સ્કોડાએ નવા ફીચર્સ સાથે લોન્ચ કરી kushak ફેસલિફ્ટ; મસાજ સીટ્સ પણ મળશે! આ છે તેની કિંમત

સ્કોડા ઓટો ઇન્ડિયાએ તેની નવી કાર લોન્ચ કરી દીધી છે. કુશાક ફેસલિફ્ટ શક્તિશાળી સુવિધાઓ સાથે આવે છે. આ કાર પાંચ વેરિઅન્ટમાં આવે છે, ક્લાસિક પ્લસ, સિગ્નેચર, સ્પોર્ટલાઇન, પ્રેસ્ટિજ અને મોન્ટે કાર્લો. તે 1-લિટર TSI અને 1.5-લિટર TSI ટર્બો પેટ્રોલ એન્જિન દ્વારા સંચાલિત છે.

અપડેટેડ કુશાક સમગ્ર લાઇનઅપમાં મૂલ્યમાં સુધારો કરે છે. કુશાક ફેસલિફ્ટમાં વધુ સુવિધાઓ ઉમેરવામાં આવી છે, સલામતી ઉપકરણોમાં સુધારો થયો છે અને ડ્રાઇવિંગ અનુભવ વધુ સારું કરવા માટે તેમાં કામ કરવામાં આવ્યું છે. તો ચાલો અમે તમને તેની કિંમત અને અન્ય બીજી અન્ય ખાસ વાત વિશે જણાવી દઈએ.

Skoda-Kushaq-Facelift6
punjabkesari.in

નવું કુશાક રૂ. 10.69 લાખની પ્રારંભિક એક્સ-શોરૂમ કિંમત સાથે આવે છે. તેમાં તમને 1-લિટર ટર્બો પેટ્રોલ એન્જિન પણ મળશે. જ્યારે 1-લિટર એન્જિનવાળા ટોપ-સ્પેક મોડેલની કિંમત રૂ. 16.79 લાખ (એક્સ-શોરૂમ) રાખવામાં આવી છે. કારના ઓટોમેટિક વેરિઅન્ટની કિંમત રૂ. 12.69 લાખ (એક્સ-શોરૂમ)થી શરૂ થાય છે.

વધારે સગવડતા માંગી રહેલા ગ્રાહકો માટે, 1.5-લિટર TSI DSG વેરિઅન્ટ છે. તેની કિંમત રૂ. 18.79 લાખથી શરૂ થાય છે. સ્કોડા કુશાક ફેસલિફ્ટના ટોપ-એન્ડ વેરિઅન્ટની કિંમત રૂ. 18.99 લાખ છે.

Skoda-Kushaq-Facelift5
punjabkesari.in

કુશાક ફેસલિફ્ટમાં જુના એન્જિન જ વિકલ્પ તરીકે આપવામાં આવે છે. 1-લિટર TSI એન્જિન 114 bhp અને 178 Nm ટોર્ક ઉત્પન્ન કરે છે. આ વેરિઅન્ટ 6-સ્પીડ મેન્યુઅલ અથવા 8-સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ગિયરબોક્સ સાથે જોડાયેલું છે. જ્યારે 1.5-લિટર એન્જિન 150 bhp અને 250 Nm ટોર્ક ઉત્પન્ન કરે છે. તે 7-સ્પીડ DSG ગિયરબોક્સ સાથે જોડાયેલું છે. સુધારેલી કાર્યક્ષમતા માટે એક્ટિવ સિલિન્ડર ટેકનોલોજી આપવામાં આવી છે.

Skoda-Kushaq-Facelift5
punjabkesari.in

કારમાં તમને સ્કોડાની નવીનતમ ડિઝાઇન કરેલી છે તે સ્પષ્ટ નજરે આવશે. કુશાક ફેસલિફ્ટનો આગળનો ભાગ કંપનીની આધુનિક ડિઝાઇનને અનુસરે છે. તેમાં આઈબ્રો-આકારના DRL સાથે સ્લિમ LED હેડલેમ્પ્સ છે. કારમાં L-આકારની લાઇટ્સ આપવામાં આવી છે.

Skoda-Kushaq-Facelift7
punjabkesari.in

બમ્પરને ફરીથી ડિઝાઇન કરવામાં આવ્યું છે અને તેમાં સિલ્વર સ્કિડ પ્લેટ છે. મોન્ટે કાર્લો ટ્રીમમાં ક્રોમને ગ્લોસી બ્લેક કલરથી બદલવામાં આવ્યું છે. બે લાલ ગ્રિલ સ્ટ્રીપ્સ ઉમેરવામાં આવ્યા છે અને અનોખા બેજિંગ ઉપલબ્ધ છે. કારની બાજુઓમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી. તેમાં 16-ઇંચ અને 17-ઇંચ એલોય વ્હીલ્સનો વિકલ્પ આપવામાં આવ્યો છે. પાછળના ભાગમાં 'SKODA' લખેલું LED લાઇટ બાર આપવામાં આવ્યું છે.

Skoda-Kushaq-Facelift1
hindi.news18.com

કારનું ઇન્ટિરિયર કાળા અને બેજ રંગની થીમમાં છે. મોન્ટે કાર્લો એડિશનમાં થોડી અલગ થીમ જોવા મળે છે. કારમાં હવે 10.25-ઇંચ ડિજિટલ ડ્રાઇવર ડિસ્પ્લે અને 10.1-ઇંચ ઇન્ફોટેનમેન્ટ ટચસ્ક્રીન સિસ્ટમ આપવામાં આવી છે. તેમાં ડ્યુઅલ-કલર એમ્બિયન્ટ લાઇટિંગ અને પેનોરેમિક સનરૂફ પણ મળે છે.

Skoda-Kushaq-Facelift
tv9hindi.com

કાર 491 લિટર બૂટ સ્પેસ આપે છે. પાછળના ભાગમાં મસાજ સીટોની સુવિધા આપવામાં આવી છે, જે 6-વે વેન્ટિલેટેડ પાવર ફ્રન્ટ સીટો સાથે આવે છે. તે ફ્રન્ટ પાર્કિંગ સેન્સર, લેધર અપહોલ્સ્ટરી, ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ, વાયરલેસ એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટો, 6-સ્પીકર ઓડિયો સિસ્ટમ અને વાયરલેસ ચાર્જિંગ પેડ સાથે આવે છે.

સ્કોડા કુશાક ફેસલિફ્ટમાં 6 એરબેગ્સ, ABS, EBD, ESC, ટ્રેક્શન કંટ્રોલ, ઇલેક્ટ્રિક ડિફરન્શિયલ લોક અને હિલ હોલ્ડ આસિસ્ટ જેવા ફીચર્સ મળે છે. કારના અગાઉના વેરિઅન્ટને ગ્લોબલ NCAP તરફથી 5-સ્ટાર સેફ્ટી રેટિંગ મળ્યું હતું. આ વેરિઅન્ટ પણ 5-સ્ટાર સેફ્ટી રેટિંગ મેળવી શકે છે.

About The Author

Related Posts

Top News

હવે શિક્ષકોને 100 ક્વિન્ટલ ઘાસનું ભૂસું એકઠું કરવાનો આદેશ અપાયો! શિક્ષક સંઘે કહ્યું, 'કાલે ઉઠીને કહેશે ગાયનું છાણ લઇ આવો'

બરેલીમાં બેઝિક શિક્ષણ વિભાગના એક નવા આદેશથી સરકારી શિક્ષકોમાં ભારે રોષ ફેલાયો છે. વસ્તી ગણતરી જેવી મહત્વપૂર્ણ કામગીરીમાં રોકાયેલા શિક્ષકોને...
National 
હવે શિક્ષકોને 100 ક્વિન્ટલ ઘાસનું ભૂસું એકઠું કરવાનો આદેશ અપાયો! શિક્ષક સંઘે કહ્યું, 'કાલે ઉઠીને કહેશે ગાયનું છાણ લઇ આવો'

2018ની બીમારીએ ગીરના સિંહોમાં ફરી મચાવ્યો તાંડવ, 8 સિંહોના જીવ ગયા, જાણો શું છે 'બેબીસિયા'

એશિયાટિક સિંહના એકમાત્ર ઘર ગણાતા ગીર જંગલમાંથી ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અમરેલી અને ગીર પશ્ચિમ જંગલમાં 8  સિંહના10...
Gujarat 
2018ની બીમારીએ ગીરના સિંહોમાં ફરી મચાવ્યો તાંડવ, 8 સિંહોના જીવ ગયા, જાણો શું છે 'બેબીસિયા'

પુતિન કેવી રીતે 150 વર્ષ સુધી જીવે, તેના માટે રશિયા કરી રહ્યું છે 2500 અબજ રૂપિયાનો ખર્ચ

સપ્ટેમ્બર 2025માં બીજિંગમાંથી સામે આવેલા શી જિનપિંગ અને વ્લાદિમીર પુતિનના એક લીક ઓડિયોએ વધતી ઉંમરના મુદ્દે સમગ્ર વિશ્વમાં નવી...
World 
પુતિન કેવી રીતે 150 વર્ષ સુધી જીવે, તેના માટે રશિયા કરી રહ્યું છે 2500 અબજ રૂપિયાનો ખર્ચ

કોર્ટમાં સુનાવણી દરમિયાન પોતાના ચેમ્બરમાં પોલીસકર્મી સાથે સંબંધ બનાવતી હતી જજ; થઈ કડક કાર્યવાહી

અમેરિકાના એટલાન્ટાથી એક ખૂબ જ હેરાન કરી દેનારો કેસ પ્રકાશમાં આવ્યો છે જેમાં કોર્ટની સુનાવણી દરમિયાન એક જજ પોલીસ અધિકારી...
National 
કોર્ટમાં સુનાવણી દરમિયાન પોતાના ચેમ્બરમાં પોલીસકર્મી સાથે સંબંધ બનાવતી હતી જજ; થઈ કડક કાર્યવાહી
Copyright (c) Khabarchhe All Rights Reserved.