અમદાવાદનો આ ગૃહ ઉદ્યોગ છે કે પછી દારૂનો અડ્ડો? ખુલ્લેઆમ પોટલી પેક કરવાનો વીડિયો વાયરલ, પોલીસ બોલી- ‘વીડિયો 2 મહિના જૂનો છે’

ગુજરાતમાં સંપૂર્ણ દારૂબંધી છે, પરંતુ તેની પોલ અવરનવાર ખૂલતી રહે છે. હવે અમદાવાદનાં સાબરમતી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાવતો એક ડાવતો એક કિસ્સો સામે આવ્યો છે. સાબરમતી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા સરસ્વતીનગરમાં એક બુટલેગર પોતાના ઘરમાં બેસીને બે મહિલાઓ સાથે ગૃહ ઉદ્યોગ ચલાવતો હોય તેમ દેશી દારૂનું પેકિંગ કરી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ પોલીસે ગુનો નોંધ્યો છે.

liquor
divyabhaskar.co.in

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, સાબરમતી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા સરસ્વતીનગરમાં એક બુટલેગર પોતાના ઘરમાં બેસીને દેશી દારૂની પોટલીઓ તૈયાર કરી રહ્યો હોય તેવો વીડિયો સામે આવ્યો છે. આ બુટલેગર અને 2 મહિલાઓ મોટી ખાલી થેલીઓમાં દારૂ ભરી રહ્યા હતા. જોકે, વીડિયો વાયરલ થયા બાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરી હોવાનું જણાવવામાં આવ્યું હતું. સાબરમતી પોલીસ સ્ટેશનના PI યુવરાજસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, વીડિયોમાં દેખાતા બુટલેગર ભરત ઠાકોર સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ahmedabad Metro City (@ahmedabadmetrocity)

ગુજરાત સમાચારના અહેવાલ મુજબ પોલીસે જણાવ્યું કે, ‘આ વીડિયો લગભગ 2 મહિના જૂનો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. વીડિયોમાં દેખાતા મુખ્ય આરોપી બુટલેગર ભરત ઠાકોર વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ અંગે અમદાવાદ પોલીસે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, આ બનાવમાં તા.31-03-2026 ના રોજ સાબરમતી પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં. 11191039260182/2026, પ્રોહિબિશન એક્ટ ની કલમ 66(1)b, 65(a)(a) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

About The Author

Related Posts

Top News

રણવીર સિંહ સામે ફરહાન અખ્તર લડી લેવાના મૂડમાં 'ડોન 3' નો વિવાદ FWICE પહોંચાડ્યો

બોલિવૂડ અભિનેતા-દિગ્દર્શક ફરહાન અખ્તરે રણવીર સિંહ સાથેના 'ડોન 3'  ફિલ્મના વિવાદને હવે ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝ...
Entertainment 
રણવીર સિંહ સામે ફરહાન અખ્તર લડી લેવાના મૂડમાં 'ડોન 3' નો વિવાદ FWICE પહોંચાડ્યો

ભાજપના નીતિન નવીનની ખાલી થયેલી વિધાનસભા બેઠક પર હવે પ્રશાંત કિશોરની નજર

ગયા વર્ષે યોજાયેલી બિહાર વિધાનસભા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની જન સુરાજ પાર્ટી (JSP) બેઠકોની દૃષ્ટિએ ખાતું પણ ખોલાવી શકી નહોતી...
Politics 
ભાજપના નીતિન નવીનની ખાલી થયેલી વિધાનસભા બેઠક પર હવે પ્રશાંત કિશોરની નજર

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 25-05-2026 વાર - સોમવાર મેષ - આજે કામ કાજમાં વધારે મહેનતનો દિવસ, આવકમાં વધારો થાય, શનિદેવના દર્શન કરવાથી...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

આ 3 દેશના પ્રવાસ કરવાનું ટાળવા ભારત સરકારે સલાહ આપી

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ 17 મેના રોજ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ ધ કોંગો (DRC) અને યુગાન્ડામાં ફેલાઈ રહેલા...
World 
આ 3 દેશના પ્રવાસ કરવાનું ટાળવા ભારત સરકારે સલાહ આપી
Copyright (c) Khabarchhe All Rights Reserved.