આસામમાં કોંગ્રેસને વધુ એક ઝટકો, પ્રતિક બોરદોલોઇએ આ બેઠક પરથી ટિકિટ પાછી આપી દીધી

આસામમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. એવામાં, તમામ રાજકીય પક્ષોએ પોતપોતાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ વખતે આસામમાં મુખ્ય ચૂંટણી જંગ શાસક ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ વચ્ચે છે. જોકે, રાજ્યમાં કોંગ્રેસ પાર્ટીને સતત ઝટકો લાગી રહ્યો છે.

ચૂંટણી અગાઉ કોંગ્રેસના ઘણા નેતાઓએ પાર્ટીને અલવિદા કહી દીધી છે. હવે, આસામમાં માર્ગેરિટા વિધાનસભા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર પ્રતીક બોરદોલોઈએ પણ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે. ઉલ્લેખનીય છે કે, પ્રતીક બોરદોલોઈના પિતા પ્રદ્યુત બોરદોલોઈ તાજેતરમાં જ ભાજપમાં જોડાયા હતા.

Prateek-Bordoloi1
aninews.in

શું છે આખો મામલો

અહેવાલો અનુસાર, માર્ગેરિટા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર પ્રતીક બોરદોલોઈએ તેમના પિતા પ્રદ્યુત બોરદોલોઈના ભાજપમાં સામેલ થયા બાદ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે. આને લઈને કોંગ્રેસનાં અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પત્ર પણ મોકલ્યો છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ, પ્રતીક બોરદોલોઈના પિતા અને આસામની નાગાંવ બેઠકના લોકસભા સાંસદ પ્રદ્યુત બોરદોલોઈએ મંગળવારે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ, તેઓ બુધવારે ભાજપમાં જોડાયા હતા.

પ્રતીક બોરદોલોઈએ મલ્લિકાર્જૂન ખડગેને લખેલા પોતાના પત્રમાં  કહ્યું કે, ‘પક્ષ પ્રત્યે આદર અને જવાબદારી સાથે, હું માર્ગેરિટા વિધાનસભા બેઠક પરથી મારી ઉમેદવારી પાછી ખેંચવાના મારા નિર્ણય વિશે જણાવવા માંગુ છું. મારા પિતાના અન્ય રાજકીય પક્ષમાં જોડાવાના નિર્ણય બાદ મને લાગે છે કે મારા માટે ઉમેદવાર તરીકે બન્યા રહેવું યોગ્ય રહેશે નહીં. જો કે, હું પુનરાવર્તન કરવા માંગુ છું કે કોંગ્રેસ પાર્ટીના આદર્શોમાં મારો વિશ્વાસ અટલ રહેશે. નેતૃત્વ જે યોગ્ય સમજાશે, હું પક્ષ માટે અને માર્ગેરિટાના વિકાસ માટે કામ કરવાનું ચાલુ રાખીશ.

Prateek-Bordoloi3
nenow.in

ચૂંટણી પંચે જાહેરાત કરી છે કે આસામ વિધાનસભા ચૂંટણી માટે મતદાન 9 એપ્રિલના રોજ તમામ 126 બેઠકો પર એક જ તબક્કામાં થશે. ચૂંટણી પરિણામો 4 મેના રોજ જાહેર કરવામાં આવશે.

About The Author

Related Posts

Top News

શું છે વોટ્સએપ પ્લસ અને ઇન્સ્ટાગ્રામ 'પ્લસ'? શું હવે તમારે પૈસા ચૂકવવા પડશે?

શું તમારે વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ ચલાવવા માટે પૈસા ચૂકવવા પડશે? મેટાએ એક મોટી જાહેરાત કરી છે જેની સીધી અસર...
Tech and Auto 
શું છે વોટ્સએપ પ્લસ અને ઇન્સ્ટાગ્રામ 'પ્લસ'? શું હવે તમારે પૈસા ચૂકવવા પડશે?

852 કરોડનો શોપિંગ મોલ, શાનદાર ઘર.. ; જાણો કર્ણાટકના CM બનવા જઈ રહેલા DK શિવકુમારની કુલ સંપત્તિ વિશે

DK શિવકુમાર કર્ણાટકના નવા CM બનશે. સિદ્ધારમૈયા સરકાર ભંગ થઈ રહી છે, અને તેઓ ગુરુવારે બપોરે લોકભવનમાં CM પદ...
Business 
852 કરોડનો શોપિંગ મોલ, શાનદાર ઘર.. ; જાણો કર્ણાટકના CM બનવા જઈ રહેલા DK શિવકુમારની કુલ સંપત્તિ વિશે

TMC સાંસદ અભિષેક બેનર્જી પર હુમલો; કપડા ફાડ્યા-ઇંડા ફેંક્યા, મમતા-અખિલેશ-કોંગ્રેસ બધા ભડક્યા

TMC સાંસદ અભિષેક બેનર્જી પર આજે સાંજે કેટલાક લોકોએ હુમલો કર્યો. એવું કહેવામાં આવી રહ્યું છે કે અભિષેક એક પાર્ટી...
National 
TMC સાંસદ અભિષેક બેનર્જી પર હુમલો; કપડા ફાડ્યા-ઇંડા ફેંક્યા, મમતા-અખિલેશ-કોંગ્રેસ બધા ભડક્યા

રાજસ્થાનનો આ વીડિયો જોઈને તમને ટોમ ક્રૂઝના ફિલ્મની યાદ આવી જશે

રાજસ્થાનના ચુરુ જિલ્લામાં શનિવારે બપોરે એક વિશાળ અને ભયાનક ધૂળની ડમરીઓ (વાવાઝોડું) ત્રાટકી હતી, જેના કારણે સમગ્ર આકાશ ધૂળની...
National 
રાજસ્થાનનો આ વીડિયો જોઈને તમને ટોમ ક્રૂઝના ફિલ્મની યાદ આવી જશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.