ટાટા મોટર્સની કારોના ભાવમાં 1 એપ્રિલથી થશે વધારો, જાણો કેટલી મોંઘી થશે

ટાટા મોટર્સે પોતાની કારના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. કંપની 1 એપ્રિલથી તેના તમામ ઇન્ટરનલ કમ્બશન એન્જિન (ICE) વાહનોના ભાવમાં વધારો કરવાની તૈયારીમાં છે. ટાટા મોટર્સે જણાવ્યું હતું કે કંપનીની પેટ્રોલ, ડીઝલ અને CNG કારના ભાવમાં 1 એપ્રિલથી 0.5 ટકાનો વધારો થશે. કંપનીએ આ ભાવ વધારાને સતત વધતા ઇનપુટ કોસ્ટને આભારી ગણાવ્યો છે. બ્રાન્ડે સ્પષ્ટતા કરી છે કે આ વધારો તમામ મોડેલ અને વેરિયન્ટ્સ પર કરવામાં આવ્યો છે. મતલબ સ્પષ્ટ છે કે, જો તમે ટાટાની કાર ખરીદવાનું આયોજન કરી રહ્યા છો, તો તમારે 1 એપ્રિલથી તેના માટે વધુ ચૂકવણી કરવી પડશે.

કિંમતોમાં કેટલો વધારો થશે?

કાર અને વેરિયન્ટના ભાવના આધાર પર  આ ભાવ વધારો 2285 રૂપિયાથી લગભગ 13000 રૂપિયા સુધીનો હોઈ શકે છે. જોકે, ટાટા મોટર્સે એ સ્પષ્ટ કર્યું નથી કે કયા મોડેલમાં સૌથી વધુ ભાવ વધારો થશે. અહી સુધી કે, કંપનીએ બધા મોડેલો માટે નવી કિંમત પણ જાહેર કરી નથી.

ટાટા મોટર્સની સૌથી સસ્તી કાર ટિયાગો છે, જેની શરૂઆતી કિંમત 4.57 લાખ રૂપિયા છે. તેનાથી વિપરીત, ટાટા સફારી કંપનીની સૌથી મોંઘી કાર છે, જેની કિંમત 13.29 લાખ રૂપિયાથી શરૂ થાય છે.

tata-motors6
cars.tatamotors.com

માત્ર ટાટાએ જ પોતાની કારના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી નથી. આ અગાઉ મર્સિડીઝ-બેન્ઝ અને BMWએ પણ તેમના વાહનોના ભાવમાં વધારો જાહેર કર્યો હતો. આ બંને કંપનીઓ 1 એપ્રિલથી તેમના વાહનોના ભાવમાં 2 ટકાનો વધારો કરશે.

આ કંપનીઓએ આ ભાવ પાછળ રૂપિયાના મૂલ્યમાં ઘટાડો અને સપ્લાય ચેઇનને કારણો ગણાવ્યા છે. એવી શક્યતા છે કે અન્ય કાર બ્રાન્ડ્સ પણ ટૂંક સમયમાં તેમના વાહનોના ભાવમાં વધારો જાહેર કરી શકે છે. વાધેલા ભાવ 1 એપ્રિલથી અમલમાં આવશે. હાલમાં, મારુતિ, હ્યુન્ડાઇ અને અન્ય ઘણી કંપનીઓએ હજુ સુધી કોઈ ભાવ વધારાની જાહેરાત કરી નથી.

પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં પણ વધારો

નોંધનીય છે કે ટાટા મોટર્સે માત્ર તેની પેટ્રોલ, ડીઝલ અને CNG કાર માટે ભાવ વધારાની જાહેરાત કરી છે. કંપનીએ તેના ઇલેક્ટ્રિક વાહનોના ભાવ અંગે કોઈ માહિતી આપી નથી.

tata-motors4
cars.tatamotors.com

આ તો રહી કારના ભાવ વધારાની વાત. આ ઉપરાંત, તમામ તેલ કંપનીઓએ પણ તેમના પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં વધારો કર્યો છે. સામાન્ય પેટ્રોલના ભાવમાં કોઈ ફેરફાર અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાથી 2.35 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે.

About The Author

Related Posts

Top News

પતિએ વારસામાં મળેલી જમીન વેચીને પત્નીને સરકારી ટીચર બનાવી, પણ પત્નીએ દગો આપ્યો, પ્રેમી સાથે પકડાઈ

વૈશાલીથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જે સંબંધો, વિશ્વાસ અને પરિવાર પર ઘણા પ્રશ્નો ઉભા કરે છે. એક...
National 
પતિએ વારસામાં મળેલી જમીન વેચીને પત્નીને સરકારી ટીચર બનાવી, પણ પત્નીએ દગો આપ્યો, પ્રેમી સાથે પકડાઈ

કરોડપતિ જીજા-સાળી બન્યા ચોર, વાપી GIDCના અધિકારીના બંગલામાંથી સોનાના દાગીના ચોર્યા

વાપી GIDC કચેરીના અધિકારીના બંગલામાં પ્રવેશી અંદરથી સોનાના દાગીના પર હાથ સાફ કરી ફરાર થયેલા બે આરોપીની LCBએ ધરપકડ...
Gujarat 
કરોડપતિ જીજા-સાળી બન્યા ચોર, વાપી GIDCના અધિકારીના બંગલામાંથી સોનાના દાગીના ચોર્યા

તોલે દોઢ લાખનું સોનું તો આમપણ જનતા નથી ખરીદી શકવાની, ચૂંટણી પૂરી થતા જ ‘સંકટ’ યાદ આવ્યું! અખિલેશ યાદવના પ્રહારો

ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે જ દેશમાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલી સાત...
National 
તોલે દોઢ લાખનું સોનું તો આમપણ જનતા નથી ખરીદી શકવાની, ચૂંટણી પૂરી થતા જ ‘સંકટ’ યાદ આવ્યું! અખિલેશ યાદવના પ્રહારો

MGએ લોન્ચ કરી Majestor; સેગમેન્ટમાં સૌથી મોટી, જબરદસ્ત ફીચર્સ, પણ કિંમત પણ વધુ છે

મોરિસ ગેરેજ એટલે કે, MG મોટર્સે, ભારતીય બજારમાં તેની નવી ફ્લેગશિપ SUV, Majestorને સત્તાવાર રીતે લોન્ચ કરી...
Tech and Auto 
MGએ લોન્ચ કરી Majestor; સેગમેન્ટમાં સૌથી મોટી, જબરદસ્ત ફીચર્સ, પણ કિંમત પણ વધુ છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.