ગ્રીનલેબ ડાયમંડ્સ: મુકેશભાઈ પટેલ રાષ્ટ્રભક્તિ અને પાટીદાર સમાજ પ્રત્યે અમૂલ્ય યોગદાન આપનાર વ્યક્તિત્વ

(ઉત્કર્ષ પટેલ)

સુરત વિશ્વનું હીરા ઉદ્યોગનું હૃદય. અહીં ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગમાં પરંપરાગત કામથી આગળ વધીને વિકાસ અને નવીનતાની નવી કથા લખાઈ રહી છે. તેનું એક વિશેષ કેન્દ્ર છે ગ્રીનલેબ ડાયમંડ્સ LLP જે વિશ્વની સૌથી મોટી લેબગ્રોન (સીવીડી) ડાયમંડ ઉત્પાદક કંપનીઓમાંની એક છે. જે ગુજરાત માટે ગર્વની વાત કહી શકાય. આ કંપનીના ચેરમેન અને માલિક મુકેશભાઈ પટેલ આજે માત્ર ઉદ્યોગપતિ તરીકે જ નહીં પરંતુ વ્યવસાય, રાષ્ટ્રભક્તિ અને સમાજસેવાના વ્યક્તિત્વ તરીકે નોંધનીય સ્થાન ધરાવે છે.

04

મુકેશભાઈની સફર પિતાના વારસાથી શરૂ થાય છે. 60 વર્ષ પહેલાં સૌરાષ્ટ્રના ગામથી સુરત આવીને તેમણે હીરા વ્યવસાયની  શરૂઆત કરી. આજે મુકેશભાઈ તેમના પરિવારના સૌને સાથે લઈને આ વારસાને વૈશ્વિક સ્તરે લઈ જઈ રહ્યા છે. 2018-19માં ગ્રીનલેબની સ્થાપના સાથે તેઓએ લેબગ્રોન ડાયમંડ્સના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો. આજે કંપની 35 મેગાવોટ સોલાર પ્લાન્ટ અને વિન્ડમિલ્સ દ્વારા કાર્બનન્યુટ્રલ ઊર્જા વાપરે છે જે કાપણીના ઉત્પાદિત હીરાને વાસ્તવિક અર્થમાં 'ગ્રીન' બનાવે છે. ઉચ્ચ ગુણવત્તાના આ હીરા અમેરિકા, યુરોપ, યુએઈ, ઓસ્ટ્રેલિયા અને હોંગકોંગમાં પહોંચે છે. 2023માં GJEPCના IGJA એવોર્ડથી સન્માનિત થઈને કંપનીએ ભારતીય લેબગ્રોન ડાયમંડ ક્ષેત્રમાં અગ્રણી સ્થાન મેળવ્યું છે.

Photo-(2)

મુકેશભાઈની PM નરેન્દ્રભાઈ મોદી પ્રત્યેની અપાર શ્રદ્ધા તેમના જીવનનો અભિન્ન ભાગ છે. તેઓ માને છે કે PM નરેન્દ્રભાઈ મોદીની 'આત્મનિર્ભર ભારત', 'મેક ઈન ઈન્ડિયા' અને 'વિકસિત ભારત' નું વિઝન ગુજરાતી ઉદ્યોગપતિઓને નવી ઊંચાઈઓ આપી રહ્યું છે. 2023માં PM મોદીએ અમેરિકાની ફર્સ્ટ લેડી જિલ બાઇડનને ગ્રીનલેબનું 7.5 કેરેટનનો ગ્રીન લેબગ્રોન ડાયમંડ ભેટમાં આપ્યો હતો જે મુકેશભાઈની નિષ્ઠા અને PMના વિશ્વાસનું સુંદર પ્રતીક છે. 

03

આ શ્રદ્ધા સાથે જ એમની સનાતન સંસ્કૃતિ પ્રત્યેની ભક્તિ અનોખી છે. અયોધ્યા શ્રી રામ મંદિર માટે તેમણે સુવર્ણ મુગટ અર્પણ કર્યો – 6 કિલો વજનનો આ મુગટ 3 કિલો સોનું, 350 કેરેટ ઉચ્ચ ગુણવત્તાના લેબગ્રોન હીરા, 450 કેરેટ અન્ય રત્નો અને મોતીથી સજ્જ છે. પ્રાણપ્રતિષ્ઠા પહેલાં પરિવાર સાથે અયોધ્યા જઈને આ ભેટ અર્પણ કરી હતી. આ માત્ર ધનનું દાન નથી પરંતુ હૃદયની શુદ્ધ ભક્તિ અને ધર્મ પ્રત્યે સમર્પણનું પ્રતીક છે.

Photo-(2)

મુકેશભાઈનું યોગદાન માત્ર વ્યવસાય અને ધર્મ સુધી મર્યાદિત નથી તેઓ પાટીદાર સમાજના અગ્રણી હિતરક્ષક અને યોગદાન આપનાર વ્યક્તિત્વ છે. પાટીદાર સમાજના સામાજિક અને સાંસ્કૃતિક કાર્યોમાં તેઓ સક્રિય ભાગ લે છે. સરદારધામ જેવી સંસ્થાઓના માર્ગદર્શન હેઠળ ગ્લોબલ પાટીદાર સમુદાયના કાર્યક્રમોમાં તેમની ભાગીદારી નોંધપાત્ર છે. તેઓ સમાજના યુવાધનના શિક્ષણ, ગ્રામ વિકાસ અને સામાજિક કાર્યોમાં તન મન ધનથી યોગદાન આપે છે. તેમના CSR પ્રયાસો દ્વારા ગ્રીનલેબ ફાઉન્ડેશન દ્વારા મેડિકલ કેમ્પ, ફ્રી ડેન્ટલ ઈમ્પ્લાન્ટ્સ જેવા કાર્યો થયા છે જેમાં પાટીદાર સમાજ સહિત સમગ્ર સમુદાયને લાભ મળે છે. તેઓ માને છે કે પાટીદાર સમાજની મહેનત અને એકતા જ ગુજરાતના વિકાસનું મુખ્ય કારણ છે અને તેથી જ તેઓ સમાજના યુવાનોને સમયાંતરે માર્ગદર્શન, રોજગાર અને સન્માન આપવામાં અગ્રેસર રહે છે.

05

મુકેશભાઈ હજારો યુવાનોને રોજગારી આપે છે, સુરતના સમાજમાં લોકકલ્યાણ કાર્યો કરે છે અને પોતાના પરિવારના મૂલ્યોને જાળવી રાખે છે. તેમનું જીવન વ્યવસાય, રાષ્ટ્રભક્તિ, આધ્યાત્મિકતા અને સમાજસેવાનું અદ્ભુત સંયોજન છે. આજે ગ્રીનલેબ ડાયમંડ્સ ભારત માટે ગૌરવનું પ્રતીક કહી શકાય. તેમની સામાજિક સક્રિયતા યુવાનોને અને પાટીદાર સમાજના ભામાશાઓ માટે પ્રેરણારૂપ છે. યુવાનો એમના જીવન પરથી પ્રેરણા લઈને સમાજમાટે સમર્પિત ભાવ સાથે આગળ આવે એજ એક આદર્શ સંદેશ હશે.

(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, સમાજસેવક અને khabarchhe.comના સંસ્થાપક છે.)

About The Author

Related Posts

Top News

મુકેશ ખન્ના રણવીર સિંહને 'શક્તિમાન' બનવા દેશે નહીં; તેમણે કહ્યું- કરોડો રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે!

ચાર વર્ષ પહેલાં પ્રતિષ્ઠિત ભારતીય સુપરહીરો શક્તિમાન પર આધારિત એક ફિલ્મની જાહેરાત કરવામાં આવી હતી, અને એવા અહેવાલો પણ...
Entertainment 
મુકેશ ખન્ના રણવીર સિંહને 'શક્તિમાન' બનવા દેશે નહીં; તેમણે કહ્યું- કરોડો રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે!

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 20-04-2026 વાર- સોમવાર મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી

યુકે ચાર્ટર્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એક્સપોર્ટ એન્ડ ઇન્ટરનેશનલ ટ્રેડના ડાયરેક્ટર જનરલ માર્કો ફોર્જિયોને જણાવ્યું છે કે, સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ (...
World 
સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી

રશિયા જશે 3000 ભારતીય સૈનિકો, 10 ફાઇટર જેટ-5 યુદ્ધ જહાજો; જાણો શું છે મેગા ડિફેન્સ પ્લાન

ભારત અને રશિયા વચ્ચે સંરક્ષણ સહયોગને મજબૂત બનાવતો એક મહત્વપૂર્ણ કરાર હવે અમલમાં આવ્યો છે. ફેબ્રુઆરી 2025માં નવી દિલ્હી...
World 
રશિયા જશે 3000 ભારતીય સૈનિકો, 10 ફાઇટર જેટ-5 યુદ્ધ જહાજો; જાણો શું છે મેગા ડિફેન્સ પ્લાન
Copyright (c) Khabarchhe All Rights Reserved.