બાળકની માતા LC લેવા ગઈ, આચાર્યએ કહ્યું- હોટેલમાં આવીને લેવું પડશે, મહિલા પરિવાર સાથે હોટેલ પહોંચી...

અમદાવાદથી એક એવી ઘટના સામે આવી છે જેણે શિક્ષણજગતને હચમચાવી દીધું છે, નડિયાદમાં એક લંપટ આચાર્યએ 2 બાળકોના લિવિંગ સર્ટિફિકેટ (LC) લેવા માટે અમદાવાદની હાથીજણની એક હોટલમાં બોલાવી હતી. આ વાતથી આઘાતમાં સારી પડેલી મહિલા હોટલમાં તો પહોંચી, પરંતુ સાથે પરિવાર પણ પહોંચ્યો. ત્યાં લંપટ આચાર્ય પહેલાંથી જ હોટલના રૂમમાં હાજર હતો. બસ પછી શું?, મહિલા અને પરિવારે હોટલમાં ભારે હોબાળો મચાવ્યો.

teacher3
divyabhaskar.co.in

મળતી માહિતી મુજબ, નડિયાદ વિસ્તારમાં આવેલી એક સ્કૂલમાં 37 વર્ષના મહિલાના બે બાળકો અભ્યાસ કરતા હતાં. મહિલાએ બાળકોની સ્કૂલ બદલવાની હતી એટલે પીડિત મહિલાના સંતાનોના સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ  મેળવવા માટે તેણે નડિયાદની એક શાળામાં અરજી કરી હતી. આ કામ માટે ઇન્ચાર્જ આચાર્ય કિરીટ ઝાલાએ મહિલાને રૂબરૂ મળવા દબાણ કર્યું હતું અને અંતે અમદાવાદની એક હોટલમાં બોલાવી હતી. આચાર્યએ સત્તાનો દુરુપયોગ કરી બાળકનું ભવિષ્ય સુધારવાને બદલે મહિલાની મજબૂરીનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કર્યો હોવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે.

teacher
divyabhaskar.co.in

આચાર્યના જણાવ્યા મુજબ, મહિલા અમદાવાદના હાથીજણ સર્કલ પાસે આવેલી રોયલ ઇન હોટલમાં પહોંચી હતી. હોટલના રૂમ નંબર 304માં આચાર્ય પહેલાંથી જ હાજર હતો. મહિલા જ્યારે હોટલના રૂમમાં પહોંચી તેની ગણતરીની મિનિટોમાં જ મહિલાના પરિવારના સભ્યો પણ હોટલના રૂમમાં પહોંચ્યા હતા. આ તમામ લોકોએ હોટલમાં હોબાળો કર્યો હતો. આચાર્ય પાસેથી હોટલ રૂમમાંથી જ LC બુક પણ મળી હતી. પરિવારે હોબાળો કરીને વીડિયો ઉતારતા આચાર્ય વીડિયોમાં પોતાનું મોઢું ઢાંકતો નજરે પડ્યો હતો.

teacher2
divyabhaskar.co.in

પીડિત મહિલાએ જણાવ્યું કે મારા બાળકોને સ્કૂલમાંથી બીજી સ્કૂલમાં મૂકવા હતા એટલે મેં LC માગ્યું હતું. પ્રિન્સિપાલે મને કહ્યું કે મળી જશે, જે બાદમાં વોટ્સએપમાં ખોટા મેસેજ કર્યા હતા. મહિલાએ જાહેરમાં આક્ષેપ કર્યો છે કે આચાર્ય તેને સતત પરેશાન કરી રહ્યો હતો.

આ સમગ્ર મામલે બજરંગ દળના કાર્યકરોને જાણ કરવામાં આવી હતી. કાર્યકરોએ વટવા GIDC વિસ્તારમાં આવેલી હોટલ પર પહોંચી તપાસ હાથ ધરી હતી, જ્યાં આચાર્ય પાસેથી સ્કૂલની સત્તાવાર LC બુકના દસ્તાવેજો પણ મળી આવ્યા હતા, જે નિયમ વિરુદ્ધ શાળાની બહાર લાવવામાં આવ્યા હતા.

teacher1
divyabhaskar.co.in

આ સમગ્ર મામલે મહિલાએ વટવા GIDC પોલીસ સ્ટેશનમાં આચાર્ય કિરીટસિંહ ઝાલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે હાલ આચાર્યને નોટિસ ફટકારીને પોલીસ સ્ટેશનમાં હાજર થવા માટે આદેશ કર્યો છે. હાલ, શાળાના ઇન્ચાર્જ આચાર્ય સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તૈયારી ચાલી રહી છે.

About The Author

Related Posts

Top News

‘જો તું સત્તામાં આવીશ તો શું તારા બાપના પૈસામાંથી કામ કરીશ..’ ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી આવું કેમ બોલ્યા?

રાજ્યમાં 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 84 નગરપાલિકા અને 260 તાલુકા પંચાયતની ચૂંટણીને લઈ ભાજપ, કોંગ્રેસ અને...
Gujarat 
‘જો તું સત્તામાં આવીશ તો શું તારા બાપના પૈસામાંથી કામ કરીશ..’ ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી આવું કેમ બોલ્યા?

'પેટ્રોલના ભાવની મજા લો...', ટ્રમ્પની નાકાબંધીની યોજના પર ઈરાને આપી કડક ચેતવણી

અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ ફરી એકવાર મોટું સ્વરૂપ લઈ શકે છે અને તે લાંબુ ચાલી શકે છે. હકીકતમાં, ...
World 
'પેટ્રોલના ભાવની મજા લો...', ટ્રમ્પની નાકાબંધીની યોજના પર ઈરાને આપી કડક ચેતવણી

સૌથી સુંદર મહિલા અને 1 અબજ ડોલર આપો, નહિતર... યુગાન્ડાના આર્મી ચીફે તુર્કી પાસે કરી માંગ

આફ્રિકન રાષ્ટ્ર યુગાન્ડાના આર્મી ચીફ મુહૂઝી કૈનેરુગાબા ફરી એકવાર તેમના વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચામાં છે. આ વખતે તેમણે તુર્કી અંગે...
World 
સૌથી સુંદર મહિલા અને 1 અબજ ડોલર આપો, નહિતર... યુગાન્ડાના આર્મી ચીફે તુર્કી પાસે કરી માંગ

આશા ભોસલેએ જણાવ્યું હતું- તેઓ હંમેશાં સફેદ સાડી કેમ પહેરતા હતા

'સૂરોના રાણી', આશા ભોસલે આજે આપણી વચ્ચે નથી રહ્યા. તેમનું 92 વર્ષની વયે અવસાન થયું છે. આશા તાઈના...
Entertainment 
આશા ભોસલેએ જણાવ્યું હતું- તેઓ હંમેશાં સફેદ સાડી કેમ પહેરતા હતા
Copyright (c) Khabarchhe All Rights Reserved.