શું છે 'ચીન+1' રણનીતિ, જેનો ભારત-અમેરિકા ટ્રેડ ડીલ ફાઇનલ થવા પર નિર્મલા સીતારમણે કર્યો ઉલ્લેખ?

ભારત અને અમેરિકા વચ્ચે લાંબી વાટાઘાટો બાદ, આખરે એક ટ્રેડ ડીલ પર મંજૂરી બની ગઈ છે. ટૂંક સમયમાં જ આ ડીલ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. આ ડીલ બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણે કેટલીક મહત્ત્વપૂર્ણ ટિપ્પણીઓ કરી છે. હિન્દુસ્તાન ટાઇમ્સ સાથેના તાજેતરના ઇન્ટરવ્યૂમાં, નિર્મલા સીતારમણે કહ્યું કે, આ ડીલ 'ચીન+1' રણનીતિના અમલીકરણનો રસ્તો પૂરી રીતે ખૂલી જશે.

નાણામંત્રીએ આશા વ્યક્ત કરી કે, આ ડીલ ભારતીય નિકાસકારો માટે મોટી રાહત લઈને આવશે. એક પ્રશ્નના જવાબમાં સીતારમણે કહ્યું કે, ‘આ એક ખૂબ જ સારું પગલું છે અને આપણા નિકાસકારોને તેનાથી મોટી પાત્ર રાહત મળશે. તેમણે વધુમાં આશા વ્યક્ત કરી કે ભારત-અમેરિકા ટ્રેડ ડીલ મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી બહાર નિકળવામાં મદદ મળશે. તેમણે કહ્યું કે, ‘વાટાઘાટો બાદ, મને લાગે છે કે વસ્તુઓ બદલાશે. હવે તમે જોશો કે ચીન+1’ રણનીતિ સંપૂર્ણપણે અમલમાં આવશે.

trade-deal2
huschblackwell.com

ચીન+1 રણનીતિ શું છે?

ચીન+1 એક એવી રણનીતિ છે, જેનો હેતુ વ્યવસાયોને ચીન પરની નિર્ભરતા ઘટાડવા અને પોતાના રોકાણના ક્ષેત્રોને અન્ય દેશોમાં ફેલાવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. આ શબ્દ 2013માં ચલણમાં આવ્યો હતો, જ્યારે ચીનમાં તેના અત્યંત ઓછા ઉત્પાદન ખર્ચને કારણે વૈશ્વિક વ્યવસાયોનો નોંધપાત્ર પ્રવાહ જોવા મળ્યો હતો.

સરળ શબ્દોમાં કહીએ તો, આ રણનીતિનો હેતુ ચીન ઉપરાંત ઓછામાં ઓછા એક અન્ય દેશને તેમના રોકાણ પૂલમાં સમાવવા માટે વ્યવસાયોને પ્રોત્સાહિત કરવાનો છે. બિઝનેસ સ્ટાન્ડર્ડના આ અગાઉના અહેવાલ મુજબ, ભારત સહિત 18 વૈશ્વિક અર્થતંત્રોના એક જૂથે આ સપ્લાય-ચેઇન ડાયવર્સિફિકેશન રણનીતિ હેઠળ એક સાથે કામ કર્યું છે. લોકપ્રિય અન્ય દેશ જેમને +1 ડેસ્ટિનેશનના રૂપમાં જોવામાં આવે છે, જેમાં થાઇલેન્ડ, વિયેતનામ અને ઇન્ડોનેશિયાનો સમાવેશ થાય છે.

trade-deal1
newsbytesapp.com

ટ્રેડ ડીલથી ભારતને શું ફાયદો?

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર સહમતી બનવાની જાહેરાત કરતા કહ્યું હતું કે ભારતમાંથી આયાત પર ટેરિફ ઘટાડીને 18 ટકા કરવામાં આવશે. તેમના મતે, આ ડીલ હેઠળ, ભારત અમેરિકા સાથે ટ્રેડ અવરોધો ઘટાડવા અને રશિયાને બદલે અમેરિકા અને વેનેઝુએલાથી ક્રૂડ ઓઇલ ખરીદવા પર સહમતી વ્યક્ત કરી છે. દ્વિપક્ષીય ટ્રેડ ડીલ લાગૂ થવા પર, ભારતીય ઉત્પાદનો પર અમેરિકામાં લાગતા ટેરિફ મોટાભાગના એશિયન દેશો માટે 15 થી 19 ટકાની રેન્જમાં આવી જશે.

સંશોધિત 18 ટકા ટેરિફ વિયેતનામ અને બાંગ્લાદેશ જેવા મુખ્ય પ્રાદેશિક સ્પર્ધકો પર લગાવવામાં આવેલા 20 ટકા ટેરિફ કરતા ઓછો છે, જેનાથી અમેરિકન બજારમાં ભારતની ભાવ પ્રતિસ્પર્ધાત્મકતા પુનઃસ્થાપિત થવાની સંભાવના છે. આ પગલાથી વસ્ત્રો, ફૂટવેર અને જ્વેલરી જેવા શ્રમ-સઘન નિકાસ ક્ષેત્રોને પણ ખૂબ રાહત મળવાની અપેક્ષા છે. જેની પ્રતિસ્પર્ધાત્મક સ્થિતિ અને ઓર્ડર ફ્લો ઓગસ્ટમાં લગાવવામાં આવેલા 50 ટકા ટેરિફથી ગંભીર રીતે પ્રભાવિત થયા હતા.

About The Author

Related Posts

Top News

મુકેશ ખન્ના રણવીર સિંહને 'શક્તિમાન' બનવા દેશે નહીં; તેમણે કહ્યું- કરોડો રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે!

ચાર વર્ષ પહેલાં પ્રતિષ્ઠિત ભારતીય સુપરહીરો શક્તિમાન પર આધારિત એક ફિલ્મની જાહેરાત કરવામાં આવી હતી, અને એવા અહેવાલો પણ...
Entertainment 
મુકેશ ખન્ના રણવીર સિંહને 'શક્તિમાન' બનવા દેશે નહીં; તેમણે કહ્યું- કરોડો રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે!

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 20-04-2026 વાર- સોમવાર મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી

યુકે ચાર્ટર્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એક્સપોર્ટ એન્ડ ઇન્ટરનેશનલ ટ્રેડના ડાયરેક્ટર જનરલ માર્કો ફોર્જિયોને જણાવ્યું છે કે, સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ (...
World 
સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી

રશિયા જશે 3000 ભારતીય સૈનિકો, 10 ફાઇટર જેટ-5 યુદ્ધ જહાજો; જાણો શું છે મેગા ડિફેન્સ પ્લાન

ભારત અને રશિયા વચ્ચે સંરક્ષણ સહયોગને મજબૂત બનાવતો એક મહત્વપૂર્ણ કરાર હવે અમલમાં આવ્યો છે. ફેબ્રુઆરી 2025માં નવી દિલ્હી...
World 
રશિયા જશે 3000 ભારતીય સૈનિકો, 10 ફાઇટર જેટ-5 યુદ્ધ જહાજો; જાણો શું છે મેગા ડિફેન્સ પ્લાન
Copyright (c) Khabarchhe All Rights Reserved.