- Politics
- ‘વિધાનસભાની ટિકિટ માટે રૂ. 7 કરોડ આપ્યા હતા, કોંગ્રેસના પૂર્વ મહિલા નેતાના પતિની ફરિયાદ
‘વિધાનસભાની ટિકિટ માટે રૂ. 7 કરોડ આપ્યા હતા, કોંગ્રેસના પૂર્વ મહિલા નેતાના પતિની ફરિયાદ
હરિયાણામાં કોંગ્રેસના પૂર્વ મહિલા મહાસચિવ સુચિત્રા દેવીના પતિ ગૌરવ કુમારે 2024ની હરિયાણા વિધાનસભા બેઠકની ટિકિટ માચે કોંગ્રેસના નેતાઓને 7 કરોડ રૂપિયા આપવાનો દાવો કર્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, દિલ્હીના સાઉથ એવન્યૂ પોલીસ સ્ટેશનમાં આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પર બાવલ વિધાનસભા બેઠકની ટિકિટ માટે 7 કરોડ રૂપિયા લેવાનો આરોપ લાગ્યો છે.
ઉત્તર એવન્યૂ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં કોંગ્રેસના પૂર્વ મહિલા મહાસચિવ સુચિત્રા દેવીના પતિએ આરોપ લગાવ્યો છે કે તેમણે હરિયાણાના બાવલ વિધાનસભાની ટિકિટ મેળવવા માટે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અને તેમના સહયોગીઓને 7 કરોડ રૂપિયા આપ્યા હતા. હરિયાણા વિધાનસભા ચૂંટણી ટિકિટ વેચવાના મામલે પતિ ગૌરવ કુમારની ફરિયાદના આધારે દિલ્હી પોલીસે FIR નોંધી લીધી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, દિલ્હીના નોર્થ એવન્યૂ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસમાં કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા વ્યક્તિઓ સામે FIR નોંધાવવામાં આવી છે, અને સ્થાનિક પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે. પતિ ગૌરવ કુમારે પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે, પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ તેમની સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી છે. ગૌરવ કુમારે આરોપ લગાવ્યો છે કે, આ લેવડદેવડમાં કે.સી. વેણુગોપાલ અને કોડિકુન્નિલ સુરેશ સહિત ઘણા મોટા ચહેરાઓના નામ જોડાયેલા છે.
ગૌરવનો દાવો છે કે તેમણે પોતાની પત્નીને ટિકિટ અપાવવા માટે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અને તેમના સહયોગીઓને લગભગ 7 કરોડ રૂપિયા આપ્યા હતા. તેમનો આરોપ છે કે, તેમને ન ટિકિટ મળી કે ન તેમના પૈસા પાછા આપવામાં આવી રહ્યા છે. તેમણે દિલ્હી પોલીસ કમિશનરને પુરાવા તરીકે વોટ્સએપ ચેટ અને અન્ય દસ્તાવેજો રજૂ કર્યા છે. તેમણે કહ્યું કે, અમે આ મામલે ઘણા પુરાવા આપવામાં આવ્યા છે, જેમાં બેંક સ્ટેટમેન્ટથી લઈને ઓડિયો રેકોર્ડિંગનો સમાવેશ થાય છે.
આ અગાઉ, ગૌરવે દાવો કર્યો હતો કે તેને આ મામલે કેસી વેણુગોપાલના એક માણસનો ફોન આવ્યો હતો અને 2 કરોડ રૂપિયાની ઓફર આપવામાં આવી હતી. તેમને કહેવામાં આવ્યું કે તેઓ મારી વિરુદ્વ પ્રેસ બ્રીફિંગમાં ખોટા નિવેદનો આપી દે. પરંતુ કેસી વેણુગોપાલ ભૂલી ગયા કે અમારા પણ કેટલાક સંબંધો હોય છે. તમે પૈસા આપીને કોઈ ષડયંત્ર રચી નહીં શકો. જો તમે મારી વિરૂદ્ધ નિવેદન આપવા માટે 2 કરોડ રૂપિયા આપી શકો તો મારા પૈસા મને પાછા આપી દો.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2024માં યોજાયેલી હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ સતત ત્રીજી વખત જીત મેળવીને ઈતિહાસ રચ્યો હતો. ભાજપ પહેલી પાર્ટી બની ગઇ હતી, જે હરિયાણામાં સતત ત્રીજી વખત સરકાર બનાવવામાં સફળ રહી હતી. ભાજપ 90 બેઠકોવાળી હરિયાણા વિધાનસભામાં જીત માટે જરૂરી 46 બેઠકો કરતા 2 વધુ બેઠકો જીતીને સત્તા પર આવી, જ્યારે કોંગ્રેસને 37 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો.

