નાની મોટી ભૂલો જીવનમાં ઘણું શીખવાડે છે

(ઉત્કર્ષ પટેલ)

જીવન એક યાત્રા છે જેમાં પુસ્તકો કરતાં ભૂલો વધુ અગત્યના પથદર્શક બને છે. નાનીમોટી ભૂલો આપણને ઘણું બધું શીખવાડે છે. ક્યારેક દુઃખ આપીને, ક્યારેક શરમાવીને અને અંતે આત્મવિશ્વાસ સાથે આગળ વધવાની હિંમત આપીને.

બાળપણની યાદોમાં ઘણી વાર એવું થતું કે સ્લેટ પર પહેલો અક્ષર લખતી વખતે ‘ક’ ને બદલે ‘ગ’ થઈ જતો. કે પછી ‘૨’ ને બદલે ‘૩’ લખાઈ જતું ત્યારે શિક્ષકની ફૂટપટ્ટી હથેળીમાં પડતી! પણ એ જ ભૂલોએ આપણને હાથની યોગ્ય પકડ, અક્ષરોનો આકાર અને ધીરજ શીખવાડતી. ભૂલ કરવી એ માનવ સ્વભાવનો અભિન્ન ભાગ છે અને એ પ્રકૃતિ છે. કોઈ પણ બાળક પહેલી જ વારમાં સાયકલ ચલાવતું નથી શીખતું. પડે છે, વગાડે છે, રડે છે પણ પછી ફરી ઉભું થાય છે. એ પડવું જ એને પ્રથમ સંતુલન શીખવે છે.

માત્ર ભૂલ કરવી પૂરતું નથી. ભૂલ સ્વીકારવી એ સાચા સંસ્કાર છે. “મારાથી ભૂલ થઈ” એ વાક્ય બોલવામાં મોટાભાગે ઘણાને શરમ આવે છે. મોટા ભાગના લોકો ભૂલ સંતાડવાના પ્રયત્નમાં વધુ ઊંડા ફસાઈ જાય છે. જ્યારે સ્વીકાર કરી લઈએ ત્યારે મન હળવું થાય છે અને સુધારાનો રસ્તો ખુલે છે. એક વાક્ય છે કે “જે માણસ ક્યારેય ભૂલ નથી કરતો એ ક્યારેય નવું કંઈ કરતો નથી.” એટલે ભૂલને શરમનું કારણ નહીં પણ જીવન માટે પ્રગતિનું માધ્યમ ગણવું જોઈએ.

03

સૌથી મહત્વનું  છે ભૂલ સુધારવી. એ સાચી પ્રગતિ છે. એક વાર જે ભૂલ થઈ તેનું વિશ્લેષણ કરી, કારણ સમજી અને આગળ વધતી વખતે એ જ ભૂલ ન કરવાની સભાનતા રાખવી એ જ સાચી શીખ છે. 

આજના સમયે મોબાઈલમાં યુગમાં સોશિયલ મીડિયા પર મોટાભાગે સૌ પોતાની સફળતાઓ જ બતાવે છે, ભૂલોને સંતાડે છે. પણ સાચી પ્રેરણા તો એ છે કે જે લોકો પોતાની ભૂલો ખુલ્લેઆમ કહીને બીજાને ચેતવે. ભૂલ કરજો, પણ તેમાંથી શીખજો. સ્વીકારજો, સુધારજો અને સૌથી મોટી વાત... એ જ ભૂલ વારંવાર ન કરવાનું દ્રડ મનોબળ રાખજો. જીવનમાં માનવસહજ ભૂલો ટાળી શકાતી નથી પણ એનાથી ડરીને બેસી રહેવું એ સૌથી મોટી ભૂલ છે. ભૂલોને માર્ગદર્શક બનાવી લો કારણ કે એ જ તમને સફળતાના સીડીના પગથિયાં બનાવશે.

અગત્યનું:

ભૂલ કરજો, સ્વીકારજો અને શીખજો પરંતુ કરેલી ભૂલ વારંવાર ના કરતા એની કાળજી રાખજો.

(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, સમાજસેવક અને khabarchhe.comના સંસ્થાપક છે.)

About The Author

Related Posts

Top News

સરકાર જે બિલને લાવવા માંગે છે તે સીમાંકનનો મુદ્દો શું છે? અહીં સમજો; જેનાથી લોકસભા બેઠકોની સંખ્યા વધીને 850 થશે

આજે સંસદમાં 3 બિલ રજૂ કરવામાં આવ્યા હતા, જે લોકસભા બેઠકોની સંખ્યા વધારશે. તેમનો ઉદ્દેશ્ય લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં...
National 
સરકાર જે બિલને લાવવા માંગે છે તે સીમાંકનનો મુદ્દો શું છે? અહીં સમજો; જેનાથી લોકસભા બેઠકોની સંખ્યા વધીને 850 થશે

મજા ન આવે તો પૈસા પાછા! 75 ટકા બાયબેક ગેરંટી સાથે એક Volkswagen Taigunનું વેરિયન્ટ લોન્ચ

શું તમે SUV ખરીદવાનું વિચારી રહ્યા છો, પરંતુ તમારા મનમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે, તમારા પૈસા...
Tech and Auto 
મજા ન આવે તો પૈસા પાછા! 75 ટકા બાયબેક ગેરંટી સાથે એક Volkswagen Taigunનું વેરિયન્ટ લોન્ચ

અંબાલાલ પટેલે ભરઉનાળે જણાવી દીધું- આ વર્ષે ચોમાસુ કેવું રહેશે, ક્યારે હવામાન બદલાશે

ગુજરાતના જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલની મોટાભાગની આગાહીઓ સચોટ અને સાચી સાબિત થતી હોય છે. જેને કારણે તેમને ગુજરાતનાં ‘બાબા...
Gujarat 
અંબાલાલ પટેલે ભરઉનાળે જણાવી દીધું- આ વર્ષે ચોમાસુ કેવું રહેશે, ક્યારે હવામાન બદલાશે

બિનહરીફ જીત: વિશ્વકર્મા તો પાટીલને પણ ટપી ગયા!

ગુજરાતમાં સ્થાનીય સ્વરાજની ચૂંટણીઓમાં ફોર્મ ખેંચવાની તારીખ 15 એપ્રિલ હતી. ત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ જાહેર કર્યું...
Politics 
બિનહરીફ જીત: વિશ્વકર્મા તો પાટીલને પણ ટપી ગયા!
Copyright (c) Khabarchhe All Rights Reserved.