IPLની ટીમની માલિક કાવ્યા મારને પાકિસ્તાની સ્પિનરને 2.34 કરોડમાં ખરીદ્યો, સનરાઇઝર્સ લીડ્સનું X એકાઉન્ટ સસ્પેન્ડ

ઇંગ્લેન્ડની ફ્રેન્ચાઇઝી લીગ, ‘ધ હંડ્રેડમાટે ખેલાડીઓની હરાજી બાદ સનરાઇઝર્સ લીડ્સ અચાનક વિવાદમાં ફસાઈ ગઈ છે. ગુરુવારે (12 માર્ચ) યોજાયેલી 2026 સીઝનની હરાજી દરમિયાન ટીમે પાકિસ્તાની મિસ્ટ્રી સ્પિનર અબરાર અહમદને 1.90 લાખ પાઉન્ડમાં (લગભગ 2.34 કરોડ રૂપિયા)માં ખરીદ્યો હતો, ત્યારબાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ભારે બહેસ છેડાઈ ગઈ છે. આ નિર્ણય એટલે ચર્ચામાં છે કારણ કે, ‘ધ હંડ્રેડના ઇતિહાસમાં પહેલીવાર ભારતીય માલિકી ધરાવતી ફ્રેન્ચાઇઝીએ તેની ટીમમાં પાકિસ્તાની ખેલાડીને જોડ્યો છે.

અબરાર અહમદની ખરીદી બાદ ભારતમાં ઘણા ક્રિકેટ ફેન્સે સોશિયલ મીડિયા પર પોતાનો નારાજગી વ્યક્ત કરી. યુઝર્સ સનરાઇઝર્સ ફ્રેન્ચાઇઝી અને તેના CEO કાવ્યા મારનને નિશાન બનાવતા કહી રહ્યા છે કે, પાકિસ્તાની ખેલાડીને સાઇન કરવો એ રાષ્ટ્રીય ભાવના વિરુદ્ધ છે. કેટલાક યુઝર્સે એવો પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે જ્યારે પાકિસ્તાની ખેલાડીઓ 2008 બાદ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં રમ્યા નથી ત્યારે કોઈ ભારતીય માલિકીની ટીમ આવું પગલું કેવી રીતે લઈ શકે છે. નોંધનીય છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચેના રાજકીય તણાવને કારણે, 2008 બાદ પાકિસ્તાની ખેલાડીઓ IPLમાં ભાગ લઈ શકતા નથી.

X-account
aajtak.in

લંડનમાં આયોજિત હરાજી દરમિયાન કાવ્યા મારન પોતે ઓક્શન ટેબલ પર હાજર હતી. તેની સાથે ટીમના હેડ કોચ ડેનિયલ વેટોરી પણ હતા. હરાજી દરમિયાન સનરાઇઝર્સ લીડ્સે ટ્રેન્ટ રોકેટ્સને પાછળ છોડતા અબરાર અહમદને પોતાની ટીમમાં સામેલ કર્યો. અબરારને ખરીદ્યાના થોડા કલાકો બાદ સનરાઇઝર્સ લીડ્સનું સત્તાવાર X એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું. જો કે, પ્લેટફોર્મે હજુ સુધી એકાઉન્ટ સસ્પેન્ડ કરવા પાછળનું કારણ સ્પષ્ટ કર્યું નથી.

સનરાઇઝર્સ લીડ્સની માલિકી ભારતીય મીડિયા કંપની સન ગ્રુપ પાસે છે, જેનું નેતૃત્વ ઉદ્યોગપતિ કલાનિધિ મારન કરે છે. જૂથે ગયા વર્ષે સનરાઇઝર્સ લીડ્સની સંપૂર્ણ માલિકી હાંસલ કરી હતી. આ અગાઉ, આ ટીમ નોર્ધન સુપરચાર્જર્સ તરીકે જાણીતી હતી.

kavya-maran
sundayguardianlive.com

ટીમના હેડ કોચ ડેનિયલ વેટ્ટોરીએ જણાવ્યું કે તેમણે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ પાસેથી અબરાર અહમદ અંગે સલાહ લીધી હતી. તેની બોલિંગ કુશળતા અને મિસ્ટ્રી સ્પિન'ને જોતા ટીમે તેને ખરીદવાનો નિર્ણય લીધો. વેટ્ટોરીએ એ પણ સ્પષ્ટતા કરી કે ટીમ મેનેજમેન્ટે હરાજીમાં પાકિસ્તાની ખેલાડીઓને ખરીદવા કે નહીં તે અંગે ચર્ચા કરવા માટે ખાસ કોઈ અલગ બેઠક કરી નથી.

અબરાર અહમદ 'ધ હંડ્રેડ 2026' હરાજીમાં વેચનારો બીજો પાકિસ્તાની ખેલાડી બન્યો. તેના પહેલા પાકિસ્તાની સ્પિનર ઉસ્માન તારિકને બર્મિંગઘમ ફોનિક્સે લગભગ 1.40 લાખ પાઉન્ડ (લગભગ 1.72 કરોડ)માં ખરીદ્યો હતો.

About The Author

Related Posts

Top News

કોઈ વસ્તુ તો મૂકી દો... સુરતમાંથી નકલી ઘી બનાવતી વધુ એક કંપની ઝડપાઈ, તેલમાંથી ઘી બનાવતા

ડાયમંડ નગરી સુરત હવે નકલી વસ્તુઓ બનાવવાનું હબ બનતું જઈ રહ્યું છે. શહેરમાંથી સતત નકલી ઘી, નકલી પાન-મસાલા,...
કોઈ વસ્તુ તો મૂકી દો... સુરતમાંથી નકલી ઘી બનાવતી વધુ એક કંપની ઝડપાઈ,  તેલમાંથી ઘી બનાવતા

IPLની ટીમની માલિક કાવ્યા મારને પાકિસ્તાની સ્પિનરને 2.34 કરોડમાં ખરીદ્યો, સનરાઇઝર્સ લીડ્સનું X એકાઉન્ટ સસ્પેન્ડ

ઇંગ્લેન્ડની ફ્રેન્ચાઇઝી લીગ, ‘ધ હંડ્રેડ’ માટે ખેલાડીઓની હરાજી બાદ સનરાઇઝર્સ લીડ્સ અચાનક વિવાદમાં ફસાઈ ગઈ છે. ગુરુવારે...
Sports 
IPLની ટીમની માલિક કાવ્યા મારને પાકિસ્તાની સ્પિનરને 2.34 કરોડમાં ખરીદ્યો, સનરાઇઝર્સ લીડ્સનું X એકાઉન્ટ સસ્પેન્ડ

બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક

(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના અમરેલી જિલ્લામાં ખેડૂતોના હિત માટે અવાજ ઉઠાવનાર અને રાજકીય સામાજિક ક્ષેત્રે લાંબી સફર કરનાર એક સૌસ્વીકૃત...
Opinion 
બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક

હવામાન ચેતવણી: દેશમાં 4 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય, આગામી 7 દિવસ વરસાદ અને કરાની આગાહી

ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, માર્ચ મહિનામાં વાતાવરણમાં મોટો પલટો આવવા જઈ રહ્યો છે. હાલમાં દેશના અલગ-અલગ ભાગોમાં 4 સાયક્લોનિક...
Gujarat 
હવામાન ચેતવણી: દેશમાં 4 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય, આગામી 7 દિવસ વરસાદ અને કરાની આગાહી

Opinion

બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના અમરેલી જિલ્લામાં ખેડૂતોના હિત માટે અવાજ ઉઠાવનાર અને રાજકીય સામાજિક ક્ષેત્રે લાંબી સફર કરનાર એક સૌસ્વીકૃત નામ...
માતા-પિતાના સ્નેહનું ઋણ ચૂકવી શકાય નહીં પરંતુ તેમની સેવા કરી, આદર તથા સાથ આપીને જ થોડું ઘણું ચૂકવી શકાય
જે લોકો ચૂપચાપ સેવા કરે છે તેઓ જ આ સમાજના અસલી હીરો છે
નિર્લિપ્ત રાય-એક ધૂરંધર IPS ઓફિસર જેનાથી ગુનેગારો જ નહીં નેતા અને પોલીસ પણ ડરે છે!
ગ્રીનલેબ ડાયમંડ્સ: મુકેશભાઈ પટેલ રાષ્ટ્રભક્તિ અને પાટીદાર સમાજ પ્રત્યે અમૂલ્ય યોગદાન આપનાર વ્યક્તિત્વ
Copyright (c) Khabarchhe All Rights Reserved.