- Gujarat
- SVP હોસ્પિટલમાં સારવાર લેવા જતા હોવ તો ચેતી જજો! દર્દીઓ પર પ્રયોગો થતા હોવાનો લાગ્યો આક્ષેપ
SVP હોસ્પિટલમાં સારવાર લેવા જતા હોવ તો ચેતી જજો! દર્દીઓ પર પ્રયોગો થતા હોવાનો લાગ્યો આક્ષેપ
ગુજરાતમાં ઘણી હોસ્પિટલોમાં ડૉક્ટરો પર બેદરકારીના આરોપ લાગી ચૂક્યા છે. ત્યારે આ વખતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત 800 કરોડ રૂપિયાના ખર્ચે બનેલી અત્યાધુનિક SVP હોસ્પિટલની વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા થયા છે.
સોશિયલ મીડિયા પર ક્ષિતિશા સોની નામની યુવતીનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તેણે રડતા-રડતા હોસ્પિટલના ડૉક્ટરો પર બેદરકારી અને આયુષ્માન કાર્ડના નામે દર્દીઓ પર પ્રયોગો કરવાનો આક્ષેપ કર્યો છે. તેની માતા ગીરાબેન સોનીને અસ્થમા અને ડાયાબિટીસની પરેશાની હોવાથી SVP હોસ્પિટલમાં દાખલ કરાવામાં આવી હતી. જેનું સારવાર દરમિયાન બુધવારે રાત્રે મોત થઈ ગયું છે. જેને કારણે આ વિવાદ વધુ વકર્યો છે.
અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 800 કરોડના ખર્ચે તૈયાર થયેલી સરદાર વલ્લભભાઈ પટેલ (SVP)નું ઉદ્ધાટન કર્યું હતું. ત્યાં યોગ્ય સારવાર ન મળતી હોવાની ફરિયાદ અને કોઈપણ વ્યક્તિ સારવાર માટે SVPમાં ન જાય તેવી એપીલ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, મહિલા દર્દીની પુત્રીના જણાવ્યા મુજબ, તેની માતા સારી પરિસ્થિતિમાં સારવાર માટે SVP હોસ્પિટલમાં આવી હતી, પરંતુ તેની હાલત અત્યંત ગંભીર થઈ ગઈ હતી અને ICUમાં તેને રાખવામાં આવી હતી. SVP હોસ્પિટલમાં સારવાર કરવામાં આવતી ન હોવા અંગેનો વીડિયો બનાવી શેર કરવામાં આવતા તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી છે.
અમદાવાદની ક્ષિતિશા સોની નામની યુવતીએ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ કર્યો છે. જેમાં તે કહે છે કે, મારી માતા ગીરા સોનીને ડાયાબિટીસ અને અસ્થમાની પરેશાની હતી. ખાંસી વધારે આવતી હોવાથી તેની સારવાર માટે 21 ફેબ્રુઆરીએ SVP હોસ્પિટલમાં આવ્યા હતા. ચાર દિવસ સામાન્ય વોર્ડમાં તેમને રાખવામાં આવ્યા હતા.
તેમને બ્રોન્સ્કોપક્રોપી એટલે કે આંતરડામાં કેમેરો નાખીને કફ કાઢવામાં આવે છે. બ્રોન્સ્કોપક્રોપી સારવાર દરમિયાન તેમને અસ્થમાનો અટેક આવ્યો હતો. તેઓએ કહ્યું હતું કે તેમની બ્રોન્સ્કોપક્રોપી થઈ જ નથી. એટલે એમને વેન્ટિલેશન પર લઈ જવાના હતા. હું કલાક સુધી બહાર રાહ જોતી હતી અને વોર્ડના એક વ્યક્તિએ ત્યાં આવીને કહ્યું હતું કે, બ્રોન્સ્કોપક્રોપી થઈ રહી છે, પરંતુ મને કોઈએ કહ્યું હતું કે, જો અસ્થમાનો એટેક આવતા બ્રોન્સ્કોપક્રોપી કરાય નહી છતા પણ તેમણે કરી હતી.
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, તમે બ્રોન્સ્કોપક્રોપી કેમ કરી તો તેમણે જણાવ્યું હતું કે, સારવાર દરમિયાન એટેક આવ્યો હતો અને સ્ટેટમેન્ટમાં તેમણે બદલાવ કરી દીધો હતો. મારી માતાને 10માં માળે આવેલા ICUમાં લઈ જવામાં આવી હતી. તેની તબિયત ખરાબ થતી જ જાય છે અને તેમના પેટમાં પાણી ભરાઈ ગયું છે. હૃદય પણ 50 ટકા ચાલે છે અને દરરોજ કોઈને કોઈ પેપર ઉપર સહી કરાવતા જતા હતા.
યુવતીએ કહ્યું કે, શરીરના અલગ-અલગ અવયવોનું લખીને સહી કરાવતા હતા. ઓક્સિજનનું પ્રમાણ ઘટી રહ્યું હતું અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ સતત વધી રહ્યું હતું. બીજા દર્દીઓની પણ આવી જ સ્થિતિમાં છે કે જેમનું ઓક્સિજન ઘટી રહ્યું છે અને કાર્બન ડાયોક્સાઇડ વધી રહ્યું છે. SVP હોસ્પિટલમાં ICUમાંથી કોઈપણ વ્યક્તિ અહીંયાથી ખુશ થઈ અને સારી રીતે નીકળ્યું નથી. દર્દીની હાલત ખૂબ જ ખરાબ થઈ રહી છે અને પેપરોના ફોટા પાડવાની વાત કરી તો ના પાડી હતી.
તેમને કહ્યું હતું કે શું તમે બધા અવયવોની સહી લેવા માંગો છો. એવું લાગી રહ્યું હતું કે, આયુષ્યમાન કાર્ડના મફતના તેઓ દ્વારા પ્રયોગ કરવામાં આવી રહ્યા છે. તેમની ઉપર પ્રયોગ કરવામાં આવી રહ્યા હોય તેવું લાગતું હતું.
સીનિયર ડૉક્ટર માત્ર એક જ વાર આવે છે, જ્યારે તેમને ICUમાં હું જોવા માટે ગઈ ત્યારે તેમની આંખો આખી કાળી થઈ ગઈ હતી અને મોઢા ઉપર માસ્ક લગાવવામાં આવ્યું હતું. એટલું જોરથી માસ્ક લગાવવામાં આવ્યું હતું કે, તેમને કહ્યું હતું કે તેમની આંખો જોઈ શકાય એવી સ્થિતિમાં નહોતી. આવું ને આવું રહ્યું ત્યારે હું સવારે મમ્મીને મળવા ગઈ ત્યારે એક વોર્ડનો માણસ હતો અને તેમના માસ્કને જોરથી દબાવતા હતા.
તેણે કહ્યું કે, ઘણી બધી વિનંતીઓ અને રોકકડ બાદ ડૉક્ટરો બોલાવો હું તમને પૈસા આપું છું. ઘણી વિનંતી બાદ તેમણે નગરી હોસ્પિટલમાંથી આંખના ડૉક્ટરને બોલાવ્યા હતા. મને સમજાતું નથી કે કેવી રીતે આ અહીં સારવાર કરવામાં આવી રહી છે. કોઈ પ્રયોગ કરવામાં આવ્યા છે કે શું થઈ રહ્યું છે એની ખબર નથી. સારી પરિસ્થિતિમાં તે તેની માતાને લઈને આવ્યા હતા, પરંતુ ખરાબ હાલત થઈ ગઈ છે.
SVP હોસ્પિટલમાં આંખના કોઈ ડૉક્ટર નથી અને બીજા ડૉક્ટરને બોલાવતા તેને આંખે પાણી આવી ગયા હતા. બાદમાં તેમણે ડૉક્ટરને બોલાવ્યા અને આંખોમાં પટ્ટી બાંધી હોવાનું કહ્યું હતું. આંખોમાં કોઈ નસમાં કે અન્ય જગ્યાએ હેમરેજ થઈ રહ્યું છે અને તેમના હાથ પણ બાંધી દેવામાં આવ્યા છે. શરીરમાં હાથમાં એટલા બધા પંચર કરી નાખવામાં આવ્યા છે કે હવે તેમને નસ મળી રહી નથી અને ગળામાં નાખવામાં આવ્યું છે.
યુવતીએ કહ્યું કે, ઉલટીઓ થવાની અને પાણી તેમજ ખાવાનું કશું આપી ન શકાય તેવી સ્થિતિમાં હતી. મને ભવિષ્યમાં કોઈ પણ કહેશે કે SVP હોસ્પિટલમાં દાખલ થવાય તો મારી ખાસ વિનંતી અને ના છે કે દાખલ થવાય નહીં. યુવતીએ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જે વીડિયો હોસ્પિટલ તંત્રના અધિકારીઓ સુધી પહોંચાડવામાં આવ્યો છે.
આ વીડિયોમાં પીડિત પરિવાર દ્વારા લોકોને SVPમાં સારવાર માટે ન આવવાની અપીલ કરાતા હોસ્પિટલ તંત્રમાં હાહાકાર મચી ગયો છે. SVP હોસ્પિટલના CEO દ્વારા સુપ્રિટેન્ડેન્ટ પાસે સમગ્ર ઘટના અંગે અને દર્દીની માહિતી માંગવામાં આવી છે અને તપાસના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે. જવાબદારો વિરુદ્ધ કડક કાર્યવાહીના પણ આદેશ આપી દેવાયા છે. બીજી તરફ આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થતા ગુજરાતના આરોગ્ય તંત્રની કથળતી સ્થિતિ ફરી એકવાર સામે આવી છે. એક તરફ સરકાર શ્રેષ્ઠ આરોગ્ય સુવિધાઓના દાવા કરે છે, ત્યારે બીજી તરફ આવી ઘટનાઓ સામાન્ય જનતાનો સરકારી તંત્ર પરથી વિશ્વાસ ડગમગાવી રહી છે.

