અમદાવાદમા ઢોસા ખાવાથી બે બાળકીઓએ ગુમાવ્યા જીવ, માતા-પિતા હોસ્પિટલમાં સારવાર હેઠળ

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલ મારુતિ પ્લાઝામાં એક જ પરિવારની 2 બાળકીના શંકાસ્પદ હલાતમાં મો*ત થયા હતા. જ્યારે માતા-પિતાની તબિયત લથડતા હાલ તેઓ સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ છે. પરિવારનો આક્ષેપ છે કે 1 એપ્રિલના દિવસે વિમલ પ્રજાપતિ નામનો યુવક IOC રોડ પર આવેલ ઘનશ્યામ ડેરીમાંથી ખીરુ ખરીદ્યું હતું. જે ખીરામાંથી ઢોંસા બનાવી તેણે ઢોસા ખાધા હતા. જો કે બીજે દિવસે તેની તબિયત લથડી હતી. તો બીજી તરફ બીજા દિવસે આ જ ખીરામાંથી ઢોંસા બનાવી વિમલની પત્ની અને 3.5 વર્ષની દીકરીએ પણ ઢોંસા ખાધા હતા. ત્યારબાદ તેમની પણ તબિયત લથડી હતી. આમ એક જ પરિવારની 2 દીકરીઓ અને પતિ પત્નીની તબિયત લથડતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાં 4 એપ્રિલના રોજ 2.5 માસની બાળકીનો જીવ જતો રહ્યો હતો અને 5 એપ્રિલના રોજ દિવસે 3.5 વર્ષની બાળકીએ અંતિમ શ્વાસ લીધા હતા. જ્યારે વિમલ અને તેની પત્ની હાલ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

ઘટના સામે આવતા જ ચાંદખેડા પોલીસે અકસ્માતે મોતનો ગુના દાખલ કરીને તપાસ શરૂ કરી છે અને ખીરાની ક્વોલિટી જાણવા ઘનશ્યામ ડેરી પર FSLની ટીમે સેમ્પલ લઈ તપાસ હાથ ધરી છે. સંબંધીઓનો આરોપ છે કે ડેરીમાંથી લાવેલા ખીરામાંથી ઢોસા બનાવવાના ખાવાથી પરિવારની તબિયત લથડી હતી અને ઉલટીઓ થવા લાગી હતી.

ખીરાની ક્વોલિટી જાણવા ઘનશ્યામ ડેરી પર FSLની ટીમે સેમ્પલ લઈ તપાસ હાથ ધરી છે. સંબંધીઓનો આરોપ છે કે ડેરીમાંથી લાવેલા ખીરામાંથી ઢોસા બનાવવાના ખાવાથી પરિવારની તબિયત લથડી હતી અને ઉલટીઓ થવા લાગી હતી. પરિવારજન ગૌરીશંકર પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ‘મારો છોકરો સાંજે 8:00 વાગ્યે ઘનશ્યામ ડેરી IOC રોડથી ખીરું લઈને આવ્યો, પછી એને ઢોસા બનાવીને ખાધા હતા. પણ એને બીજા દિવસે સવારે ઉલ્ટીઓ ચાલુ થઈ ગઈ, પછી એને દાખલ કર્યો હતો. ત્યારબાદ એની પત્નીને ખબર ન પડી કે આ ખાવાથી જ ઉલ્ટીઓ થઈ છે એટલે એણે પણ ખાધું અને એની નાની છોકરી હતી એને પણ એક ઢોસો ખવડાવ્યો હતો. એટલે એ લોકો પણ બીજા દિવસથી પાછા ઉલ્ટીઓ કરવા માંડ્યા હતા, અમે આ બધાને હોસ્પિટલ લઈ ગયાં.

ગૌરીશંકર પ્રજાપતિએ કહ્યું કે, હોસ્પિટલ લઈ ગયા બાદ દોઢ મહિનાની બેબીનો હેડકી ખાતા-ખાતા જીવ જતો રહ્યોતી. પછી બીજા દિવસે સાડા ત્રણ વર્ષની બેબી હતી, એને પણ એડમિટ કરી હતી છતા અમે છુટ્ટી લઈને આવ્યા હતા. પછી બીજા દિવસે પાછી એને પણ પ્રોબ્લેમ થયો એટલે કે.ડી. હોસ્પિટલ લઈ ગયા, પણ ડૉક્ટરો તેને બચાવી ન શક્યા.

ahmedabad
gujarati.abplive.com

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગના અધિકારી ડૉ. તેજસ શાહે જણાવ્યું હતું કે, ચાંદખેડા વિસ્તારમાં બનેલી આ ઘટના અંગે અમે તપાસ કરી રહ્યા છીએ. મ્યુનિસિપલ કોર્પોરેશનના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, ત્રણ કિલો જેટલું ખીરૂ ખરીદવામાં આવ્યું હતું. જેમાંથી બે દિવસ બાદ 2700 ગ્રામ જેટલું ખીરૂ ડેરી માલિકને પાછું આપવામાં આવ્યું હતું. જેથી માત્ર 300 ગ્રામ જેટલા ખીરામાંથી ઢોંસા બનાવવામાં આવ્યા હતા જે સમગ્ર શંકા ઉપજાવી રહી છે.

ઘનશ્યામ ડેરીમાંથી ખીરું લઈ જનાર અંકિતાબેને જણાવ્યું હતું કે, અમે એજ દિવસે ખીરું ખરીદ્યું હતું અને ઈડલી બનાવીને ખાધી હતી. બીજા દિવસે પણ મેં મારા બંને બાળકોને ઈડલી બનાવીને ખવડાવી હતી. પણ અમને કોઈ પણ પ્રકારની અસર થઈ નથી.

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, આ મામલે ચાંદખેડા પોલીસ સ્ટેશનના PI જે. કે. મકવાણાએ જણાવ્યું હતું કે, ‘5 એપ્રિલના રોજ વિપુલકુમાર ગૌરીશંકર પ્રજાપતિએ અમને જાણ કરી હતી કે તેમની 3 વર્ષની દીકરી મિશ્રીનું મૃત્યું થયું છે. જે બાબતે અમે પૂછપરછ કરતાં તેમણે કહ્યું હતું કે ગત 1 એપ્રિલના રોજ IOC રોડ પર આવેલી ઘનશ્યામ ડેરીમાંથી ખીરું લીધું હતું.અને તેમાંથી ઢોસા બનાવીને તેમણે પરિવાર સાથે ખાધા હતા. બીજા દિવસે 2 એપ્રિલના રોજ પણ તેમણે અને તેમના પરિવાર એ જ ખીરામાંથી ઢોસા બનાવીને ખાધા હતાં. જેના કારણે ફૂડ પોઈઝનિંગ થતા પરિવારની તબિયત લથડી હતી. જેની પ્રથમ સામાન્ય સારવાર લીધી હતી. જેનાથી ફર્ક પડી જતા તેઓ પછી આગળ દવાખાને ગયા નહોતા. જોકે પાછળથી તબિયત ખરાબ થતાં તેમણે કે.ડી. હોસ્પિટલમાં સારવાર લીધી હતી.

તેમણે વધુમાં કહ્યું કે, ‘4 એપ્રિલના રોજ તેની અઢી મહિનાની દીકરીનો અચાનક જીવ જતો રહ્યો. જેની તેમણે પોલીસની જાણ કરી નહોતી અને અંતિમવિધિ પણ કરી નાખી હતી. ત્યારબાદ તારીખ 5 એપ્રિલના રોજ તેની 3 વર્ષની દીકરી સવારે ઉઠી હતી અને અચાનક ચક્કર આવતા પડી ગઈ હતી. જેને કે.ડી. હોસ્પિટલ લઈ જવામાં આવતાં ત્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી. આ અંગે ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે અકસ્માતે મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે. મૃત દીકરીનું પેનલ ડૉક્ટર પાસે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. FSL અને ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમને સાથે રાખી મૃતના ઘર તેમજ ઘનશ્યામ ડેરીમાં તપાસ કરી સેમ્પલ લેવામાં આવ્યા છે.

પોલીસે કહ્યું કે, પરિવારને પહેલા ઉલ્ટી અને વીકનેસ લાગતા દાખલ કરવામાં આવ્યા હતા. પણ સામાન્ય દવાથી સારું લાગતા તેમને રજા આપી દેવામાં આવી હતી. ઘનશ્યામ ડેરીના માલિકની પૂછપરછ હજી ચાલુ છે. આ સિવાય પણ કોઈને આડઅસર થઈ છે કે નહીં તેની તપાસ ચાલુ છે. માતા-પિતા હાલ સારવાર હેઠળ છે એટલે ઉંડાણપૂર્વક પૂછપરછ થઈ શકી નથી.

ahmedabad3
gujarati.news18.com

ઘનશ્યામ ડેરીના માલિક કેતન પટેલે જણાવ્યું હતું કે, ‘દિવસે સાંજે અમારે ત્યાં એ બહેન (ગ્રાહક) અને એમના મિસ્ટર ખીરું લેવા આવ્યા હતા. અમે એમને ખીરું આપ્યું હતું. તે સિવાય પણ અમારા બીજા ઘણા ગ્રાહકો, એટલે કે દિવસનું અમારે 100થી 125 કિલો ખીરું વેચાય છે. એ જ લોટમાંથી અમે અમારા સંબંધીઓને પણ આપ્યું હતું અને બીજા અન્ય ગ્રાહકોને પણ આપ્યું હતું, પણ કોઈને કોઈ પરેશાની થઈ નથી. ખીરું અહીંયા જ, ઘનશ્યામ ડેરીમાં જ અમે બનાવીએ છીએ. બીજા કોઈ પણ વ્યક્તિની આવી ફરિયાદ આવી નથી.

ઘનશ્યામ ડેરીના માલિકે જણાવ્યું હતું કે, જ્યારે ખીરું લેવા કસ્ટમર આવ્યા, ત્યાં આગળ મોટાભાઈ બેઠાં હતા અને લગભગ ત્રણ કિલો ખીરું લઈ ગયા હતા. તે 1 એપ્રિલે ખીરું લઈ ગયા હતા અને પછી 3 તારીખે કહેવા આવ્યા કે 'આ જે અમે લોકોએ ખીરું બનાવ્યું, એમાં પેટમાં કંઈ ફૂડ પોઈઝન જેવું થઈ ગયું છે.' 3 એપ્રિલે આવ્યા એટલે મેં કીધું વાંધો નહીં, એવું હોય તો પાછું લેતા આવજો. મેં 1 એપ્રિલેના CCTV પણ ચેક કર્યા હતા. આગળ-પાછળના જેટલા પણ ગ્રાહક હતા, એ બધા જ ગ્રાહકને મેં ફોન કર્યો. જેટલા પણ નજીકના હતા બધાને મેં પૂછી જોયું કે 'તમને કોઈ પરેશાની થઈ?' તો કહ્યું કે, 'ના, કોઈ પરેશાની નથી થઈ.' એક બીજા સામે રહે છે, એમને પણ પૂછ્યું તો કે 'બીજા દિવસે મેં બાબાને ખવડાવ્યું, કોઈ પરેશાની નથી.' બીજા 4-5 કસ્ટમરને મેં પૂછ્યું કે ‘તમને કોઈ પરેશાની થઈ ખીરું તમે લઈ ગયા હતા?’.

વિપુલ પટેલે કહ્યું કે, એક બહેનની આ રીતના ફરિયાદ આવી હતી કે, તમારું ખીરું ખાવાથી ફૂડ પોઈઝન થઈ ગયું હતું, તો મેં જે ખીરું આપ્યું હતું એ મેં CCTV લગાવ્યા છે જેથી કરીને આવો કોઈ આક્ષેપ થાય તો આપણી એક ક્લેરિટી રહે કે ભાઈ એમના પહેલા કેટલા કસ્ટમર લઈ ગયા છે, એમના પછી કેટલા કસ્ટમર લઈ ગયા છે, એ ડ્રમમાંથી બધાને ખીરું આપ્યું છે. તો જો તકલીફ મારા ખીરામાં હોય, તો બધાને પણ ફૂડ પોઈઝન થવાની શંકા હોય ને બરોબર? પણ એક્ચ્યુલી એમને જ ફૂડ પોઈઝન થયું.

વધુમાં ડેરી માલિક વિપુલ પટેલે કહ્યું કે, બાકી તે જ્યારે પાછું આપવા આવ્યા ત્યારે મેં CCTV જોવાનું ચાલુ કર્યું કે બહેનની કમ્પ્લેન સાચી છે કે ખોટી. ઘનશ્યામ ડેરીમાં મારે બધી જ જગ્યાએ CCTV લગાવેલા છે જેથી કરીને કોઈ તકલીફ હોય તો એનું સોલ્યુશન આવે. તો એ ખોટી વાત છે, મારી પાસે એનું રેકોર્ડિંગ પણ છે જ્યારે એ મને 3 એપ્રિલના કમ્પ્લેન કરવા આવ્યા, ત્યારે મારે વોઈસ કેમેરો છે. ત્યારે એમણે કહ્યું હતું કે 'આજે અમે ખીરું ખાધું અને તમારા ખીરાથી પેટમાં દુઃખે છે અને ફૂડ પોઈઝન જેવું થઈ ગયું છે.' એ ફરિયાદ કરવા માટે આવ્યા હતા અને એ વ્યક્તિ લેવા માટે આવ્યા હતા, એમના હસબન્ડ નહોતા આવ્યા.

અમદાવાદના ચાંદખેડામાં ઢોસાના ખીરુના કારણે બે બાળકીના મોત થયા હતા. FSLની હાજરીમાં અઢી માસની બાળકીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે. હવે તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. પરિવારે બાળકીના મોત બાદ મૃતદેહની અંતિમવિધિ કરી હતી. બંને બાળકીના શકાસ્પદ મોત મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે.

About The Author

Related Posts

Top News

ભવાનીપુરમાં ભાજપનો ખેલ? 'ચક્રવ્યૂહ'માં ફસાયા મમતા બેનર્જી, આ ડેટા છે માથાનો દુઃખાવો?

પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં ભવાનીપુર બેઠક મમતા બેનર્જી માટે અત્યાર સુધીની સૌથી મુશ્કેલ કસોટી સાબિત થઈ રહી છે. આ લડાઈ...
Politics 
ભવાનીપુરમાં ભાજપનો ખેલ? 'ચક્રવ્યૂહ'માં ફસાયા મમતા બેનર્જી, આ ડેટા છે માથાનો દુઃખાવો?

પવન ખેરાના દિલ્હી સ્થિત નિવાસસ્થાને પહોંચી આસામ પોલીસ; ઘરની કરી રહી છે તપાસ, જાણો શું છે આખો વિવાદ

કોંગ્રેસ નેતા પવન ખેરાના દિલ્હી સ્થિત નિવાસસ્થાને આસામ પોલીસની એક ટીમ પહોંચી છે. દિલ્હી પોલીસની એક ટીમ પણ આસામ પોલીસ...
Politics 
પવન ખેરાના દિલ્હી સ્થિત નિવાસસ્થાને પહોંચી આસામ પોલીસ; ઘરની કરી રહી છે તપાસ, જાણો શું છે આખો વિવાદ

અમદાવાદમા ઢોસા ખાવાથી બે બાળકીઓએ ગુમાવ્યા જીવ, માતા-પિતા હોસ્પિટલમાં સારવાર હેઠળ

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલ મારુતિ પ્લાઝામાં એક જ પરિવારની 2 બાળકીના શંકાસ્પદ હલાતમાં મો*ત થયા હતા. જ્યારે માતા-પિતાની તબિયત લથડતા...
Gujarat 
અમદાવાદમા ઢોસા ખાવાથી બે બાળકીઓએ ગુમાવ્યા જીવ, માતા-પિતા હોસ્પિટલમાં સારવાર હેઠળ

નવજોત કૌર સિદ્ધુએ બનાવી નવી પાર્ટી; ભાજપમાં જોડાવાની અટકળો પર પૂર્ણવિરામ

કોંગ્રેસ પાર્ટીમાંથી હકાલપટ્ટી બાદ ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે, ડૉ. નવજોત કૌર સિદ્ધુએ પોતાની નવી પાર્ટીની રચનાની જાહેરાત કરીને એક...
Politics 
નવજોત કૌર સિદ્ધુએ બનાવી નવી પાર્ટી; ભાજપમાં જોડાવાની અટકળો પર પૂર્ણવિરામ
Copyright (c) Khabarchhe All Rights Reserved.