નવજોત કૌર સિદ્ધુએ બનાવી નવી પાર્ટી; ભાજપમાં જોડાવાની અટકળો પર પૂર્ણવિરામ

કોંગ્રેસ પાર્ટીમાંથી હકાલપટ્ટી બાદ ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે, ડૉ. નવજોત કૌર સિદ્ધુએ પોતાની નવી પાર્ટીની રચનાની જાહેરાત કરીને એક મોટું રાજકીય પગલું ભર્યું છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને 'ભારતીય રાષ્ટ્રવાદી પાર્ટી'ની સ્થાપનાની જાહેરાત કરી છે. તેમના નિવેદનમાં નવજોત કૌર સિદ્ધુએ જણાવ્યું હતું કે, ‘વર્તમાન રાજકીય નેતૃત્વના કામકાજનું સંપૂર્ણ મૂલ્યાંકન કર્યા બાદ, રાષ્ટ્રીય સ્તરે એક નવો વિકલ્પ તૈયાર કરવાની દિશામાં કામ કરવામાં આવ્યું છે.

Navjot-Sidhu1
thehindu.com

તેમણે કહ્યું કે તેમનો ઉદ્દેશ્ય દેશ અને લોકોની સેવા કરવાનો અને જનતાની અપેક્ષાઓ પર ખરા ઉતરવાનો છે. તેમણે પોતાના સંદેશમાં આધ્યાત્મિક દૃષ્ટિકોણ અને 'સત્ય અને પ્રેમ'ના માર્ગ પર ચાલવાની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો. સાથે જ તેમણે એમ પણ કહ્યું હતું કે, સમાન વિચારધારા ધરાવતા વ્યક્તિઓ સાથે મળીને રાજયમાં ન્યાય, શાંતિ અને સેવાના લક્ષ્યો સાથે દરેક રાજ્યમાં કાર્ય કરવામાં આવશે.

ખાસ કરીને તેમણે પંજાબને લઈને કહ્યું હતું કે, ‘તેમનો પક્ષ રાજ્યની જૂની ઓળખ પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરશે. જ્યાં પ્રેમ, સહિયારી સંસ્કૃતિ, ન્યાય અને સ્વતંત્રતાની ભાવના હોય. તેમણે 'લોકોની, લોકો માટે અને લોકો દ્વારા' સરકાર આપવાની વાતનો પણ પુનરોચ્ચાર કર્યો.

Navjot-Sidhu2
scroll.in

નોંધનીય છે કે 2026ની શરૂઆતમાં કોંગ્રેસ પાર્ટીમાંથી તેમને સસ્પેન્ડ કરાયા બાદ, તેઓ ભાજપમાં સામેલ થશે તેવી અટકળો સતત ચાલી રહી હતી; જોકે, તેમના નવા પક્ષની જાહેરાત સાથે જ, આ અટકળો પર હાલ પૂરતો વિરામ લાગી ગયો છે.

About The Author

Related Posts

Top News

મુકેશ ખન્ના રણવીર સિંહને 'શક્તિમાન' બનવા દેશે નહીં; તેમણે કહ્યું- કરોડો રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે!

ચાર વર્ષ પહેલાં પ્રતિષ્ઠિત ભારતીય સુપરહીરો શક્તિમાન પર આધારિત એક ફિલ્મની જાહેરાત કરવામાં આવી હતી, અને એવા અહેવાલો પણ...
Entertainment 
મુકેશ ખન્ના રણવીર સિંહને 'શક્તિમાન' બનવા દેશે નહીં; તેમણે કહ્યું- કરોડો રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે!

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 20-04-2026 વાર- સોમવાર મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી

યુકે ચાર્ટર્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એક્સપોર્ટ એન્ડ ઇન્ટરનેશનલ ટ્રેડના ડાયરેક્ટર જનરલ માર્કો ફોર્જિયોને જણાવ્યું છે કે, સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ (...
World 
સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી

રશિયા જશે 3000 ભારતીય સૈનિકો, 10 ફાઇટર જેટ-5 યુદ્ધ જહાજો; જાણો શું છે મેગા ડિફેન્સ પ્લાન

ભારત અને રશિયા વચ્ચે સંરક્ષણ સહયોગને મજબૂત બનાવતો એક મહત્વપૂર્ણ કરાર હવે અમલમાં આવ્યો છે. ફેબ્રુઆરી 2025માં નવી દિલ્હી...
World 
રશિયા જશે 3000 ભારતીય સૈનિકો, 10 ફાઇટર જેટ-5 યુદ્ધ જહાજો; જાણો શું છે મેગા ડિફેન્સ પ્લાન
Copyright (c) Khabarchhe All Rights Reserved.