'ઈરાન આ યુદ્ધ નહીં હારે, ભારતે...', ભૂતપૂર્વ RAW ચીફે યુદ્ધનું પરિણામ જણાવી દીધું

'રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ' (RAW)ના ભૂતપૂર્વ ચીફ અમરજીત સિંહ દુલતે દાવો કર્યો છે કે ઈઝરાયલ અને અમેરિકા સાથે ચાલી રહેલા યુદ્ધમાં ઈરાન નહીં હારે. તેમણે કહ્યું કે ઈરાન અને ભારત વચ્ચેના સંબંધો ખૂબ જૂના છે, અને ભારત હંમેશાં ઈરાનની સાથે ઉભું રહ્યું છે. આ વખતે પણ, ભારતે ઈરાનનો સાથ આપવો જોઈએ.

amarjit singh dulat
tribuneindia.com

મીડિયા સાથે વાત કરતા ભૂતપૂર્વ RAW ચીફે કહ્યું કે, ‘આ સંઘર્ષ ખૂબ જૂનો છે અને છેલ્લા 20-25 વર્ષથી ચાલી રહ્યો છે. આપણે હંમેશાં ઈરાનની સાથે રહ્યા છીએ, અને ઈરાન હંમેશાં આપણી સાથે ઉભું રહ્યું છે. એટલે આપણે ઈરાન સાથે ઉભું રહેવું જોઈએ. ઈરાન આ યુદ્ધ નહીં હારે... ભારતની ભૂમિકા યોગ્ય રહેશે.

બીજી તરફ, ભારતના વિદેશ મંત્રી, એસ. જયશંકરે જણાવ્યું છે કે ભારત સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ફરીથી ખોલવા માટે ઈરાન સાથે વાતચીત કરી રહ્યું છે. ફાઇનાન્શિયલ ટાઇમ્સને આપેલા ઈન્ટરવ્યૂમાં જયશંકરે કહ્યું હતું કે, ‘ભારત અને ઈરાન વચ્ચે એક સંબંધ છે; એક-બીજા સાથે લેવડ-દેવડનો ઇતિહાસ રહ્યો છે. અમે આ સંઘર્ષને ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ માનીએ છીએ. આ તો માત્ર શરૂઆત છે. આ ક્ષેત્રમાં આપણાં અન્ય ઘણા જહાજો છે. એટલે, વાતચીત સતત ચાલુ છે.

આ અગાઉ 12 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન સાથે વાત કરી હતી. પશ્ચિમ એશિયામાં સંઘર્ષ શરૂ થયા બાદ પહેલો અવસર હતો, જ્યારે બંને નેતાઓ વચ્ચે સીધી વાતચીત થઈ હતી. આ ફોન કોલ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય નાગરિકોની સુરક્ષા પર ભાર મૂક્યો હતો. સાથે જ એમ પણ કહ્યું કે, સામાન અને ઉર્જા પુરવઠાની સરળ અવરજવર ભારતની મુખ્ય પ્રાથમિકતાઓ છે.

S-Jaishankar
jagran.com

પશ્ચિમ એશિયામાં ઈરાન સાથે અમેરિકા અને ઇઝરાયલનું યુદ્ધ હવે ત્રીજા અઠવાડિયામાં પ્રવેશી ગયું છે. ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના વડા અલી લારીજાનીએ હવાઈ હુમલામાં ઈજવ ગુમાવ્યો હતો. ત્યારબાદ, ઈરાને તેનો બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી છે. તો, ટ્રમ્પ મધ્ય-પૂર્વમાં હજારો અમેરિકન સૈનિકો તૈનાત કરવાનું પણ વિચારી રહ્યા છે, જેના કારણે આ અઠવાડિયે સંઘર્ષનો અંત આવે તેવી શક્યતા ઓછી છે.

About The Author

Related Posts

Top News

એક્શનમાં CM વિજય, મંદિર-મસ્જિદ, શાળાઓ અને બસ સ્ટેન્ડ નજીક દારૂની દુકાનો બંધ કરવાનો આદેશ

પશ્ચિમ બંગાળની જેમ, તમિલનાડુમાં પણ નવી સરકારે સત્તા સંભાળી છે, અને શરૂઆતથી જ એક્શન મોડમાં હોય તેવું લાગે...
એક્શનમાં CM વિજય, મંદિર-મસ્જિદ, શાળાઓ અને બસ સ્ટેન્ડ નજીક દારૂની દુકાનો બંધ કરવાનો આદેશ

વોટ્સએપ પ્લસ થયું લોન્ચ, મળશે વધુ ફીચર્સ, પણ ખિસ્સા હળવા કરવા પડશે

તમે કદાચ પહેલાથી જ વોટ્સએપનો ઉપયોગ કરી જ રહ્યા છો. હવે, વોટ્સએપ પ્લસ અજમાવીને જુઓ. અસલી, નકલી વર્ઝન...
Tech and Auto 
વોટ્સએપ પ્લસ થયું લોન્ચ, મળશે વધુ ફીચર્સ, પણ ખિસ્સા હળવા કરવા પડશે

ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને LPGના સ્ટોક અંગે કેન્દ્ર સરકારે આપી બધી માહિતી

વૈશ્વિક ઉર્જા બજારમાં ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે, ભારત સરકારે દેશવાસીઓને મોટી રાહત આપતા સ્પષ્ટ કર્યું છે કે દેશમાં ઈંધણની...
National 
ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને LPGના સ્ટોક અંગે કેન્દ્ર સરકારે આપી બધી માહિતી

NEET (UG) પરીક્ષા 24 લાખ વિદ્યાર્થીઓ ફરીથી આપશે; નવી એક્ઝામ અંગે જાણો સંપૂર્ણ વિગતો

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા ગત 3 મે 2026ના રોજ લેવાયેલી NEET (UG) 2026ની પરીક્ષા સત્તાવાર રીતે...
Education 
NEET (UG) પરીક્ષા 24 લાખ વિદ્યાર્થીઓ ફરીથી આપશે; નવી એક્ઝામ અંગે જાણો સંપૂર્ણ વિગતો
Copyright (c) Khabarchhe All Rights Reserved.