- Entertainment
- આશા ભોસલેએ જણાવ્યું હતું- તેઓ હંમેશાં સફેદ સાડી કેમ પહેરતા હતા
આશા ભોસલેએ જણાવ્યું હતું- તેઓ હંમેશાં સફેદ સાડી કેમ પહેરતા હતા
'સૂરોના રાણી', આશા ભોસલે આજે આપણી વચ્ચે નથી રહ્યા. તેમનું 92 વર્ષની વયે અવસાન થયું છે. આશા તાઈના જીવન સાથે જોડાયેલા ઘણા કિસ્સા છે. એવા જ એક કિસ્સામાં તેમણે જણાવ્યું હતું કે તેઓ અને તેમના મોટા બહેન લતા દીદી સફેદ સાડી કેમ પહેરતા હતા. એક ઇન્ટરવ્યૂમાં આશા ભોસલેએ ખુલાસો કર્યો હતો કે તેમની પાસે હજારો સાડીઓ છે, પરંતુ તેમાંથી 800થી વધુ ફક્ત સફેદ અને ક્રીમ શેડ્સની છે. તેમણે આ સાદગીને પોતાની ઓળખ બનાવી.
મોટાભાગે લોકો માનતા હતા કે તેમણે તેમના મોટી બહેન લતા મંગેશકરને જોઇને સફેદ સાડી પહેરવાનું શરૂ કર્યું હતું. જો કે, આશાજીએ સ્પષ્ટતા કરી હતી કે તેમની પ્રેરણા કોઈ અન્ય નહીં, પરંતુ તેમનો પોતાનો એક ખાસ વિચાર હતો.

આશા તાઈએ જણાવ્યું હતું કે તેમને ડર હતો કે જો તેઓ ડાર્ક કલરનાના કપડાં પહેરશે, તો તેઓ શ્યામ વર્ણી લાગશે. એટલે તેઓ હંમેશાં સફેદ અથવા લાઇટ શેડ્સ પસંદ કરતા હતા, જેથી તેઓ સુંદર દેખાય. સફેદ રંગ તેમને શાંતિ, આધ્યાત્મિકતા અને ગૌરવની ભાવના જગાડે છે.
તેમણે કહ્યું હતું કે, રંગીન દુનિયામાં કામ કરતા પોતાને શાંત રાખવા માટે સફેદ રંગ કરતા વધુ સારું કંઈ નથી. જ્યારે લતા દીદીએ તેમના સમગ્ર જીવન દરમિયાન સફેદ સાડીને સિગ્નેચર સ્ટાઇલ બનાવી હતી. તો આશા તાઈએ ધીમે-ધીમે અન્ય રંગો સાથે પ્રયોગ કરવાનું શરૂ કર્યું હતું.

તેમણે સૌથી પહેલો ગુલાબી રંગને પોતાની પસંદ બનાવ્યો હતો. શાસ્ત્રીય પ્રસ્તુતિઓથી લઈને આધુનિક ક્લબ નંબર્સ અને ભાવનાત્મક ગઝલો સુધી, આશા તાઈનો દરેક અંદાજ શાનદાર રહ્યો હતો. તેમની ગાયન શૈલી હંમેશાં તેમના સમય કરતા ખૂબ વિચાર રાખનારી રહી છે.

