‘જો તું સત્તામાં આવીશ તો શું તારા બાપના પૈસામાંથી કામ કરીશ..’ ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી આવું કેમ બોલ્યા?

રાજ્યમાં 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 84 નગરપાલિકા અને 260 તાલુકા પંચાયતની ચૂંટણીને લઈ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) દ્વારા ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે, ચૂંટણી અધિકારી દ્વારા આજે ઉમેદવારી પત્રકોની ચકાસણી કરવામાં આવશે. ઉમેદવારી ફોર્મ ચકાસણીના છેલ્લા દિવસે ગરમા ગરમી જોવા મળી શકે છે. આ દરમિયાન ફોર્મ રદ થતા ઉમેદવારો ભારે હંગામો પણ મચાવી શકે છે.

જોકે, ફોર્મ ચકાસણી પૂર્ણ થયા બાદ ઉમેદવારો દ્વારા ઉમેદવારી ફોર્મ પાછા ખેંચવામાં આવશે. આ દરમિયાન અનેક ઉમેદવારો દ્વારા હરીફ ઉમેદવારોને ફોર્મ પરત ખેંચી લેવા માટે સામ, દામ, દંડ અને ભેદનો ભરપૂર પ્રયાસ કરવામાં આવશે. 15 એપ્રિલના ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસ બાદ કુલ કેટલા ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ રહેશે તે સ્પષ્ટ થશે. આ દરમિયાન વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીનું એક નિવેદન ખૂબ જ ચર્ચામાં આવ્યું છે.

28

ઉલ્લેખનીય છે કે, વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સામસામે આવી ગયા છે. કુમાર કાનાણીએ સભા ગજવતા કહ્યું કે, ‘હું લાઈવમાં વિકાસની વાત કરતો હતો ત્યારે એક 'AAP' વાળાએ કહ્યું કે આ તો પ્રજાના ટેક્સના પૈસા છે. અરે ભાઈ, પ્રજાના જ પૈસા હોય ને! પણ હું એને પૂછવા માંગુ છું કે જો તું સત્તામાં આવીશ તો શું તારા બાપના પૈસાથી વિકાસ કરીશ?’

ગુજરાત ફર્સ્ટના અહેવાલ મુજબ કુમાર કાનાણી જ્યારે સોશિયલ મીડિયા પર લાઈવ હતા, ત્યારે કોઈ યુઝરે એવી કોમેન્ટ કરી હતી કે તમે જે વિકાસના કામો કરો છો તે જનતાના ટેક્સના પૈસાથી થાય છે. આ ટીકાનો જવાબ આપવા માટે કુમાર કાનાણીએ જાહેર મંચ પસંદ કર્યો હતો. સભાને સંબોધતા ધારાસભ્યએ આકરા શબ્દોમાં કહ્યું કે, ‘ઘણા લોકો કહે છે કે આ તો જનતાના પૈસા છે. હા, ચોક્કસ જનતાના જ પૈસા છે અને અમે તે પૈસાનો યોગ્ય જગ્યાએ જ ઉપયોગ કરીએ છીએ. પરંતુ જે ટીકા કરે છે તેમને મારે પૂછવું છે કે, જો તું સત્તામાં આવીશ તો શું તારા બાપના પૈસામાંથી કામ કરીશ?’

31

કાનાણીના આ આક્રમક તેવર જોઈને સભામાં સોપો પડી ગયો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરકાર જનતા પાસેથી ટેક્સ ઉઘરાવે છે અને તેના દ્વારા જ રસ્તા, પાણી અને ડ્રેનેજ જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. આમાં કંઈ નવું નથી, પરંતુ ટીકાખોરો માત્ર વિરોધ કરવા માટે વિરોધ કરી રહ્યા છે. અગાઉ પણ કુમાર કાનાણી ટ્રાફિક પોલીસ અને સ્થાનિક મુદ્દે ઓડિયો ક્લિપ કે વીડિયોને કારણે ચર્ચામાં રહ્યા છે. આ નવો વીડિયો હવે રાજકીય આલમમાં ચર્ચાનો વિષય બન્યો છે.

About The Author

Related Posts

Top News

યુરોપમાં ગરમીએ કાળો કેર વર્તાવ્યો! સરકારી એજન્સીના આંકડા બળબળતા તાપને કારણે 1000થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા

પશ્ચિમ યુરોપના મોટા ભાગોમાં રેકોર્ડબ્રેક ગરમીએ તબાહી મચાવી છે. તીવ્ર ગરમીથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશોમાં ફ્રાન્સનો સમાવેશ થાય છે. ફ્રેન્ચ...
World 
યુરોપમાં ગરમીએ કાળો કેર વર્તાવ્યો! સરકારી એજન્સીના આંકડા બળબળતા તાપને કારણે 1000થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા

UPની ચૂંટણીમાં કોંગ્રેસે અડધી બેઠકો માંગી; માયાવતીના વખાણ કર્યા, અખિલેશ ટેન્શનમાં

આગામી ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે INDIA ગઠબંધનમાં ચેકમેટનો ખેલ શરૂ થઈ ગયો છે. કોંગ્રેસના નવનિયુક્ત ઉત્તર પ્રદેશ પ્રભારી રાજેન્દ્ર...
National 
UPની ચૂંટણીમાં કોંગ્રેસે અડધી બેઠકો માંગી; માયાવતીના વખાણ કર્યા, અખિલેશ ટેન્શનમાં

પ્લેટફોર્મ ટિકિટ હોવા છતા ₹500નો દંડ કેમ ફટકારવામાં આવ્યો? TTEએ જણાવ્યું કારણ

  લોકો ઘણીવાર રેલવે સ્ટેશનો પર સંબંધીઓ કે મિત્રોને છોડવા આવેલા માટે પ્લેટફોર્મ ટિકિટ ખરીદે છે. પરંતુ, શું તમે જાણો...
Business 
પ્લેટફોર્મ ટિકિટ હોવા છતા ₹500નો દંડ કેમ ફટકારવામાં આવ્યો? TTEએ જણાવ્યું કારણ

E20 પેટ્રોલ ફરજિયાત કેમ? જૂના વાહનો માટે E5 કે E10નો વિકલ્પ કેમ નથી આપી રહી સરકાર?

શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમે જે પેટ્રોમને તમારી કાર કે બાઇકમાં ભરાવો છે, તે કોના હિતોમાં ફેરફાર થઇ...
Tech and Auto 
E20 પેટ્રોલ ફરજિયાત કેમ? જૂના વાહનો માટે E5 કે E10નો વિકલ્પ કેમ નથી આપી રહી સરકાર?
Copyright (c) Khabarchhe All Rights Reserved.