ગુજરાતના ભાજપના પૂર્વ ધારાસભ્યએ લેટર લખ્યો- હિન્દુ પરિવારોને વિસ્તાર ખાલી કરવા દબાણ થઈ રહ્યું છે

અમદાવાદના ખાડિયા વિસ્તારમાં રહેણાંક વિવાદને લઈને તણાવભર્યું વાતાવરણ ઉભું થયું છે. રાયખડ વિસ્તારમાં વર્ષોથી વસવાટ કરતા હિંદુ પરિવારો દ્વારા હેરાનગતિની ફરિયાદો કરવામાં આવી છે, જેના કારણે સ્થાનિક સ્તરે ચિંતા વધી ગઈ છે. આ મામલે ખાડિયાના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટએ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરી છે.

bhushan-bhatt2
facebook.com/Bhushan.A.Bhatt

પૂર્વ ધારાસભ્યએ હર્ષ સંઘવીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, જમાલપુર વોર્ડના સમાવિષ્ટ રાયખાડ વિસ્તારમાં આવેલ પ્રસાદ મિલની ચાલીમાં છેલ્લા 100 વર્ષથી વધુ સમયથી અનેક હિન્દુ પરિવારો વસવાટ કરે છે. હાલ કેટલાક વ્યક્તિઓ દ્વારા આ વિસ્તાર ખાલી કરાવવા માટે પોલીસ તંત્રનો દુરુપયોગ થતો હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. જે ગંભીર ચિંતાનો વિષય છે. વધુમાં નમાનદાર સુપ્રીમ કોર્ટના આદેશોના સંદર્ભમાં પણ કેટલીક વ્યક્તિઓ દ્વારા ખોટો અર્થઘટન કરીને તેનો લાભ લેવાનો પ્રયત્ન થઈ રહ્યો હોવાની પણ જાણ થઈ છે.

તેમણે આગળ લખ્યું કે, આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેર પોલીસ દ્વારા પણ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્ણ થાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારનો બળજબરીપૂર્વકનો બંદોબસ્ત ન કરવામાં આવે અને વિસ્તારના રહેવાસીઓમાં શાંતિ અને સૌહાર્દ જળવાઈ રહે તે માટે યોગ્ય અને સંવેદનશીલ કાર્યવાહી કરવામાં આવે, જેથી આપણે વિનમ્ર અંગત ભલામણ છે. આ સાથે જ તેમણે આ મામલે માર્ગદર્શન અને જરૂરી પહલા લેવાશે તેવી આશા વ્યક્ત કરી છે.

GSTVના અહેવાલ મુજબ, ભૂષણ ભટ્ટે પત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે, રાયખડ વિસ્તારની 'પ્રસાદ મિલની ચાલી'માં છેલ્લા 100 વર્ષથી વસતા હિન્દુ પરિવારોને ખાલી કરાવવા માટે કેટલીક વ્યક્તિઓ દ્વારા પોલીસ તંત્રનો કથિત રીતે દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. સવાલ એ ઉઠે છે કે, જો ભાજપ સરકારમાં પોલીસ તંત્ર નિષ્પક્ષ હોય, તો પૂર્વ ધારાસભ્યએ આવો ગંભીર આક્ષેપ કેમ કરવો પડ્યો? શું સત્તાના જોરે પોલીસ નિર્દોષ રહેવાસીઓને પરેશાન કરી રહી છે?

bhushan-bhatt3
facebook.com/Bhushan.A.Bhatt

પત્રમાં એવો પણ ઉલ્લેખ છે કે, નામદાર સુપ્રીમ કોર્ટના આદેશોનું ખોટું અર્થઘટન કરીને સ્થાનિક રહીશોને ડરાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જ્યારે ભાજપ સરકાર સુશાસન અને ન્યાયના મોટા-મોટા દાવા કરે છે, ત્યારે તેમના જ પૂર્વ પ્રતિનિધિ જ્યારે આવી સુરક્ષા અંગેની રજૂઆત કરે, ત્યારે સરકારની છબી ખરડાય તે સ્વાભાવિક છે.

ભૂષણ ભટ્ટે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સુધી આ વિસ્તારમાં કોઈ બળજબરીપૂર્વકનો બંદોબસ્ત ન ગોઠવવા વિનંતી કરી છે. આ બાબત સૂચવે છે કે પોલીસ તંત્ર દ્વારા કોઈ મોટું પગલું ભરવાની તૈયારી હતી, જેને પૂર્વ ધારાસભ્યએ અટકાવવા દરમિયાનગીરી કરવી પડી છે. ભાજપ સરકાર જે હિન્દુ હિતોની રક્ષક હોવાનો દાવો કરે છે, તે જ સરકારના કાર્યકાળમાં પૂર્વ ધારાસભ્યને 'શાંતિ અને સૌહાર્દ' જાળવવા માટે પત્ર લખવો પડે તે શાસન વ્યવસ્થા પર એક મોટું પ્રશ્નાર્થ ચિહ્ન છે.

bhushan-bhatt
x.com/BhushanABhatt

ગુજરાતમાં 'ડબલ એન્જિન' સરકારના કાયદો અને વ્યવસ્થાના દાવાઓ વચ્ચે ખુદ ભાજપના જ પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખતા રાજકીય ગરમાવો આવી ગયો છે. જમાલપુર-ખાડિયાના પૂર્વ ધારાસભ્યએ પોતાના જ પક્ષની સરકારના પોલીસ તંત્ર પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે, રાયખડ વિસ્તારમાં વર્ષોથી રહેતા હિન્દુ પરિવારોને દબાવવા માટે પોલીસ તંત્રનો દુરુપયોગ થઈ રહ્યો છે. આ પત્ર બાદ વિપક્ષ અને સામાન્ય જનતામાં ચર્ચા જાગી છે કે, શું ભાજપ સરકારમાં હવે હિન્દુ પરિવારોએ પણ ન્યાય માટે પોતાના જ નેતાઓ પાસે આજીજી કરવી પડશે?

About The Author

Related Posts

Top News

'ડોન 3' છોડવાનો નિર્ણય રણવીર સિંહને મોંઘો પડ્યો! FWICEએ તેના પર પ્રતિબંધ મૂક્યો

બોલિવૂડના ઉભરતા સ્ટાર ગણાતા રણવીર સિંહ સામે ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોયીઝ (FWICE)એ એક મોટો નિર્ણય લીધો...
Entertainment 
'ડોન 3' છોડવાનો નિર્ણય રણવીર સિંહને મોંઘો પડ્યો! FWICEએ તેના પર પ્રતિબંધ મૂક્યો

થાઈલેન્ડે ભારતીયોને આપ્યો ઝટકો, વીઝા-ફ્રી એન્ટ્રી બંધ કરી, થાઈ સરકાર ભારતીય પ્રવાસીઓથી કંટાળી ગઈ હતી

થાઈલેન્ડની મુલાકાત લેવાનું વિચારી રહેલા ભારતીય પ્રવાસીઓ માટે ખરાબ સમાચાર છે. થાઈ સરકારે ભારતીયો માટે 60 દિવસની વીઝા-મુક્ત પ્રવેશ યોજના...
World 
થાઈલેન્ડે ભારતીયોને આપ્યો ઝટકો, વીઝા-ફ્રી એન્ટ્રી બંધ કરી, થાઈ સરકાર ભારતીય પ્રવાસીઓથી કંટાળી ગઈ હતી

કિરણ બેદીએ ટ્વિશા શર્મા પર પણ સવાલ ઉઠાવ્યો, તેના સાસુ અને પતિએ શું ભૂલ કરી તે જણાવ્યું

સોમવારે સુપ્રીમ કોર્ટે ટ્વિશા શર્માના મૃત્યુના કેસની સુનાવણી કરી. સુપ્રીમ કોર્ટે મીડિયાને પણ આ મામલે સંયમ રાખવાની અપીલ કરી હતી. ...
National 
કિરણ બેદીએ ટ્વિશા શર્મા પર પણ સવાલ ઉઠાવ્યો, તેના સાસુ અને પતિએ શું ભૂલ કરી તે જણાવ્યું

ભત્રીજાના પ્રેમમાં પાગલ પત્નીએ પોતાના જ પતિનું કાસળ કાઢી નાખ્યું, પહેલા વીજળીના ઝટકાથી તડપાવ્યો અને પછી...

મુરાદાબાદમાં બનેલી એક ભયાનક ઘટનાએ સંબંધો, વિશ્વાસ અને પરિવારની વ્યાખ્યાઓ અંગે પ્રશ્નો ઉભા કર્યા છે. 6 વર્ષ અગાઉ જે...
National 
ભત્રીજાના પ્રેમમાં પાગલ પત્નીએ પોતાના જ પતિનું કાસળ કાઢી નાખ્યું, પહેલા વીજળીના ઝટકાથી તડપાવ્યો અને પછી...
Copyright (c) Khabarchhe All Rights Reserved.