'પેટ્રોલના ભાવની મજા લો...', ટ્રમ્પની નાકાબંધીની યોજના પર ઈરાને આપી કડક ચેતવણી

અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ ફરી એકવાર મોટું સ્વરૂપ લઈ શકે છે અને તે લાંબુ ચાલી શકે છે. હકીકતમાં, એક મહિનાથી વધુ સમય સુધી યુદ્ધ ચાલ્યા બાદ બંને રાષ્ટ્રો ગયા અઠવાડિયે જ બે અઠવાડિયાના યુદ્ધવિરામ માટે સંમત થયા હતા. આ દરમિયાન પાકિસ્તાનમાં શાંતિ વાટાઘાટો યોજાઈ હતી. જો કે, આ વાટાઘાટો નિષ્ફળ ગઈ, અને ત્યારબાદ અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ચરમ પર પહોંચી ગયો છે.

24

જ્યા એક તરફ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર હુમલો કરવાની નવી યોજના ઘડી છે અને ઈરાની બંદરોની નાકાબંધીની જાહેરાત કરી છે, ત્યારે ઈરાન પણ હાર માનવા તૈયાર નથી. અને તેલ પુરવઠા અંગે મોટી ચેતવણી આપી નાખી છે. ઈરાનની સંસદના અધ્યક્ષ, મોહમ્મદ બાઘર ગાલિબાફે જણાવ્યું હતું કે, ‘ હવે તમને 4-5 ડોલરમાં મળનારા પેટ્રોલની યાદ આવશે.

અમેરિકા-ઈરાન વાટાઘાટોની નિષ્ફળતા બાદ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ઈરાન સામે કડક કાર્યવાહીની ધમકીઓ આપી છે. આ પગલાનો વિરોધ કરતા ઈરાનની સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાઘર ગાલિબાફે ખુલ્લેઆમ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરતા કડક ચેતવણી આપી છે. તેમણે ખાસ કરીને અમેરિકન ગ્રાહકો પર નિશાન સાધતાં લખ્યું કે, ‘વર્તમાન પેટ્રોલની કિંમતોનો આનંદ લો. આ 'નાકાબંધી'ને કારણે ટૂંક સમયમાં તમને 4-5 ડોલરમાં મળતા પેટ્રોલની યાદ આવશે.

MB-Ghalibaf2
en.puic.org

ગાલિબાફના આ નિવેદનથી એવી આશંકા વધી ગઈ છે કે આગામી દિવસોમાં હોર્મુઝ સ્ટ્રેટમાં કોઈપણ વિક્ષેપ તેલના ભાવમાં ભારે ઉછાળો લાવી શકે છે. આ પહેલાથી જ તેલ અને ગેસ કટોકટીનો સામનો કરી રહેલા વિશ્વ માટે મોટી મુશ્કેલી ઉભી થઈ શકે છે, જ્યારે વૈશ્વિક મોંઘવારીનું દબાણ પણ વધી શકે છે. નોંધનીય છે કે હોર્મુઝ સ્ટ્રેટ વૈશ્વિક તેલ પુરવઠા માટે એક મહત્ત્વપૂર્ણ દરિયાઈ માર્ગ છે; વિશ્વના કુલ તેલ વપરાશના આશરે 20% આ સ્ટ્રેટ દ્વારા પરિવહન થાય છે.

ઈરાન તરફથી આ તેલ સંબંધિત આ ચેતવણી રવિવારે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટ્રૂથ સોશિયલ પર કરવામાં આવેલી એક પોસ્ટ બાદ આપવામાં આવી છે, જેમાં તેમણે જણાવ્યું હતું કે અમેરિકા ટૂંક સમયમાં હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજોને અટકાવવાનું શરૂ કરશે. તેમણે જાહેરાત કરી હતી કે, સોમવારથી (ભારતીય સમય મુજબ સાંજે 7:30 વાગ્યે), અમેરિકન સૈન્ય ઈરાની બંદરોમાં પ્રવેશતા અથવા બહાર નીકળતા દરેક જહાજને અટકાવશે, આને એક વ્યાપક દરિયાઈ 'નાકાબંધી' ગણાવી હતી, જે વિશ્વના સૌથી મહત્ત્વપૂર્ણ તેલ માર્ગોમાંથી એકને જોખમમાં મૂકે છે.

23

અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM)એ જણાવ્યું હતું કે આ નાકાબંધી સાગર અને ઓમાનના ખાડીના કિનારે સ્થિત સુવિધાઓ સહિત ઈરાની બંદરો અને દરિયાકાંઠાના ક્ષેત્રોનો ઉપયોગ કરતા તમામ દેશોના જહાજો સામે નિષ્પક્ષ રીતે લાગુ કરવામાં આવશે.

રિપોર્ટ્સ અનુસાર, અમેરિકાની હોર્મુઝ સ્ટ્રેટ અંગેની આ કાર્યવાહી તાજેતરના અહેવાલો સાથે જોડાયેલી છે, જેમાં સામે આવ્યું હતું કે ખાડીમાં આ વ્યૂહાત્મક તેલ માર્ગમાંથી પસાર થતા કેટલાક જહાજો દ્વારા કથિત રીતે ચીની યુઆનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ ઘટનાક્રમ લાંબા સમયથી ચાલતી પેટ્રોડોલર સિસ્ટમ માટે સીધા પડકાર અને અમેરિકન પ્રતિબંધોને ટાળવાના સાધન તરીકે જોવામાં આવી રહ્યો છે. સરળ શબ્દોમાં કહીએ તો, આ નાકાબંધી શરૂ કરીને વોશિંગ્ટને ચીન અને ઈરાન પ્રત્યે પોતાનું વલણ વધુ કડક બનાવ્યું છે.

About The Author

Related Posts

Top News

ખાડામાં પલટી ગઈ દારૂ ભરેલી કાર, લોકો મદદ કરવાની જગ્યાએ દારૂની બોટલો લઇને ભાગ્યા, જુઓ વીડિયો

બિહારના સમસ્તીપુરમાં માર્ગ અકસ્માત બાદ દારૂની લૂંટનો એક ચોંકાવનારો બનાવ પ્રકાશમાં આવ્યો છે. દલસિંહસરાયમાં NH-28 પર ભારે વરસાદ વચ્ચે, ...
National 
ખાડામાં પલટી ગઈ દારૂ ભરેલી કાર, લોકો મદદ કરવાની જગ્યાએ દારૂની બોટલો લઇને ભાગ્યા, જુઓ વીડિયો

હવે ચાર્જિંગની ચિંતા ખતમ! શું છે REEV, જે બદલી શકે છે EVની દુનિયાને?

ભારતમાં ઇલેક્ટ્રિક કારોની માંગ સતત વધી રહી છે, પરંતુ ચાર્જિંગ સ્ટેશન દરેક જગ્યાએ સરળતાથી ઉપલબ્ધ નથી. લાંબા અંતરની મુસાફરી...
Tech and Auto 
હવે ચાર્જિંગની ચિંતા ખતમ! શું છે REEV, જે બદલી શકે છે EVની દુનિયાને?

UKમાં ફ્લાઇટ્સ વ્યવસ્થા ખોરવાઈ..., મુંબઈથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ઝુરિચમાં ઉતારવામાં આવી

એર ઇન્ડિયાની ફ્લાઇટ AI 131, જે લંડનના હીથ્રો એરપોર્ટ પર ઉતરવાની હતી, તેને બુધવારે ઝુરિચ તરફ વાળવામાં આવી હતી....
World 
UKમાં ફ્લાઇટ્સ વ્યવસ્થા ખોરવાઈ..., મુંબઈથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ઝુરિચમાં ઉતારવામાં આવી

'હું એટલી બધી શક્તિનો ઉપયોગ કરીશ કે તેમને ઠંડા પાડી દઈશ...,આ ગોરખપુર પોલીસ છે?' હડતાળ પર બેઠેલા વિદ્યાર્થીઓને ઇન્સ્પેક્ટરની ધમકી!

ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો કોઈ શેરી, ચોક કે પોલીસ સ્ટેશનનો નથી, ...
National 
'હું એટલી બધી શક્તિનો ઉપયોગ કરીશ કે તેમને ઠંડા પાડી દઈશ...,આ ગોરખપુર પોલીસ છે?' હડતાળ પર બેઠેલા વિદ્યાર્થીઓને ઇન્સ્પેક્ટરની ધમકી!
Copyright (c) Khabarchhe All Rights Reserved.