રૂ. 5000નું સ્કૂટર, 1.5 લાખનો દંડ! ટ્રાફિક પોલીસે રોક્યો તો માલિકના ઉડી ગયા હોશ

ટ્રાફિક નિયમ ભંગ કરનારાઓ પર નજર રાખવા માટે બિહારની રાજધાની પટનામાં લગાવવામાં આવેલા CCTV કેમેરા સતત કાર્યવાહી કરી રહ્યા છે. ઉલ્લંઘન થતા જ વાહન માલિકના મોબાઇલ ફોન પર ઇ-ચલણનો મેસેજ પહોંચી જાય છે. લોકો સામાન્ય રીતે ચલણ ચૂકવી દે છે, પરંતુ શહેરના રસ્તાઓ પર એક એવું સ્કૂટર ફરી રહ્યું હતું, જેને વારવાર ચલણ આપવામાં આવતું હતું. માલિકે એક વખત પણ ચૂકવ્યું ન હતું. પરિણામે, બાકી રકમ  વધતા-વધતા 143,000 થઈ ગઈ. આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે એક્ઝિબિશન રોડ ચોકડી પર તૈનાત ટ્રાફિક પોલીસે સઘન વાહન તપાસ દરમિયાન સ્કૂટર જોયું.

જ્યારે એક્ઝિબિશન રોડ ચોકડી પર લાલ સિગ્નલ પર ઊભું આ સ્કૂટરના રેકોર્ડ તેની નંબર પ્લેટનો ઉપયોગ કરીને તપાસવામાં આવ્યા, ત્યારે અધિકારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. તપાસમાં જાણવા મળ્યું કે વાહન 2012 મોડેલનું છે અને તેના જરૂરી દસ્તાવેજો લાંબા સમયથી એક્સપાયર થઈ ગયા છે. પરિવહન વિભાગની વેબસાઇટ પરથી મળેલી માહિતી અનુસાર, સ્કૂટરનું PUC 2021થી અમાન્ય છે, જ્યારે વીમો 2013થી અપડેટ કરવામાં આવ્યો નથી. આમ છતા વાહન વર્ષોથી રસ્તાઓ પર દોડી રહ્યું છે. ઉલ્લંઘન માટે સતત ચલણ જાહેર કરવામાં આવતું હતું. આ બાબત ત્યારે જ અધિકારીઓના ધ્યાન પર આવી જ્યારે કુલ બાકી ચલણ રકમ 1.43 લાખ સુધી પહોંચી ગયું.

Traffic-Challan2
prabhatkhabar.com

ટ્રાફિક પોલીસ પાસેથી મળેલી માહિતી અનુસાર, વાહનના તમામ દસ્તાવેજો, જેમાં વીમો અને PUCનો સમાવેશ થાય છે, તે સમાપ્ત થઈ ગયા હોવાનું જાણવા મળ્યું. નંબર પ્લેટ પણ જૂની હતી અને તેને હાઇ-સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટથી બદલવામાં આવી નહોતી. સાથે જ, ડ્રાઇવર ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યો હતો, જેના કારણે ટ્રાફિકની ગતિવિધિમાં અવરોધ ઊભો થયો હતો. આ કારણે, સ્કૂટર જપ્ત કરીને આગળની કાર્યવાહી માટે ટ્રાફિક વિભાગને મોકલવામાં આવ્યું છે.

રસપ્રદ વાત એ છે કે, આ આશરે 14 વર્ષ જૂના સ્કૂટરની વર્તમાન બજાર કિંમત ₹5,000 કરતા ઓછી હોવાનો અંદાજ છે. સેકન્ડ હેન્ડ માર્કેટમાં પણ, આવા વાહન માટે ખરીદનાર શોધવા મુશ્કેલ છે. અહેવાલો અનુસાર, તેની ફિટનેસ 2027માં સમાપ્ત થઇ જશે, એટલે કે રસ્તાઓ પર તેની કાયદેસર હાજરી મર્યાદિત રહેશે.

Traffic-Challan1
x.com/i/grok

ટ્રાફિક પોલીસ અધિકારીઓએ લોકોને નિયમોનું પાલન કરવા, સમયસર દંડ ભરવા અને વાહનના તમામ દસ્તાવેજો અપડેટ રાખવા વિનંતી કરી છે. આમ ન કરવા પર ભારે દંડ, વાહન જપ્તી અને કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 20-04-2026 વાર- સોમવાર મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી

યુકે ચાર્ટર્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એક્સપોર્ટ એન્ડ ઇન્ટરનેશનલ ટ્રેડના ડાયરેક્ટર જનરલ માર્કો ફોર્જિયોને જણાવ્યું છે કે, સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ (...
World 
સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી

રશિયા જશે 3000 ભારતીય સૈનિકો, 10 ફાઇટર જેટ-5 યુદ્ધ જહાજો; જાણો શું છે મેગા ડિફેન્સ પ્લાન

ભારત અને રશિયા વચ્ચે સંરક્ષણ સહયોગને મજબૂત બનાવતો એક મહત્વપૂર્ણ કરાર હવે અમલમાં આવ્યો છે. ફેબ્રુઆરી 2025માં નવી દિલ્હી...
World 
રશિયા જશે 3000 ભારતીય સૈનિકો, 10 ફાઇટર જેટ-5 યુદ્ધ જહાજો; જાણો શું છે મેગા ડિફેન્સ પ્લાન

‘કોઈ મને મહિલા વિરોધી નહીં કહી શકે’, શશિ થરૂરે કિરેન રિજિજૂ સાથેની તસવીર શેર કરી

શનિવારે, લોકસભાની કાર્યવાહી અનિશ્ચિત સમય માટે સ્થગિત થયા બાદ, તિરુવનંતપુરમના સાંસદ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે સંસદીય...
Politics 
‘કોઈ મને મહિલા વિરોધી નહીં કહી શકે’, શશિ થરૂરે કિરેન રિજિજૂ સાથેની તસવીર શેર કરી
Copyright (c) Khabarchhe All Rights Reserved.