આ લોકો અમદાવાદ ફ્લાઈટ પકડીને IPL મેચ જોવા નહીં, પણ મોબાઈલ ફોન ચોરવા આવતા

અમદાવાદમાં પોલીસે IPL મેચ દરમિયાન ભીડનો લાભ લઈને મોબાઇલ ફોન ચોરી કરનારી એક હાઇટેક ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ ગેંગ મેચ જોવા નહીં, પરંતુ દર્શકોને નિશાન બનાવીને મોબાઇલ ફોન ચોરી કરવા ફ્લાઇટથી આવી હતી. પોલીસે આ કેસમાં 2 આરોપીઓની ધરપકડ કરી છે અને તેમની પાસેથી ચોરાયેલા 21 મોબાઇલ ફોન જપ્ત કર્યા છે. અમદાવાદ ઝોન-3ના DCP રૂપલ સોલંકીની ટીમે આખી ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ ગેંગ વિવિધ રાજ્યોમાં ભીડભાડવાળા વિસ્તારોમાં મોબાઇલ ફોન ચોરી કરતી હતી. ખાસ કરીને IPL જેવા મોટા કાર્યક્રમો દરમિયાન આ લોકો સક્રિય થઇ જતા હતા, જ્યાં મોટી સંખ્યામાં લોકો એક જગ્યાએ ભેગા થાય છે.

પોલીસે 4 એપ્રિલના રોજ IPL મેચ બાદ કાલુપુર રેલવે સ્ટેશનથી રઘુ મહતો અને વિક્રમ મહતોની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન, તેમની પાસેથી 21 મોબાઇલ ફોન, આધાર કાર્ડ, એરલાઇન ટિકિટ અને અન્ય કિંમતી વસ્તુઓ મળી આવી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે રઘુ મહતો આ ગેંગનું સંચાલન કરતો હતો. તે અગાઉ પણ મોબાઇલ ચોરીના મામલે પોલીસના રડાર પર હતો. 16 ફેબ્રુઆરીના રોજ પોલીસે તેના ભાઈ અમિત મોહંતીની ધરપકડ કરી હતી, પરંતુ રઘુ તે સમયે ફરાર થઇ ગયો હતો. ત્યારથી પોલીસ તેને શોધી રહી હતી અને હવે તેને ચોરાયેલા સામાન સાથે પકડી લેવામાં સફળતા મળી છે.

mobile
bhaskarenglish.in

પોલીસના જણાવ્યા મુજબ, બંને આરોપીઓ ઝારખંડથી અમદાવાદ ફ્લાઇટથી આવ્યા હતા. આ ઉપરાંત તેઓ બેંગલુરુ પણ ગયા હતા, જ્યાં તેમણે એક મેચ દરમિયાન ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહારથી મોબાઇલ ફોન ચોરી કર્યા હતા. અમદાવાદમાં પણ મેચ અગાઉ તેમણે બે મોબાઇલ ફોન પણ ચોરી લીધા હતા. આ ગેંગમાં એક સગીર છોકરો પણ સામેલ હતો, જે હાલમાં ફરાર છે. પોલીસ તેની શોધખોળ કરી રહી છે. તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે આ ગેંગ એક સમયે 20-25 મોબાઇલ ફોન ચોરી કરતી હતી અને પછી આ લોકો તેમના ગામમાં જઇને વેચી દેતા હતા. ઘણી વખત આ લોકો મુંબઈ જઇને ચોરીના મોબાઇલ ફોન વેચતા હતા.

ચોરી પછી, તેઓ મોબાઇલ ફોનને ચાંદીના ફોઇલમાં લપેટી લેતા હતા. તેઓ માનતા હતા કે આનાથી ફોનનું સિગ્નલ બ્લોક થઈ જશે અને તેમને ટ્રેક કરવાનું મુશ્કેલ બની જશે. આ ઉપરાંત જે મોબાઇલ ફોન અનલોક મળતા હતા, તેમાંથી પૈસા પણ ટ્રાન્સફર કરી લેતા હતા. તપાસમાં જાણવા મળ્યું છે કે 21 મોબાઇલ ફોન અમદાવાદ, બેંગલુરુ, આણંદ, મહેસાણા અને અડાલજ સહિત વિવિધ સ્થળોએથી ચોરી કર્યા હતા. કાલુપુર રેલવે સ્ટેશન પરથી પણ એક મોબાઇલ ફોન ચોરી કરવામાં આવ્યો હતો.

Mobile-thief
bhaskarenglish.in

પોલીસના જણાવ્યા મુજબ, આ ગેંગ ભીડવાળા સ્થળોને નિશાન બનાવતી હતી. ખાસ કરીને IPL મેચ દરમિયાન, મેટ્રો સ્ટેશનના ગેટ નંબર-1 પાસેનો વિસ્તાર તેમના માટે સરળ ટારગેટ હતો, કારણ કે તેમાં એક જ સમયે મોટી સંખ્યામાં લોકો આવતા-જતા હતા. આ ઉપરાંત ગીતા મંદિર બસ સ્ટેન્ડ જેવા સ્થળો પણ નિશાન પર રહેતા હતા. ચોરી કરવાની તેમની પદ્ધતિ પણ ખૂબ જ આધુનિક હતી. આ ગેંગ સગીર છોકરાઓનો ઉપયોગ કરતી હતી, તેમને શીખવવામાં આવતું હતું કે ભીડમાં મોબાઇલ ફોન કોઇ શંકા વિના કેવી રીતે કાઢવાના હોય છે. જ્યારે પણ 25 થી 100 લોકો બસ અથવા મેટ્રો સ્ટેશનમાં ચઢતા અથવા ઉતરતા, ત્યારે આ ગુનેગારો તેમના શિકારને નિશાન બનાવતા હતા.

ચોરીની સમગ્ર પ્રક્રિયા ત્રણ તબક્કામાં થતી હતી. સૌથી પહેલા એક વ્યક્તિ મોબાઇલ ફોન કાઢતો અને પછી તરત જ તેને બીજા સાથીને આપી દેતો. આ બીજો વ્યક્તિ દૂર ઉભેલા ત્રીજા વ્યેક્તિને ફોન આપી દેતો. આ રીતે, જો એક વ્યક્તિ પકડાઈ જાય તો પણ તેની પાસેથી મોબાઈલ ફોન મળતો નહોતો. મહેસાણામાંથી ચોરાયેલા 2 મોબાઈલ ફોન અનલોક હતા, જેનો લાભ આરોપીઓએ તરત જ ગૂગલ પે એપ ડાઉનલોડ કરીને લીધો હતો. જોકે સીમ કાર્ડ એક્ટિવ હતો એટલે તેમને OTP મળી ગયો અને તેમના ખાતામાંથી પૈસા ટ્રાન્સફર કર્યા. આ રીતે, તેઓ સાયબર ક્રાઈમ પણ કરી રહ્યા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર, આ મામલે અત્યાર સુધીમાં 12 કેસ નોંધાયા છે, અને બાકીના મોબાઈલ ફોન માલિકોનો સંપર્ક કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ કેસ દર્શાવે છે કે ગુનેગારો લોકોને નિશાન બનાવવા માટે કેવી રીતે નવી-નવી પદ્ધતિઓનો ઉપયોગ કરી રહ્યા છે. હાલમાં, પોલીસ સમગ્ર નેટવર્કની તપાસ કરી રહી છે અને ફરાર સગીરને શોધી રહી છે.

About The Author

Related Posts

Top News

રાહુલ ગાંધીએ નવા CBI ડિરેક્ટરની પસંદગી પ્રક્રિયા સામે વાંધો, બોલ્યા- ‘વિરોધ પક્ષના નેતા રબર સ્ટેમ્પ નથી.’

મંગળવારે સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના નવા ડિરેક્ટરની નિમણૂક માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર નિવાસસ્થાન 7 લોક કલ્યાણ...
Politics 
રાહુલ ગાંધીએ નવા CBI ડિરેક્ટરની પસંદગી પ્રક્રિયા સામે વાંધો, બોલ્યા- ‘વિરોધ પક્ષના નેતા રબર સ્ટેમ્પ નથી.’

PM મોદીની અપીલની અસર, DyCM હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો, 2 મંત્રી પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે, રાજ્યપાલ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ક ફ્રોમ હોમ (WFH) અને પેટ્રોલ ડીઝલના વપરાશ મુદ્દેના નિવેદન બાદ ગુજરાતના મોટા નેતાઓ અને અધિકારીઓએ...
Gujarat 
PM મોદીની અપીલની અસર, DyCM હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો, 2 મંત્રી પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે, રાજ્યપાલ...

યુદ્ધ અને ખાવાના તેલને શું સંબંધ? જો આપણે તેલ અંગે PMની સલાહ માનીએ તો દોઢ લાખ કરોડથી વધુ બચશે

અમેરિકા-ઈરાન યુદ્ધની અસર હવે ભારતમાં વ્યાપકપણે જોવા મળી રહી છે. PM નરેન્દ્ર મોદી પોતે લોકોને બચત કરવા માટે વિનંતી કરી...
Business 
યુદ્ધ અને ખાવાના તેલને શું સંબંધ? જો આપણે તેલ અંગે PMની સલાહ માનીએ તો દોઢ લાખ કરોડથી વધુ બચશે

સૂર્યા મિધા... 22 વર્ષની ઉંમરે બન્યો અબજપતિ, કંપની બનાવી 20000 કરોડ ભેગા કર્યા, ઝુકરબર્ગને પાછળ છોડ્યો!

22 વર્ષની ઉંમરે, મોટાભાગના છોકરાઓ કોલેજ પુરી કરીને તેમની પહેલી નોકરી શોધવામાં અથવા તેમની કારકિર્દી બનાવવામાં વ્યસ્ત હોય છે....
Tech and Auto 
સૂર્યા મિધા... 22 વર્ષની ઉંમરે બન્યો અબજપતિ, કંપની બનાવી 20000 કરોડ ભેગા કર્યા, ઝુકરબર્ગને પાછળ છોડ્યો!
Copyright (c) Khabarchhe All Rights Reserved.