એક સત્ર, બે મહાભિયોગ પ્રસ્તાવ... સરકાર કેવી રીતે પાર પાડશે નૈયા?

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી અગાઉ, મુખ્યમંત્રી મમતા બેનર્જી ફૂલ ફોર્મમાં દેખાય રહ્યા છે. તેઓ મોદી સરકારને રાજકીય કઠેડામાં ઊભી કરવા માટે દરેક દાવ રમી રહ્યા છે, જેના માટે ચૂંટણી પંચને પણ છોડી રહ્યા નથી. ચૂંટણી પંચની સમગ્ર પેનલ બંગાળના પ્રવાસ પર પહોંચતા જ, TMCએ વિરોધ શરૂ કર્યો. હવે, TMCએ દેશના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે મહાભિયોગ પ્રસ્તાવ લાવવાની રણનીતિ બનાવી છે.

કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી પાર્ટીઓ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા માટે એકજૂથ થઈ છે. મોદી સરકાર આને દૂર કરે તે પહેલા TMCએ મુખ્ય ચૂંટણી કમિશનરને દૂર કરવા માટે મહાભિયોગ પ્રસ્તાવ લાવવાનો નિર્ણય લીધો છે. TMC સાંસદ અભિષેક બેનર્જીએ બજેટ સત્રના પહેલા ભાગમાં તો એમ પણ કહ્યું હતું કે તેમની પાર્ટી મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે મહાભિયોગ પ્રસ્તાવ લાવવા માંગે છે.

સંસદીય બજેટ સત્રના પહેલા અને હવે બીજા તબક્કામાં, વિપક્ષ આક્રમક રીતે સરકારને ઘેરી રહ્યો છે. કોંગ્રેસે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાને હટાવવા માટે અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યો છે, અને હવે TMCએ ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને હટાવવા માટે મહાભિયોગ પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ રીતે, વિપક્ષી દળો ફ્રંટફૂટ પર ઉતારીને સરકારને બેકફૂટ પર લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે?

om birla
indianexpress.com

ભારતીય રાજકારણમાં એક જૂની કહેવત છે, ‘ડિફેન્સિવ રમવાથી ક્યારેય મેચ જીતી શકાતી નથી. સંસદમાં સંખ્યા ઓછી હોવા છતા વિપક્ષ આક્રમક રીતે સરકારને ઘેરવાની રણનીતિ અપનાવી રહ્યો છે. આ સિદ્ધાંતને અનુસરીને, વિપક્ષ આગળ વધી રહ્યો છે. પહેલા તેણે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો, અને હવે મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર સામે મોરચો ખોલીને, વિપક્ષે મોદી સરકારને ડિફેન્સિવ થવા માટે મજબૂર કરી દીધી છે.

વિપક્ષે મોદી સરકારને ઘેરવા માટે અવિશ્વાસ પ્રસ્તાવ અને મહાભિયોગ પ્રસ્તાવનો ઉપયોગ રાજકીય હથિયાર તરીકે કરી રહ્યું છે. સ્પીકર સામે અવિશ્વાસ પ્રસ્તાવ અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે મહાભિયોગ પ્રસ્તાવ લાવવા પાછળની વિપક્ષની રણનીતિ ક્યાંક ને ક્યાંક સરકારને બેકફૂટ પર લાવવાની છે. વિપક્ષ પોતાના પ્રયાસમાં સફળ થઈ રહ્યું હોય તેવું લાગે છે, કેમ કે સરકાર બેકફૂટ પર નજરે પડી રહી છે,

સ્પીકર ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ

સંસદના બજેટ સત્રના પહેલા તબક્કામાં, લોકસભામાં વિપક્ષના સંસદના બજેટ સત્રના પહેલા તબક્કામાં નેતા રાહુલ ગાંધી ગૃહમાં બોલી શક્યા ન હતા કારણ કે, બજેટ પર બોલવાને બદલે, તેઓ ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણેના ચીન સાથેના સરહદ વિવાદ પરના અપ્રકાશિત પુસ્તકના અંશો પર પોતાની વાત કરવા માંગતા હતા. સ્પીકરે તેમને બોલવાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો, અને તેના જવાબમાં વિપક્ષે લોકસભા સ્પીકર ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાનો નિર્ણય લીધો હતો.

વિપક્ષે લોકસભા સ્પીકર ઓમ બિરલા પર પક્ષપાતપૂર્ણ કામ કરવાનો આરોપ લગાવ્યો હતો. કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, TMC, DMK, ડાબેરી પક્ષો અને અન્ય વિપક્ષી પક્ષોએ અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યો છે. ત્યારબાદ, લોકસભા સ્પીકર ઓમ બિરલાએ લોકસભાની કાર્યવાહીનું નેતૃત્વ કરવાનું બંધ કરી દીધું છે. નિષ્પક્ષતા જાળવવા માટે ઓમ બિરલાએ કાર્યવાહીનું અધ્યક્ષતાથી પોતાને અલગ કરી લીધા હતા.

opposition
nationalheraldindia.com

ભલે વિપક્ષ નંબર ગેમમાં સંખ્યાબળ ઓછું હોવાને કારણે ઓમ બિરલાને હટાવી ન શકે, પરંતુ તેમણે અવિશ્વાસ પ્રસ્તાવ લાવીને સરકાર પર દબાણ જરૂર બનાવ્યું છે. આ પગલા બાદ, સરકાર ડિફેન્સિવ મોડમાં નજરે પડી રહી છે, જ્યારે વિપક્ષ આક્રમક વલણ અપનાવી રહ્યું છે. આમ, વિપક્ષ રાજકીય દબાણ બનાવી રહ્યું છે. સરકાર પાસે બહુમતી છે અને પ્રસ્તાવ પડી જશે, તેમ છતા ગૃહમાં તેના પર ચર્ચા દરમિયાન વિપક્ષને સરકાર અને સ્પીકરના તાલમેળને લોકશાહી વિરોધી ગણાવવાની સ્ટ્રેટેજી છે.

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર પર મહાભિયોગ

SIRના મુદ્દા પર મુખ્ય ચૂંટણી કમિશનર પહેલાથી જ કોંગ્રેસ સહિત વિવિધ વિપક્ષી દળોના નિશાના પર છે, અને હવે મમતા બેનર્જીએ પણ મોરચો ખોલી દીધો છે. માત્ર કોંગ્રેસ અને TMC જ નહીં, પરંતુ સમાજવાદી પાર્ટી પણ ચૂંટણી પંચની નિષ્પક્ષતા પર સવાલ ઉઠાવી રહી છે. એવામાં TMCએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે મહાભિયોગ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહી છે. TMCના નેતાઓનું કહેવું છે કે તેમની ચૂંટણી પંચ સાથે ત્રણ બેઠકો થઈ છે, પરંતુ તે અનિર્ણિત રહી છે. બંગાળમાં સાચા મતદારોને કાઢી નાખવામાં આવી રહ્યા છે એટલે TMC મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ મહાભિયોગ લાવવા માંગે છે.

અન્ય વિપક્ષી નેતાઓ TMCના વલણ સાથે સહમત હોય તેવું લાગે છે, કારણ કે રાહુલ ગાંધી બિહાર ચૂંટણીથી જ ચૂંટણી પંચ પર નિશાન સાધી રહ્યા છે. તેમણે દિલ્હીમાં ઘણી પ્રેસ કોન્ફરન્સ યોજીને બોગસ મતદારોના મુદ્દા પર મુખ્ય ચૂંટણી કમિશનરની ટીકા કરી છે. રાહુલ ગાંધીના આરોપોનો જવાબ આપવા માટે ચૂંટણી પંચને દિલ્હીમાં એક મોટી પ્રેસ કોન્ફરન્સ કરવી પડી હતી. કોલકાતામાં SIR સામે ધારણા પર બેઠા TMCના વડા અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ હવે મહાભિયોગનો દાવ ખેલ્યો છે.

opposition
x.com/airnewsalerts
gyanesh kumar
x.com/airnewsalerts

મુખ્ય ચૂંટણી કમિશનર સામે મહાભિયોગ એક લાંબી અને જટિલ પ્રક્રિયા છે, પરંતુ તેની ચર્ચા માત્રથી ચૂંટણી પંચ અને સરકારની નિમણૂકોની વિશ્વસનીયતા પર પ્રશ્નો ઉભા થઈ જાય છે. ભારતીય રાજકારણમાં ક્યારેય ચૂંટણી કમિશનરને દૂર કરવા માટે મહાભિયોગ લાવવામાં આવ્યો નથી, પરંતુ પહેલીવાર મમતા બેનર્જીની પાર્ટી આ દાવ અજમાવી રહી છે.

તૃણમૂલ કોંગ્રેસ (TMC) સહિત વિપક્ષ જનતાને સંદેશ આપવા માંગે છે કે ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ નથી, જેથી  સરકારની ચૂંટણી જીતવાના દાવાઓ પર સવાલ ઉઠાવવામાં આવે છે. કોંગ્રેસ અને TMC જ નહીં, પરંતુ અખિલેશ યાદવે પણ ઉત્તર પ્રદેશમાં SIR પ્રક્રિયા પર પ્રશ્નો ઉઠાવ્યા છે. DMK અને INDIA ગઠબંધનમાં સામેલ અન્ય પક્ષોની પણ આ સ્થિતિ છે.

સંસદમાં તેની સંખ્યાના આધારે સરકારને કોઈ પરેશાની નહીં થાય, અને વિપક્ષનો મહાભિયોગ પ્રસ્તાવ પડી જશે, પરંતુ તેણે વિપક્ષને એકજુથ કરી દીધો છે. આ ઉપરાંત તૃણમૂલ કોંગ્રેસનું કહેવું છે કે તે ગૃહમાં તે પોતાની વાત કહેવા માંગે છે અને પોતાની વારોને રેકોર્ડ પર લાવવા માંગે છે. આને વિપક્ષની રણનીતિનો ભાગ માનવામાં આવી રહ્યો છે.

opposition
newsclick.in

એક સત્ર અને બે મહાભિયોગથી કેવી રીતે બેકફૂટ પર આવી સરકાર?

વિપક્ષ સતત આરોપ લગાવે છે કે દેશની બંધારણીય સંસ્થાઓ મોદી સરકારના નિયંત્રણ હેઠળ છે અને તેના ઈશારે કાર્ય કરી રહી છે. કોંગ્રેસે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા પર આરોપ લગાવ્યો છે કે તેઓ નિષ્પક્ષતાથી કામ કરી રહ્યા નથી, અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીને લોકસભામાં બોલવા ન દીધા. એવામાં મમતા બેનર્જીથી લઈને કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને અન્ય પક્ષો સુધીના વિપક્ષી દળો બંધારણીય સંસ્થાઓની નિષ્પક્ષતા પર સવાલ ઉઠાવી રહ્યા છે અને હવે મહાભિયોગ લાવવાનો દાવ ખેલી રહ્યા છે.

મોદી સરકારને હવે વારંવાર સ્પષ્ટતા કરવી પડી રહી છે કે આ સંસ્થાઓ સ્વતંત્ર છે. જ્યારે સરકારે સ્પષ્ટતાઓ આપવી પડે છે, ત્યારે તે આપમેળે બેકફૂટ મનાવમાં આવે છે. આ દરખાસ્તોને કારણે ગૃહની કાર્યવાહી બાધિત થવાનું જોખમ વધી ગયું છે. કેન્દ્ર સરકાર જે મહત્ત્વપૂર્ણ બિલો પસાર કરવા માંગે છે તેની ચર્ચા કરવાને બદલે તેને પોતાના અધિકારીઓનો બચાવ કરવાની ફરજ પડી રહી છે.

કોંગ્રેસથી લઈને સમાજવાદી પાર્ટી સુધીના તમામ વિપક્ષી દળો સંપૂર્ણપણે એકજૂથ થઈ ગયા છે. મમતા બેનર્જીની TMC અને રાહુલ ગાંધીની કોંગ્રેસ સ્પીકર અને મુખ્ય ચૂંટણી કમિશનરને હટાવવાની માંગમાં એક સૂરમાં નજરે પડી રહી છે. આ વિપક્ષી એકતા મોદી સરકાર માટે માથાનો દુઃખાવો બની ગઈ છે, ગૃહથી લઈને રસ્તાઓઓ સુધી વિરોધ પ્રદર્શનો અને સરકારને ઘેરવાના દાવ ચાલી રહી છે.

About The Author

Related Posts

Top News

'ખ્રિસ્તી બનો તો કેન્સર મટી શકે છે...' આદિવાસી ગામને ધર્મ પરિવર્તન માટે આવું કહેવાનો પાદરીઓ પર આરોપ; પોલીસે કેસ નોંધ્યો

મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં પોલીસે બે પાદરીઓ અને તેમના સહયોગીઓ સામે ધર્મ પરિવર્તનનો કેસ નોંધ્યો છે. તેમના પર મોહનપુર ખુર્દ ગામમાં ...
National 
'ખ્રિસ્તી બનો તો કેન્સર મટી શકે છે...' આદિવાસી ગામને ધર્મ પરિવર્તન માટે આવું કહેવાનો પાદરીઓ પર આરોપ; પોલીસે કેસ નોંધ્યો

ફ્રાન્સે ટ્રમ્પની તિજોરીમાંથી 129 ટન સોનું વેચી નાખ્યું અને તેના ખજાનામાં લગભગ 13 અરબ યુરોનો નફો પણ કર્યો

ડોનાલ્ડ ટ્રમ્પ યુનાઇટેડ સ્ટેટ્સમાં સત્તામાં આવ્યા ત્યારથી, યુરોપિયન દેશોથી તેમનું અંતર વધી રહ્યું છે. ટેરિફ, ગ્રીનલેન્ડ અને ઈરાન...
Business 
ફ્રાન્સે ટ્રમ્પની તિજોરીમાંથી 129 ટન સોનું વેચી નાખ્યું અને તેના ખજાનામાં લગભગ 13 અરબ યુરોનો નફો પણ કર્યો

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 13-04-2026 વાર: સોમવાર મેષ - આજે ઘર પરિવાર પાછળ ખર્ચનું પ્રમાણ વધે, નોકરી ધંધામાં ઉપરી વર્ગ સાથે સંઘર્ષ ટાળવો,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

CSK અને DC મેચમાં મોટો વિવાદ, સ્ટબ્સે હેલ્મેટ ફેંક્યું, દિલ્હીના ખેલાડીઓ અમ્પાયર સાથે ઝઘડ્યા; જાણો શું છે આખો મામલો

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2026)માં સીઝનની 18મી મેચ શનિવારે રાત્રે ચેન્નાઈના એમ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે CSK અને ...
Sports 
CSK અને DC મેચમાં મોટો વિવાદ, સ્ટબ્સે હેલ્મેટ ફેંક્યું, દિલ્હીના ખેલાડીઓ અમ્પાયર સાથે ઝઘડ્યા; જાણો શું છે આખો મામલો
Copyright (c) Khabarchhe All Rights Reserved.