સુરતમાં પ્રચાર કરવા નીકળેલા ભાજપના નેતાને લોકોએ મોઢા પર જ કહી દીધું- ‘આ વિસ્તાર ભૂલી જજો મત નહીં મળે’

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખોની જાહેરાત થતા જ ગરમાવો વધી રહ્યો છે. સુરતના રાજકારણમાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. સુરત મહાનગરપાલિકાના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને ભાજપના અગ્રણી નેતા રાજન પટેલને રવિવારે પોતાના જ વિસ્તારમાં લોકરોષનો સામનો કરવો પડ્યો હતો.

રાંદેર ગામના ઝંડા ચોક વિસ્તારમાં જ્યારે રાજન પટેલ કાર્યકર્તાઓ સાથે પ્રચાર માટે પહોંચ્યા, ત્યારે સ્થાનિકોએ તેમને ઘેરી લીધા હતા. વિકાસના દાવા અને કરોડોના બજેટ રજૂ કરનાર નેતા જ્યારે વોર્ડ નંબર-9માં જનસંપર્ક માટે નીકળ્યા, ત્યારે તેમને સ્થાનિકોના ભારે રોષનો સામનો કરવો પડ્યો હતો. રૂ. 10,593 કરોડો રૂપિયાનું બજેટ રજૂ કરનાર અને વિકાસના દાવા કરનારા પૂર્વ ચેરમેનને જનતાએ પાયાની સુવિધાઓ મુદ્દે આડેહાથ લીધા હતા.

pema khandu
theprint.in

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, રાંદેર ગામમાં રાંદેર ઝંડા ચોક વિસ્તારમાં ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરવા નીકળેલા રાજન પટેલ અને તેમની સાથે રહેલા ભાજપના કાર્યકર્તાઓને સ્થાનિક લોકોએ રસ્તામાં જ અટકાવી દીધા હતા. લોકોનો આક્રોશ એટલો હતો કે તેમણે નેતાઓને ચારેબાજુથી ઘેરી લીધા હતા. સ્થાનિકોએ સીધો સવાલ કર્યો હતો કે, ‘તમે આટલા વર્ષોમાં અહીં ક્યારેય દેખાયા છો? આજે મતોની જરૂર પડી ત્યારે જ કેમ આવ્યા?’ લોકોએ મોઢા પર જ કહી દીધું હતું કે, ‘વિસ્તારમાં લાંબા સમયથી રોડ-રસ્તાનું કામ બાકી છે, છતા કોઈ તસ્દી લેવામાં આવી નથી. નેતાઓ જ્યારે આશ્વાસન આપવાનો પ્રયાસ કરતા હતા, ત્યારે લોકોએ વળતો પ્રહાર કરતા કહ્યું હતું કે, આવા વાયદાઓ તો અમે છેલ્લા 20 વર્ષથી સાંભળીએ છીએ.

વિરોધનું સૌથી ઉગ્ર સ્વરૂપ ત્યારે જોવા મળ્યું, જ્યારે સ્થાનિક રહીશ હાથમાં ગંદા પાણીની ડોલ લઈને રાજન પટેલની સામે આવી પહોંચ્યા. આ ડોલમાં કાળા રંગનું અને અત્યંત દુર્ગંધ મારતું પાણી હતું, જે સ્થાનિકોના ઘરે નળમાં આવી રહ્યું છે. લોકોએ આ ગંદા પાણીની ડોલ બતાવીને નેતાઓને પૂછ્યું હતું કે, ‘શું આ પાણી પીવાલાયક છે? તમે કરોડોના બજેટની વાતો કરો છો પણ અમને પીવાનું શુદ્ધ પાણી પણ આપી શકતા નથી.’ આ દૃશ્ય જોઈને ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગયા હતા અને કોઈ ઉત્તર આપી શક્યા નહોતા.

નોંધનીય છે કે, રાજન પટેલ સુરત મહાનગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે રહી ચૂક્યા છે. તેમના કાર્યકાળ દરમિયાન તેમણે સુરત શહેર માટે રૂ. 10,593 કરોડોનું વિકાસલક્ષી બજેટ મંજૂર કર્યું છે. જોકે, તેમના જ મતવિસ્તારમાં રસ્તા અને પીવાના પાણી જેવી પાયાની સુવિધાઓની સમસ્યા ઉકેલાય નથી, ત્યારે જનતાએ તેમને આ બાબતે ઘેર્યા હતા. લોકોમાં એવી લાગણી જોવા મળી હતી કે, કાગળ પરના કરોડોના બજેટ સામાન્ય માણસના ઘર સુધી પહોંચવામાં નિષ્ફળ રહ્યા છે.

આ જનસંપર્ક દરમિયાન માત્ર યુવાનો જ નહીં, પરંતુ મોટી સંખ્યામાં મહિલાઓ પણ રસ્તા પર ઉતરી આવી હતી. મહિલાઓએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ગંદા પાણીને કારણે ઘરે-ઘરે બીમારીઓ ફેલાઈ રહી છે. અને રસ્તાઓની હાલત એટલી ખરાબ છે કે અવરજવર કરવી મુશ્કેલ બની છે.  રોષે ભરાયેલા લોકોએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપતા કહ્યું હતું કે, ‘આ એરિયાને આજે તમે ભૂલી જજો, અહીંથી કોઈ મત આપવાનું નથી. લોકોએ નેતાઓને ચોખ્ખું સંભળાવી દીધું હતું કે, હવે જનતા માત્ર ચૂંટણી સમયે જ દેખતા નેતાઓને સ્વીકારવાના મૂડમાં નથી.

જ્યારે જનતાનો રોષ વધી રહ્યો હતો, ત્યારે ભાજપના કેટલાક કાર્યકર્તાઓએ બચાવ કરવાનો પ્રયાસ કર્યો. એક કાર્યકર્તાએ જ્યારે સ્થાનિકોને એમ કહ્યું કે, તમે આ બાબતે સત્તાવાર ફરિયાદ કેમ નથી કરતા? ત્યારે લોકો વધુ ઉશ્કેરાયા હતા અને કહ્યું હતું કે અમે અનેક વખત ફરિયાદો કરી છે, પણ કોઈ સાંભળતું નથી. આ દરમિયાન જ્યારે કોઈએ મોબાઈલ ફોનમાં આ ઘટનાનો વીડિયો ઉતારવાનું શરૂ કર્યું, ત્યારે ભાજપના કાર્યકર્તાએ તેમને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો, જેના પર સ્થાનિકો ભડક્યા હતા અને કહ્યું હતું કે, અમે કેમ વીડિયો ન ઉતારીએ? તમારી પોલ ખુલ્લી પડી રહી છે એટલે તમે ડરો છો?

પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે જેમના હસ્તે આખા શહેરના કરોડોના બજેટ પસાર થયા, તેમના જ વિસ્તારની આવી બદતર હાલત જોઈને અનેક સવાલો ઉભા થયા છે. કાગળ પર દેખાતો વિકાસ જમીન સ્તર પર કેમ નથી પહોંચ્યો, તે મુદ્દો અત્યારે સમગ્ર સુરતમાં ચર્ચાનો વિષય બન્યો છે.

About The Author

Related Posts

Top News

અમેરિકાની કંપની ગુજરાતના વિદ્યાર્થીઓનો ડેટા ભેગો કરે છે, શિક્ષણ વિભાગે આપી ચેતવણી

રાજ્યની શાળાઓમાં બાળકોના વ્યક્તિગત અને સંવેદનશીલ ડેટાની સુરક્ષા સુનિશ્ચિત કરવા પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીએ મહત્ત્વપૂર્ણ પરિપત્ર બહાર પાડ્યો છે. AI ...
Gujarat 
અમેરિકાની કંપની ગુજરાતના વિદ્યાર્થીઓનો ડેટા ભેગો કરે છે, શિક્ષણ વિભાગે આપી ચેતવણી

પશ્ચિમ બંગાળને તો છોડો મક્કા-મદીનામાં પણ ઇસ્લામિક કારણોસર ઇદ પર ગાયની બલિ આપવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે

દર વર્ષે, વિશ્વભરના મુસ્લિમ દેશોમાં બકરી ઇદ પર મોટી સંખ્યામાં ઘેટાં, બકરા, ગાય, ભેંસ અને ઊંટની...
Astro and Religion 
પશ્ચિમ બંગાળને તો છોડો મક્કા-મદીનામાં પણ ઇસ્લામિક કારણોસર ઇદ પર ગાયની બલિ આપવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે

ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણ જેવા વ્યક્તિત્વો સમાજ માટે પ્રકાશસ્તંભ છે, જે આંખોને રોશની આપે છે અને હૃદયોને પ્રેરણા

(ઉત્કર્ષ પટેલ) સ્વભાવે સરળ અને સ્પષ્ટ વ્યક્તિત્વ ધરાવતા ડૉ. મહેન્દ્રસિંહ દેવસિંહ ચૌહાણ ગુજરાતના પ્રસિદ્ધ આંખના સર્જન છે. 24 ડિસેમ્બર 1964ના...
Opinion 
ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણ જેવા વ્યક્તિત્વો સમાજ માટે પ્રકાશસ્તંભ છે, જે આંખોને રોશની આપે છે અને હૃદયોને પ્રેરણા

TMC નેતા દીપાંકર ભટ્ટાચાર્યના નિવાસસ્થાન અને ઓફિસમાંથી રૂ. 80 લાખની રોકડ મળી; જાણો શું છે આરોપ

પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લામાં, TMC નેતા સાથે જોડાયેલા વિવિધ પરિસરમાંથી ₹80 લાખ રોકડ મળી આવી છે. અહેવાલો...
Politics 
TMC નેતા દીપાંકર ભટ્ટાચાર્યના નિવાસસ્થાન અને ઓફિસમાંથી રૂ. 80 લાખની રોકડ મળી; જાણો શું છે આરોપ
Copyright (c) Khabarchhe All Rights Reserved.