AI ડીપફેકથી કંટાળીને ગૌતમ ગંભીર પહોંચ્યા દિલ્હી હાઈકોર્ટ, આ મોટી કંપનીઓને ઘેરી

ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ અને ભૂતપૂર્વ વર્લ્ડ કપ વિજેતા ગૌતમ ગંભીરે પોતાની ઓળખના કથિત દુરુપયોગને લઈને દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. તેમણે કોર્ટના વાણિજ્યિક વિભાગમાં સિવિલ દાવો દાખલ કર્યો છે, જેમાં AI ડીપફેક, નકલી વીડિયો અને મંજૂરી વિના મર્ચેડાઇઝ વેચવા સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.

ગંભીરની કાનૂની ટીમના જણાવ્યા અનુસાર, 2025ના અંતથી સોશિયલ મીડિયા પર નકલી સામગ્રીનું પ્રમાણ ઝડપથી વધ્યું છે. ઇન્સ્ટાગ્રામ, X (અગાઉ ટ્વીટર), યુટ્યુબ અને ફેસબુક પર અસંખ્ય એકાઉન્ટ્સે AI ટેક્નોલોજી, ફેસ-સ્વેપિંગ અને વોઇસ ક્લોનિંગનો ઉપયોગ કરીને ગંભીરને એવા નિવેદનો આપતા દર્શાવવામાં આવ્યા છે, જે તેમણે ખરેખર ક્યારેય આપ્યા નથી.

gambhir3
newindianexpress.com

એક નકલી રાજીનામાના વીડિયોને 29 લાખથી વધુ વ્યૂઝ મળ્યા, જ્યારે વધુ એક ક્લિપ જેમાં તેમને વરિષ્ઠ ખેલાડીઓ પર ટિપ્પણી કરતા બતાવવામાં આવ્યા છે. જેના 17 લાખ વ્યૂઝ સુધી પહોંચી ગયા હતા. ફક્ત સોશિયલ મીડિયા જ નહીં, ઇ-કોમર્સ પ્લેટફોર્મ્સ પર પણ ગંભીરના નામ અને તસવીરોનો ઉપયોગ કરીને મંજૂરી વિના પોસ્ટર અને પ્રોડક્ટ વેચાઈ રહ્યા હતા.

ગૌતમ ગંભીરે કોની સામે દાવો કર્યો?

આ કેસમાં કુલ 16 પ્રતિવાદીઓના નામ આપવામાં આવ્યા છે, જેમાં વિવિધ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ (જેમ કે જાનકી ફ્રેમ્સ, ભૂપેન્દ્ર પેન્ટોલા, લેજેન્ડ્સ રિવોલ્યુશન, વગેરે)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઈ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન અને ફ્લિપકાર્ટનું નામ આપવામાં આવ્યું છે. ટેક કંપનીઓમાં મેટા પ્લેટફોર્મ્સ, X, ગૂગલ, યુટ્યુબ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે. સાથે જ IT મંત્રાલય અને ટેલિકોમ્યુનિકેશન વિભાગને પણ સામેલ કરવામાં આવ્યા છે.

gambhir2
indiatoday.in

આ કેસમાં, ગંભીરે કોપીરાઈટ એક્ટ 1957, ટ્રેડમાર્ક્સ એક્ટ 1999, અને કોમર્શિયલ કોર્ટ્સ એક્ટ 2015નો ઉલ્લેખ કર્યો છે. સાથે જ દિલ્હી હાઈકોર્ટ દ્વારા અગાઉના ચૂકાદાઓ (જેમ કે અમિતાભ બચ્ચન અને અનિલ કપૂરના કેસ)નો પણ ઉલ્લેખ કર્યો છે, જેમાં વ્યક્તિત્વના અધિકારોને કાયદાકીય રક્ષણ આપવામાં આવ્યું છે.

ગંભીરે કોર્ટમાં ₹2.5 કરોડનું વળતર, બધી નકલી સામગ્રી દૂર કરવા અને ભવિષ્યમાં તેમના નામ, છબી અને અવાજના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવાનો કાયમી મનાઈ હુકમ માંગ્યો છે. તેમણે આ મામલે જલદી કોર્ટના આદેશની અપીલ કરી છે જેથી બધી અનધિકૃત સામગ્રી તાત્કાલિક દૂર થાય અને તેનો વધુ પ્રસાર અટકાવવામાં આવે. તેમણે કોર્ટને યોગ્ય કાયદાકીય કાર્યવાહીની માંગ કરી છે.

gambhir1
indiatoday.in

ગંભીરે સ્પષ્ટપણે કહ્યું કે, ‘મારી ઓળખ, મારું નામ, ચહેરો અને અવાજનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. આ ફક્ત વ્યક્તિગત બાબત નથી..., પરંતુ તે કાયદા અને ગરિમાની વાત છે.

About The Author

Related Posts

Top News

એક્શનમાં CM વિજય, મંદિર-મસ્જિદ, શાળાઓ અને બસ સ્ટેન્ડ નજીક દારૂની દુકાનો બંધ કરવાનો આદેશ

પશ્ચિમ બંગાળની જેમ, તમિલનાડુમાં પણ નવી સરકારે સત્તા સંભાળી છે, અને શરૂઆતથી જ એક્શન મોડમાં હોય તેવું લાગે...
એક્શનમાં CM વિજય, મંદિર-મસ્જિદ, શાળાઓ અને બસ સ્ટેન્ડ નજીક દારૂની દુકાનો બંધ કરવાનો આદેશ

વોટ્સએપ પ્લસ થયું લોન્ચ, મળશે વધુ ફીચર્સ, પણ ખિસ્સા હળવા કરવા પડશે

તમે કદાચ પહેલાથી જ વોટ્સએપનો ઉપયોગ કરી જ રહ્યા છો. હવે, વોટ્સએપ પ્લસ અજમાવીને જુઓ. અસલી, નકલી વર્ઝન...
Tech and Auto 
વોટ્સએપ પ્લસ થયું લોન્ચ, મળશે વધુ ફીચર્સ, પણ ખિસ્સા હળવા કરવા પડશે

ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને LPGના સ્ટોક અંગે કેન્દ્ર સરકારે આપી બધી માહિતી

વૈશ્વિક ઉર્જા બજારમાં ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે, ભારત સરકારે દેશવાસીઓને મોટી રાહત આપતા સ્પષ્ટ કર્યું છે કે દેશમાં ઈંધણની...
National 
ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને LPGના સ્ટોક અંગે કેન્દ્ર સરકારે આપી બધી માહિતી

NEET (UG) પરીક્ષા 24 લાખ વિદ્યાર્થીઓ ફરીથી આપશે; નવી એક્ઝામ અંગે જાણો સંપૂર્ણ વિગતો

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા ગત 3 મે 2026ના રોજ લેવાયેલી NEET (UG) 2026ની પરીક્ષા સત્તાવાર રીતે...
Education 
NEET (UG) પરીક્ષા 24 લાખ વિદ્યાર્થીઓ ફરીથી આપશે; નવી એક્ઝામ અંગે જાણો સંપૂર્ણ વિગતો
Copyright (c) Khabarchhe All Rights Reserved.