રિયાન પરાગનું દર વખતનું છે... આ પહેલા 4 કોન્ટ્રોવર્સીમાં ફસાઈ ચૂક્યો છે

IPL 2026માં પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાયેલી મેચ બાદ કેપ્ટન રિયાન પરાગ ભારે મુશ્કેલીમાં ફસાઈ ગયો છે. મેચ દરમિયાન ડ્રેસિંગ રૂમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ઈ-સિગારેટ પીતો જોવા મળી રહ્યો છે. આ પહેલી વાર નથી જ્યારે રિયાન પરાગ મોટા વિવાદોમાં ફસાઈ ગયો હોય; આ અગાઉ પણ રિયાન પરાગ કંટ્રોવર્સીમાં ફસાઈ ચૂક્યો છે.

riyan-parag1
BCCI

28 એપ્રિલના રોજ, રિયાન પરાગ મેચ દરમિયાન ઈ-સિગારેટ પીતા કેમેરામાં કેદ થયો હતો. હવે, તે સોશિયલ મીડિયા પર ચાહકોના નિશાન પર આવી ગયો છે. ભારતમાં ઈ-સિગારેટ પર પ્રતિબંધ છે, એવામાં રિયાન પરાગ પર કેસ પણ થઈ શકે છે.

riyan-parag5
hindi.news24online.com

IPL 2025 દરમિયાન, રિયાન પરાગ તેના જ રાજસ્થાન રોયલ્સના સાથી તુષાર દેશપાંડે સાથે બાખડી પડ્યો હતો.ત્યારબાદ બોલિંગ કોચ શેન બોન્ડે બંનેને અલગ કરવા માટે દરમિયાનગીરી કરવી પડી હતી. આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ, પરાગ ચાહકોના નિશાન પર આવી ગયો હતો.

2024માં, જ્યારે રિયાન પરાગ તેની યુટ્યુબ ચેનલ પર લાઈવ-સ્ટ્રીમિંગ કરી રહ્યો હતો, ત્યારે ભૂલથી તેની સર્ચ હિસ્ટ્રી દેખાઇ ગઈ હતો. તેમાં જાણવા મળ્યું કે તેણે સારા અલી ખાન હોટ અને અનન્યા પાંડે હોટ સર્ચ કરી રાખ્યું હતું, આ ખુલાસાને કારણે તે ઘણા દિવસો સુધી ભારે ટ્રોલ થયો હતો.

riyan-parag2
BCCI

આ અગાઉ 2022માં માર્કસ સ્ટોઇનિસનો કેચ પકડીને, રિયાન પરાગે ખૂબ જ વિચિત્ર અંદાજમાં ઉજવણી કરી હતી, જેને કારણે જ ભૂતપૂર્વ ક્રિકેટરો અને ચાહકો બંનેએ જ તેને ખૂબ ટ્રોલ કર્યો હતો.

riyan-parag3
BCCI

આ ઉપરાંત રિયાન પરાગને તેના કથિત અતિશય આત્મવિશ્વાસને કારણે સોશિયલ મીડિયા પર વારંવાર ટ્રોલનો સામનો કરવો પડ્યો છે. ચાહકો ઘણીવાર રાજસ્થાન રોયલ્સ ટીમ પર તેની તરફેણ કરવાનો આરોપ લગાવે છે. પરાગ ફક્ત એક જ સીઝનમાં સારું પ્રદર્શન કરી શક્યો છે.

About The Author

Related Posts

Top News

રાહુલ ગાંધીએ નવા CBI ડિરેક્ટરની પસંદગી પ્રક્રિયા સામે વાંધો, બોલ્યા- ‘વિરોધ પક્ષના નેતા રબર સ્ટેમ્પ નથી.’

મંગળવારે સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના નવા ડિરેક્ટરની નિમણૂક માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર નિવાસસ્થાન 7 લોક કલ્યાણ...
Politics 
રાહુલ ગાંધીએ નવા CBI ડિરેક્ટરની પસંદગી પ્રક્રિયા સામે વાંધો, બોલ્યા- ‘વિરોધ પક્ષના નેતા રબર સ્ટેમ્પ નથી.’

PM મોદીની અપીલની અસર, DyCM હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો, 2 મંત્રી પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે, રાજ્યપાલ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ક ફ્રોમ હોમ (WFH) અને પેટ્રોલ ડીઝલના વપરાશ મુદ્દેના નિવેદન બાદ ગુજરાતના મોટા નેતાઓ અને અધિકારીઓએ...
Gujarat 
PM મોદીની અપીલની અસર, DyCM હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો, 2 મંત્રી પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે, રાજ્યપાલ...

યુદ્ધ અને ખાવાના તેલને શું સંબંધ? જો આપણે તેલ અંગે PMની સલાહ માનીએ તો દોઢ લાખ કરોડથી વધુ બચશે

અમેરિકા-ઈરાન યુદ્ધની અસર હવે ભારતમાં વ્યાપકપણે જોવા મળી રહી છે. PM નરેન્દ્ર મોદી પોતે લોકોને બચત કરવા માટે વિનંતી કરી...
Business 
યુદ્ધ અને ખાવાના તેલને શું સંબંધ? જો આપણે તેલ અંગે PMની સલાહ માનીએ તો દોઢ લાખ કરોડથી વધુ બચશે

સૂર્યા મિધા... 22 વર્ષની ઉંમરે બન્યો અબજપતિ, કંપની બનાવી 20000 કરોડ ભેગા કર્યા, ઝુકરબર્ગને પાછળ છોડ્યો!

22 વર્ષની ઉંમરે, મોટાભાગના છોકરાઓ કોલેજ પુરી કરીને તેમની પહેલી નોકરી શોધવામાં અથવા તેમની કારકિર્દી બનાવવામાં વ્યસ્ત હોય છે....
Tech and Auto 
સૂર્યા મિધા... 22 વર્ષની ઉંમરે બન્યો અબજપતિ, કંપની બનાવી 20000 કરોડ ભેગા કર્યા, ઝુકરબર્ગને પાછળ છોડ્યો!
Copyright (c) Khabarchhe All Rights Reserved.