સલમાનની ફિલ્મ 'બેટલ ઓફ ગલવાન'નું નામ બદલાયું, ચીન આ ફિલ્મથી નારાજ છે

બોલિવુડ સુપરસ્ટાર સલમાન ખાનની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'બેટલ ઓફ ગલવાન'ને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. વર્ષ 2020માં ગલવાન ઘાટીમાં ચીન સાથે થયેલા લોહિયાળ સંઘર્ષ પર આધારિત આ ફિલ્મનું નામ હવે બદલીનેમાતૃભૂમિ: મે વોર રેસ્ટ ઇન પીસ’ (Matrubhumi: May War Rest in Peace) રાખવામાં આવ્યું છે.

સોમવાર, 16 માર્ચ 2026ના રોજ નિર્માતાઓ દ્વારા આ મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. આ સાથે ફિલ્મનું નવું પોસ્ટર પણ લોન્ચ કરવામાં આવ્યું છે, જેમાં સલમાન ખાનનો અત્યંત આક્રમક અને શક્તિશાળી લુક જોવા મળી રહ્યો છે. જોકે, નવા પોસ્ટર પરથી રિલીઝ ડેટ ગાયબ હોવાથી ચાહકોમાં ચર્ચા જાગી છે કે શું ફિલ્મ પૂર્વ નિર્ધારિત તારીખ 17 એપ્રિલ 2026ના બદલે આગળ ધકેલાશે?

07

શા માટે બદલાયું નામ?

અપૂર્વ લાખિયાના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ 2026ની સૌથી ચર્ચિત ફિલ્મોમાંની એક છે. નિર્માતાઓ અનુસાર, નવું ટાઇટલ 'માતૃભૂમિ' સાથે જોડાયેલી ટેગલાઇન ‘મે વોર રેસ્ટ ઇન પીસ’ (યુદ્ધને શાંતિ મળે) આજની દુનિયા માટે એક જરૂરી સંદેશ આપે છે. સલમાન ખાનની વિચારધારા મુજબ, આ ફિલ્મ માત્ર યુદ્ધની વાત નથી કરતી પરંતુ વૈશ્વિક શાંતિની આશા પણ જગાવે છે.

03

ફિલ્મની વાર્તા અને પાત્રો

આ ફિલ્મ ગલવાન ઘાટીની ઐતિહાસિક ઘટનાથી પ્રેરિત છે. સલમાન ખાન આ ફિલ્મમાં મહાવીર ચક્ર વિજેતા કર્નલ બી. સંતોષ બાબુનું પાત્ર ભજવી રહ્યો છે. આ ફિલ્મમાં તેમની સાથે ચિત્રાંગદા સિંહ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

પહેલું ગીત 'માતૃભૂમિ': ફિલ્મનું પ્રથમ દેશભક્તિ ગીત 24 જાન્યુઆરી 2026ના રોજ રિલીઝ થયું હતું. અરિજિત સિંહ અને શ્રેયા ઘોષાલના અવાજમાં ગવાયેલા આ ગીતને અત્યાર સુધીમાં યુટ્યુબ પર 21.94 મિલિયનથી વધુ વ્યુઝ મળી ચૂક્યા છે.

https://www.instagram.com/p/DV7-qf-CE0h/?utm_source=ig_embed&ig_rid=37692e9d-954f-44b8-aaa4-93e945bff271

ચીનના પેટમાં તેલ રેડાયું!

ગયા વર્ષે 27 ડિસેમ્બરે સલમાન ખાનના જન્મદિવસે જ્યારે ફિલ્મનું ટીઝર રિલીઝ થયું, ત્યારે ચીની મીડિયામાં હડકંપ મચી ગયો હતો. ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીના મુખપત્ર 'ગ્લોબલ ટાઈમ્સ' એ આ ફિલ્મ સામે ઝેર ઓકતા લખ્યું હતું કે ભારતીય ફિલ્મ 'બેટલ ઓફ ગલવાન' ઇતિહાસને ફરીથી લખવાની કોશિશ છે. સલમાન ખાન પડદા પર અજેય દેખાવાનો પ્રયાસ કરે છે, પરંતુ તેમની ફિલ્મોના વિઝ્યુઅલ ઇફેક્ટ્સ અવાસ્તવિક હોય છે. આનાથી ચીની સેના (PLA)ના સંકલ્પને કોઈ ફરક પડશે નહીં.

05

શું હતો ગલવાનનો ઇતિહાસ?

જૂન 2020માં પૂર્વી લદ્દાખમાં 16 બિહાર રેજિમેન્ટ ચીની સેનાની ગતિવિધિઓ પર નજર રાખી રહી હતી. 14 જૂને જ્યારે કર્નલ બી. સંતોષ બાબુના નેતૃત્વમાં ભારતીય સૈનિકો વાતચીત કરવા ગયા ત્યારે હિંસક અથડામણ થઈ હતી. ભારતીય સેનાના જણાવ્યા અનુસાર, જવાબી કાર્યવાહીમાં ભારતીય જવાનોએ ચીનના 40 થી 45 સૈનિકોને ઠાર માર્યા હતા, જોકે ચીને સત્તાવાર રીતે માત્ર 4 સૈનિકોના મોતના જ સ્વીકાર કર્યો હતો.

About The Author

Related Posts

Top News

મુકેશ ખન્ના રણવીર સિંહને 'શક્તિમાન' બનવા દેશે નહીં; તેમણે કહ્યું- કરોડો રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે!

ચાર વર્ષ પહેલાં પ્રતિષ્ઠિત ભારતીય સુપરહીરો શક્તિમાન પર આધારિત એક ફિલ્મની જાહેરાત કરવામાં આવી હતી, અને એવા અહેવાલો પણ...
Entertainment 
મુકેશ ખન્ના રણવીર સિંહને 'શક્તિમાન' બનવા દેશે નહીં; તેમણે કહ્યું- કરોડો રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે!

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 20-04-2026 વાર- સોમવાર મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી

યુકે ચાર્ટર્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એક્સપોર્ટ એન્ડ ઇન્ટરનેશનલ ટ્રેડના ડાયરેક્ટર જનરલ માર્કો ફોર્જિયોને જણાવ્યું છે કે, સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ (...
World 
સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી

રશિયા જશે 3000 ભારતીય સૈનિકો, 10 ફાઇટર જેટ-5 યુદ્ધ જહાજો; જાણો શું છે મેગા ડિફેન્સ પ્લાન

ભારત અને રશિયા વચ્ચે સંરક્ષણ સહયોગને મજબૂત બનાવતો એક મહત્વપૂર્ણ કરાર હવે અમલમાં આવ્યો છે. ફેબ્રુઆરી 2025માં નવી દિલ્હી...
World 
રશિયા જશે 3000 ભારતીય સૈનિકો, 10 ફાઇટર જેટ-5 યુદ્ધ જહાજો; જાણો શું છે મેગા ડિફેન્સ પ્લાન
Copyright (c) Khabarchhe All Rights Reserved.