વ્યવસાયે સોફ્ટવેર એન્જિનિયર, શોખ ચોરી... આખરે પકડાયો 'માસ્ક મેન'?

આ કહાની એક ચોરની, જે મોંઘા બ્રાન્ડેડ કપડાં પહેરીને રસ્તાઓ પર નીકળતો અને સૂમસામ ઘરોમાં ચોરી કરતો. ત્યારબાદ તે વૈભવી જીવન જીવતો. તે ખૂબ પાર્ટી કરતો અને BMW કારમાં ફરતો. દરેક ઘટનાને અંજામ આપવા તે એકલો જ જતો, ચહેરા પર માસ્ક અને હાથમાં મોજા પહેરતો. આ ચોરે વિશાખાપટ્ટનમમાં 26 ચોરીઓ કરી હતી. જોકે, પોલીસે તેની ધરપકડ કરી છે.

હૈદરાબાદની એક IT કંપનીમાં નોકરી કરતો સૉફ્ટવેર એન્જિનિયર મહેશ ઉર્ફ સન્નીને વિશાખ્સાપટ્ટનમ પીલીસે ચોરીના આરોપમાં ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીએ શહેરના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં 26 ચોરીઓ કરી હતી. ગુનાઓ દરમિયાન તે ઘણીવાર માસ્ક અને મોજા પહેરીને એકલો જતો હતો, એટલે પોલીસે તેને માસ્ક ચોર નામ આપ્યું હતું.

પોસ્ટ ગ્રેજ્યુએશન બાદ, મહેશ રેડ્ડીને હૈદરાબાદમાં એક IT કંપનીમાં નોકરી મળી હતી. પોલીસનું કહેવું છે કે સારા પગાર હોવા છતા, તે કથિત રીતે વૈભવી જીવન જીવવાનો આદિ બની ગયો હતો. જેના કારણે તે ચોરીની ઘટનાઓને અંજામ આપતો હતો. હૈદરાબાદમાં રહેતા સમયે-સમય પર, વિશાખાપટ્ટનમ આવતો, સૂમસામ ઘરોને નિશાન બનાવતો અને પછી પાછો જતો રહેતો હતો.

theft1
x.com/i/grok

ગયા વર્ષે ઓક્ટોબરમાં ગાજુવાકા પોલીસ સ્ટેશન હદ હેઠળના જોગીવાની પાલેમમાં થયેલી ચોરીની તપાસ દરમિયાન આ ઘટના બની હતી. ફરિયાદી શિવરામકૃષ્ણ એક કાર્યક્રમ માટે તેના પરિવાર સાથે શહેરની બહાર ગયો હતો. તપાસ દરમિયાન, તેના ઘરમાંથી આશરે 17 તોલા સોનું અને 30 તોલા ચાંદીની ચોરી થઈ હતી. તપાસ દરમિયાન, પોલીસે CCTV ફૂટેજમાં શંકાસ્પદ ગતિવિધિઓ નજરે પડી, પરંતુ આરોપીનો ચહેરો ઢંકાયેલો હતો, જેના કારણે ઓળખ કરવી મુશ્કેલ બની ગઈ હતી. લગભગ ચાર મહિનાની તપાસ બાદ, પોલીસે મહેશ રેડ્ડીની ધરપકડ કરી.

પૂછપરછમાં આરોપીની 26 કેસોમાં સંડોવણી બહાર આવી. ગાજુવાકા ઉપરાંત, તે અરિલોવા, મલકાપુરમ, પેંદૂર્થી અને દુવવાડા પોલીસ સ્ટેશન વિસ્તારોમાં નોંધાયેલી ચોરીઓમાં પણ સંડોવાયેલો હતો. પોલીસના જણાવ્યા મુજબ, આરોપીએ ચોરાયેલા પૈસાથી BMW કાર ખરીદી હતી અને તેના મિત્રો માટે પાર્ટીઓ પણ આપી હતી.

theft
x.com/i/grok

પોલીસે આરોપીના કબજામાંથી 699 ગ્રામ સોનું અને 3.805 કિલોગ્રામ ચાંદી જપ્ત કરી છે. સાથે ચોરીના પૈસાથી ખરીદેલી BMW કાર અને ગુનામાં ઉપયોગ થયેલું સ્કૂટર પણ જપ્ત કરવામાં આવ્યું છે. લોખંડનું રોડ, હથોડા, સ્ક્રૂડ્રાઇવર, કટર, ડ્રીલ, માસ્ક અને મોજા જેવા સાધનો પણ જપ્ત કરવામાં આવ્યા છે.

પોલીસ રેકોર્ડ મુજબ, આરોપી કિશોરાવસ્થાથી જ ગુનાહિત ગતિવિધિઓમાં સામેલ છે અને તેના પર કુલ મળીને 60 થી વધુ ચોરીઓના કેસ નોંધાયેલા છે. તે અગાઉ પણ જેલની સજા ભોગવી ચૂક્યો છે. પોલીસ હાલમાં તેની પૂછપરછ કરી રહી છે.

About The Author

Related Posts

Top News

બંગાળમાં 25 વર્ષ બાદ માત્ર બે તબક્કામાં મતદાન, કોને ફાયદો-કોને નુકસાન?

23 તારીખે પશ્ચિમ બંગાળમાં પહેલા તબક્કાનું મતદાન થવાનું છે. પશ્ચિમ બંગાળ  જ્યાં ચૂંટણીઓ માત્ર બે 23 એપ્રિલ અને 29 એપ્રિલ...
Politics 
બંગાળમાં 25 વર્ષ બાદ માત્ર બે તબક્કામાં મતદાન, કોને ફાયદો-કોને નુકસાન?

મુકેશ ખન્ના રણવીર સિંહને 'શક્તિમાન' બનવા દેશે નહીં; તેમણે કહ્યું- કરોડો રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે!

ચાર વર્ષ પહેલાં પ્રતિષ્ઠિત ભારતીય સુપરહીરો શક્તિમાન પર આધારિત એક ફિલ્મની જાહેરાત કરવામાં આવી હતી, અને એવા અહેવાલો પણ...
Entertainment 
મુકેશ ખન્ના રણવીર સિંહને 'શક્તિમાન' બનવા દેશે નહીં; તેમણે કહ્યું- કરોડો રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે!

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 20-04-2026 વાર- સોમવાર મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી

યુકે ચાર્ટર્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એક્સપોર્ટ એન્ડ ઇન્ટરનેશનલ ટ્રેડના ડાયરેક્ટર જનરલ માર્કો ફોર્જિયોને જણાવ્યું છે કે, સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ (...
World 
સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી
Copyright (c) Khabarchhe All Rights Reserved.