રાજ્યસભામાં ભાજપના કદમાં વધારો... AAPના 7 સાંસદોના વિલીનીકરણને રાજ્યસભાના અધ્યક્ષ સી.પી. રાધાકૃષ્ણને આપી મંજૂરી

રાજ્યસભાના અધ્યક્ષ સી.પી. રાધાકૃષ્ણને આમ આદમી પાર્ટી (AAP)માંથી અલગ થયેલા એક જૂથના વિલીનીકરણને મંજૂરી આપી છે. AAPના 7 સાંસદોના એક જૂથે ગયા અઠવાડિયે ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાવા માટે પાર્ટી છોડી દીધી હતી. AAPએ આ બળવાખોર સાંસદોને ગેરલાયક ઠેરવવાની માંગ કરી હતી, પરંતુ અધ્યક્ષે આ જૂથના ભાજપમાં વિલીનીકરણને મંજૂરી આપી દીધી છે. રાજ્યસભા સચિવાલયે આ સંદર્ભમાં એક અધિસૂચના પણ જાહેર કરી છે.

બળવાખોર જૂથના વિલીનીકરણ સાથે જ ભાજપમાં રાજ્યસભામાં વધુ શક્તિશાળી બની ગઇ છે, અને તેની સભ્ય સંખ્યા પણ વધી ગઇ છે. રાજ્યસભામાં ભાજપના સાંસદોની સંખ્યા હવે 113 થઈ ગઈ છે. તેનાથી વિપરીત, ગયા અઠવાડિયા સુધી 7 સાંસદોવાળી AAP પાસે હવે ફક્ત 3 સાંસદો બાકી રહી ગયા છે. AAP છોડી ગયેલા 7 સાંસદોમાંથી 6 પંજાબથી રાજ્યસભાના સભ્ય છે.

22

ગયા શુક્રવારે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો હતો, જ્યારે રાઘવ ચઢ્ઢા, હરભજન સિંહ, અશોક મિત્તલ, સંદીપ પાઠક, વિક્રમ સાહની, રાજેન્દ્ર ગુપ્તા અને સ્વાતિ માલીવાલ એકસાથે પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા હતા. પાર્ટી છોડતા આ સાંસદોએ આરોપ લગાવ્યો કે અરવિંદ કેજરીવાલના નેતૃત્વ હેઠળની પાર્ટી તેના મૂળ સિદ્ધાંતો અને નૈતિક મૂલ્યોથી ભટકી ગઈ છે. તો, AAPના અન્ય એક સાંસદ બલબીર સિંહ સીચેવાલનો દાવો છે કે રાજ્યસભાના સાંસદ વિક્રમજીત સિંહ સાહનીએ તેમની સાથે આઝાદ જૂથમાં જોડાવા માટે સંપર્ક કર્યો હતો, પરંતુ તેમણે ના પાડી દીધી હતી.

આ ઘટનાક્રમ અગાઉ, AAP સાંસદ સંજય સિંહે રવિવારે અધ્યક્ષ રાધાકૃષ્ણનને પત્ર લખીને ઉપલા ગૃહના 7 સાંસદોને ગેરલાયક ઠેરવવાનો અનુરોધ કર્યો હતો, જેમણે તાજેતરમાં AAP છોડીને ભાજપમાં વિલયની જાહેરાત કરી હતી. સંજય સિંહે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ 7 રાજ્યસભા સભ્યો દ્વારા લેવામાં આવેલું પગલું પક્ષપલટા સમાન છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જરૂરીયાત પડવા પર પાર્ટી આ મામલે કાનૂની કાર્યવાહી શરૂ કરશે.

23

AAPએ પાર્ટી છોડનારા સાત સાંસદોનું સભ્યપદ સમાપ્ત કરવા વિનંતી કરી છે, અને દાવો કર્યો છે કે આ સાંસદો AAP ટિકિટ પર ઉપલા ગૃહમાં ચૂંટાયા હતા પરંતુ ત્યારબાદ પાર્ટી છોડીને ભાજપમાં જોડાવાનો નિર્ણય લીધો હતો. સંજય સિંહે દાવો કર્યો હતો કે ઉત્તરાખંડ અને અરુણાચલ પ્રદેશને લગતા કેસો સહિત સુપ્રીમ કોર્ટના અનેક ચૂકાદાઓમાં એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે પક્ષપલટાના આવા કિસ્સાઓમાં કયા પ્રકારે તેમના પદ પરથી ગેરલાયક ઠેરવી શકાય છે.

About The Author

Related Posts

Top News

સુરતમાં દાંતના ડોક્ટર સામે થયેલી 15 લાખની વળતરની માંગ કોર્ટે ફગાવી

​સુરત: ફરિયાદીની પુત્રીની દાંતની સારવારમાં સ્મીમેર હોસ્પિટલના દાંત વિભાગના તબીબોએ બેદરકારી દાખવીને જમણી બાજુને બદલે ડાબી બાજુની દાઢ કાઢી નાંખી...
Gujarat 
સુરતમાં દાંતના ડોક્ટર સામે થયેલી 15 લાખની વળતરની માંગ કોર્ટે ફગાવી

સુપ્રીમ કોર્ટે ઉમર અને શર્જીલને જામીન ન આપવાના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા

સુપ્રીમ કોર્ટે દિલ્હી રમખાણો કેસમાં ઉમર ખાલિદ અને શર્જીલ ઇમામને જામીન ન આપવાના પોતાના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા છે. જસ્ટિસ ...
National 
સુપ્રીમ કોર્ટે ઉમર અને શર્જીલને જામીન ન આપવાના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા

NEET પેપર લીક: 100 કરોડનું ટર્નઓવરવાળું કોચિંગ સેન્ટર ચલાવતા શિવરાજની ધરપકડ

NEET-UG 2026 પેપર લીક કેસની તપાસમાં એક બહુ મોટી સફળતા મળી છે. આ દેશવ્યાપી પરીક્ષા લીક નેટવર્કની તપાસના તાર હવે...
Education 
NEET પેપર લીક: 100 કરોડનું ટર્નઓવરવાળું કોચિંગ સેન્ટર ચલાવતા શિવરાજની ધરપકડ

અનોખા લગ્ન, 7 ફેરા ફરતા પહેલા વરરાજા અને કન્યાએ આ મેડિકલ ટેસ્ટ કરાવ્યો

હરિયાણાના ચરખી દાદરી જિલ્લામાં એક લગ્ન દેશભરમાં ચર્ચાનો વિષય બન્યા છે. પરંપરાગત વિધિઓ અને દેખાડાથી દૂર રહીને નવદંપતીઓએ લગ્ન પહેલાં ...
National 
અનોખા લગ્ન, 7 ફેરા ફરતા પહેલા વરરાજા અને કન્યાએ આ મેડિકલ ટેસ્ટ કરાવ્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.