચે સત્તા સંઘર્ષ વધુ તીવ્ર બન્યો. DKS પાર્ટીના અનેક ધારાસભ્યો અને MLC દિલ્હીમાં છાવણી નાખીને પાર્ટી હાઇકમાન્ડ પર દબાણ લાવ્યા જેથી તેમને આગામી CM બનાવવામાં આવે. DyCM DK શિવકુમારે એવો દાવો કરીને અટકળોને વધુ વેગ આપ્યો કે 2023ની ચૂંટણીમાં કોંગ્રેસના પ્રચંડ વિજય પછી તરત જ 'પાંચ કે છ નેતાઓ' વચ્ચે નેતૃત્વ પરિવર્તન અંગે 'ગુપ્ત કરાર' થયો હતો. DyCM DK શિવકુમારે પહેલી વાર આ સત્તા કરારનો ઉલ્લેખ કર્યો હતો, પરંતુ વધુ વિગતો આપવાનું ટાળ્યું હતું. તેમણે કહ્યું કે તે એક ગુપ્ત બાબત છે. તેમને કહ્યું કે, 'હું આ અંગે જાહેરમાં ટિપ્પણી કરવા માંગતો નથી.'

Mallikarjun-Kharge1
jansatta.com

20 નવેમ્બર, 2025ના રોજ કોંગ્રેસ સરકારના 5 વર્ષના કાર્યકાળના અડધા ભાગ પછી CM પદમાં સંભવિત ફેરફાર અંગે અટકળો વચ્ચે શાસક પક્ષમાં નેતૃત્વનો ઝઘડો વધુ તીવ્ર બન્યો છે. 2023માં સરકારની રચના સમયે CM સિદ્ધારમૈયા અને DyCM DK શિવકુમાર વચ્ચે કથિત 'સત્તા-વહેંચણી' કરારે આ અટકળોને વધુ વેગ આપ્યો છે.

2023ની કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના વિજય પછી, પાર્ટી હાઇકમાન્ડ CM પદના ઉમેદવાર અંગે અનિશ્ચિત હતું. ઘણા દિવસોની ચર્ચા-વિચારણા પછી, પાર્ટીએ CM સિદ્ધારમૈયાનું નામ આગળ મૂક્યું, તેમની વરિષ્ઠતા અને લોકપ્રિયતાનો હવાલો આપ્યો. જોકે, અહેવાલો અનુસાર, સર્વસંમતિ થઈ હતી કે, DyCM DK શિવકુમાર સરકારના બીજા કાર્યકાળમાં કાર્યભાર સંભાળશે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 06-06-2026 વાર- શનિવાર મેષ -  સંતાનો પ્રત્યે ચિંતા રહે, ધારેલો લાભ દૂર જતો લાગે, ભગવાન શિવના જાપ કરવાથી શાંતિ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

જમીન-મિલકતની ખરીદ-વેચાણમાં હવે છેતરપિંડી નહીં થઇ શકે; બેનામી પ્રક્રિયામાં થયા મોટા ફેરફારો

ડિજિટલાઇઝેશનની પ્રક્રિયાથી હવે 'બેનામી'માં થતી છેતરપિંડી હવે બંધ થઇ જશે કરશે. આવકવેરા વિભાગ દ્વારા ઝડપી કાર્યવાહી અને...
National 
જમીન-મિલકતની ખરીદ-વેચાણમાં હવે છેતરપિંડી નહીં થઇ શકે; બેનામી પ્રક્રિયામાં થયા મોટા ફેરફારો

કર્ણાટકમાં મંત્રી બનેલા રામલિંગા રેડ્ડીને ખાતું ન ગમ્યું તો રાજીનામું આપી દીધું, CMએ કહ્યું– ' હું બધું બરાબર કરી દઈશ'

કર્ણાટકમાં પોર્ટફોલિયો (ખાતા)ની ફાળવણીને લઈને શરૂ થયેલો આંતરિક વિવાદ હવે સપાટી પર આવ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રામલિંગા રેડ્ડીએ કર્ણાટકના...
Politics 
કર્ણાટકમાં મંત્રી બનેલા રામલિંગા રેડ્ડીને ખાતું ન ગમ્યું તો રાજીનામું આપી દીધું, CMએ કહ્યું– ' હું બધું બરાબર કરી દઈશ'

ફરી નિકોબાર પ્રોજેક્ટનો મુદ્દો રાહુલે ઉઠાવ્યો, કહ્યું– 'માત્ર એક ઉદ્યોગપતિ માટે કુદરતનો વિનાશ'

કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી 'ગ્રેટ નિકોબાર આઇલેન્ડ પ્રોજેક્ટ' (Great Nicobar...
National 
ફરી નિકોબાર પ્રોજેક્ટનો મુદ્દો રાહુલે ઉઠાવ્યો, કહ્યું– 'માત્ર એક ઉદ્યોગપતિ માટે કુદરતનો વિનાશ'
Copyright (c) Khabarchhe All Rights Reserved.