બીજી એક જગ્યાએ થઇ રહી છે યુદ્ધની તૈયારી! ચીનની તાઇવાન પર આક્રમણની તૈયારીઓમાં આવી છે ઝડપ

ચીન તાઇવાન પ્રત્યેની પોતાની લશ્કરી વ્યૂહરચનાને નવા સ્તરે લઈ જઈ રહ્યું હોય તેવું લાગે છે. તાજેતરના અહેવાલો અનુસાર, ચીને તાઇવાન સ્ટ્રેટ નજીકના 6 એરબેઝ પર જુના ફાઇટર જેટને હુમલો કરનારા ડ્રોનમાં રૂપાંતરિત કરીને સેટ કરી દીધા છે. આ સૂચવે છે કે, જો યુદ્ધની શરૂઆત થાય છે તો શરૂઆતના હુમલા અત્યંત મોટા અને ખતરનાક હોઈ શકે છે. એવું માનવામાં આવે છે કે, ચીન શરૂઆતના હુમલામાં આ ડ્રોનનો ઉપયોગ કરી શકે છે.

રિપોર્ટ અનુસાર, આ ડ્રોન હકીકતમાં 1960ના દાયકામાં વિકસિત કરવામાં આવેલા જૂના J-6 ફાઇટર જેટ છે. તેમને હવે 'આત્મઘાતી હુમલાના ડ્રોન' જેવા બનાવવા માટે મોડીફાય કરવામાં આવ્યા છે. સેટેલાઇટ દ્વારા લેવામાં આવેલા ફોટામાં ફુજિયાન અને ગુઆંગડોંગ પ્રાંતના એરબેઝ પર તેમની હાજરી જોવામાં આવી છે.

China-Military-Drill-Taiwan
ndtv.in

રિપોર્ટ સાથે સંકળાયેલા નિષ્ણાતોના જણાવ્યા મુજબ, ચીને આવા 200થી વધુ જેટ-ડ્રોન તૈનાત કર્યા છે. કોઈપણ સંભવિત યુદ્ધના પ્રથમ તબક્કામાં તેનો ઉપયોગ કરવામાં આવશે. આ ડ્રોન પરંપરાગત UAV નહીં પણ ક્રુઝ મિસાઇલ જેવા લક્ષ્યો પર હુમલો કરશે.

એક સમાચાર એજન્સીના જણાવ્યા મુજબ, ચીનની વ્યૂહરચના સ્પષ્ટ છે, પ્રથમ, આ ડ્રોન તાઇવાનની હવાઈ સંરક્ષણ પ્રણાલીને ઓવરલોડ અને નબળી બનાવવા માટે મોટી સંખ્યામાં લોન્ચ કરવામાં આવશે. આ પછી અસલી અને વધુ ખતરનાક મિસાઇલ અને ફાઇટર જેટના હુમલાઓ કરવામાં આવશે. તાઇવાનના સુરક્ષા અધિકારીઓ માને છે કે, આ એક 'કોસ્ટ એફિશેન્સી ટ્રેપ' છે, જેનો અર્થ છે કે ચીન સસ્તા ડ્રોન મોકલશે, અને તાઇવાનને તેમને અટકાવવા માટે મોંઘા ઇન્ટરસેપ્ટર મિસાઇલોનો ખર્ચ કરવો પડશે.

China-Military-Drill-Taiwan2
navbharattimes.indiatimes.com

ચીન પહેલેથી જ વિશ્વનો સૌથી મોટો વ્યાપારી ડ્રોન ઉત્પાદક છે અને હવે તે ઝડપથી લશ્કરી ડ્રોન ટેકનોલોજીમાં રોકાણ કરી રહ્યું છે. તેની વ્યૂહરચના વધુને વધુ 'સ્વોર્મ વોરફેર' પર આધારિત છે, એક એવી તકનીક જેમાં મોટી સંખ્યામાં નાના શસ્ત્રો એક સાથે હુમલા કરે છે.

બેઇજિંગ તાઇવાનને તેના પ્રદેશનો ભાગ માને છે અને જો જરૂરી પડ્યે તેને તેના નિયંત્રણ હેઠળ લાવવા માટે બળનો ઉપયોગ કરવાની પણ પ્રતિજ્ઞા લીધી છે. જો કે, તાઇવાન આને સખત રીતે નકારી કાઢે છે અને તેના સાર્વભૌમત્વ પર અડગ રહે છે. અગાઉના US ગુપ્તચર અહેવાલોમાં જણાવાયું હતું કે, ચીન 2027 સુધીમાં તાઇવાન પર યુદ્ધ લડવા અને જીતવાની ક્ષમતા પ્રાપ્ત કરવાનો લક્ષ્ય રાખે છે. જો કે, હમણાનું US ગુપ્તચર મૂલ્યાંકન કંઈક અંશે નરમ પડી ગયું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, હાલ 2027માં હુમલાની કોઈ યોજના સ્પષ્ટ દેખાઈ નથી રહી.

China-Military-Drill-Taiwan3
prabhatkhabar.com

આ દરમિયાન, તાઇવાન પણ સતર્ક બન્યું છે. તેણે આવા હુમલાઓનો સામનો કરવા માટે નવી પેઢીની એન્ટી-ડ્રોન સિસ્ટમ ખરીદવાની યોજનાઓને ઝડપી બનાવી છે. ઉદાહરણ તરીકે, ચીનની આ નવી ડ્રોન વ્યૂહરચના ફક્ત લશ્કરી તૈયારીનો સંકેત નથી, પરંતુ એક મહત્વપૂર્ણ સંકેત છે કે, જો તાઇવાન પર સંઘર્ષ વધશે, તો યુદ્ધ પરંપરાગત હુમલાઓથી નહીં પરંતુ ડ્રોન સ્વોર્મ હુમલાઓથી શરૂ થઈ શકે છે, જે આધુનિક યુદ્ધનો એક નવો ચહેરો સાબિત થશે.

About The Author

Related Posts

Top News

બાપે જ દીકરાને ઉશ્કેર્યો હતો, કહેલું- આજે સૂર્યાની કહાની ખતમ કરી દે, પોલીસે અસદને ઠાર કર્યો, બાપને પકડ્યો

ગાઝિયાબાદના ખોડા કોલોનીમાં ખેલાયેલા લોહિયાળ ખેલમાં એક નવો વળાંક આવ્યો છે. ઘટનાના મુખ્ય સાક્ષી અને મૃતક સૂર્યાનો મિત્ર વિક્કીએ દાવો...
National 
બાપે જ દીકરાને ઉશ્કેર્યો હતો, કહેલું- આજે સૂર્યાની કહાની ખતમ કરી દે, પોલીસે અસદને ઠાર કર્યો, બાપને પકડ્યો

50 કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલો આણંદ અડાસ રેલવે ઓવરબ્રિજ કડડભૂસ

ગુજરાતનો વધુ એક બ્રિજ ધરાશાયી થયો છે. આણંદ જિલ્લાના અડાસ ગામમાં નિર્માણાધીન રેલવે ઓવરબ્રિજનો એક મોટો ભાગ 30મી મેની...
Gujarat 
50 કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલો આણંદ અડાસ રેલવે ઓવરબ્રિજ કડડભૂસ

વિજય સરકારના મંત્રી માસ્ક પહેરીને મંદિરે પહોંચ્યા, દર્શન કરાવવા માટે પુજારીએ પૈસા માંગ્યા અને પછી થઈ જોવા જેવી

તમિલનાડુના પ્રખ્યાત તિરુચેન્દુર સુબ્રમણ્યમ સ્વામી મંદિરમાં ભક્તો પાસેથી ગેરકાયદેસર રીતે પૈસા ઉઘરાવવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. TVK નેતા અને તમિલનાડુ...
National 
વિજય સરકારના મંત્રી માસ્ક પહેરીને મંદિરે પહોંચ્યા, દર્શન કરાવવા માટે પુજારીએ પૈસા માંગ્યા અને પછી થઈ જોવા જેવી

એક ઘર, એક કનેક્શન... 1 જૂનથી LPGના નિયમો બદલાઈ રહ્યા છે; રદ થઈ શકે છે તમારું સિલિન્ડર કનેક્શન

એશિયામાં પુરવઠાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જનતાને કોઈ અસુવિધા ન થાય તે માટે કેટલાક ખાસ ફેરફારો લાગૂ કરવામાં આવ્યા છે. એવામાં...
Business 
એક ઘર, એક કનેક્શન... 1 જૂનથી LPGના નિયમો બદલાઈ રહ્યા છે; રદ થઈ શકે છે તમારું સિલિન્ડર કનેક્શન
Copyright (c) Khabarchhe All Rights Reserved.