‘સમૃદ્ધ લોકોને તમારો દેખાડો જોવાનો સમય નથી, સંતાનો સવાલ પૂછશે કે તમને સમજણ હતી તો આવો વટ કેમ માર્યો?’, આવું કેમ બોલ્યા અલ્પેશ ઠાકોર?

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજયમાં આવેલો ગરમાવો હવે શાંત થઈ ગયો છે. પરિણામોમાં ભાજપે ફરી એક વખત કમાલ કરી બતાવી છે. આ ચૂંટણીમાં નેતાઓના નિવેદનો વાયરલ થયા હતા અને ચર્ચાનો વિષય બન્યા હતા. એવી જ રીતે ચૂંટણી પૂર્ણ થતા જ હાલ અલ્પેશ ઠાકોરના નિવેદનને લઈને હાલ ગુજરાતમાં ચર્ચા થઈ રહી છે. ચાલો જાણીએ અલ્પેશ ઠાકોરે શું કહ્યું હતું.

aplesh
facebook.com/ialpeshthakor

મહેસાણા જિલ્લાના વિસનગરમાં તાજેતરમાં જ ઠાકોર સમાજના સમૂહલગ્નનું આયોજન થયું હતું. ત્યાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સહિત સમાજના અનેક અગ્રણી નેતા હાજર રહ્યા હતા અને તેમણે સમાજને મોટો સંદેશ આપ્યો હતો. તેમણે ખાસ કરીને લગ્ન પ્રસંગોમાં થતા ભારે ખર્ચા અને દેખાડાની પ્રથાઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. સાથે જ તેમણે પોતાના વિરોધીઓને પણ મંચ પરથી નિવેદનબાજીમાં આડેહાથ લીધા હતા.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sambhaav Nascent LLP (@vtv_gujarati_news)

VTV ગુજરાતીના અહેવાલ મુજબ અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે, ‘આજકાલ કેટલાક લોકો માત્ર દેખાદેખી માટે પોતાની ક્ષમતા કરતાં વધુ ખર્ચ કરી રહ્યા છે, જે લાંબા ગાળે આર્થિક રીતે નુકસાનકારક સાબિત થાય છે. ઘણા પરિવારો લગ્ન જેવા પ્રસંગો માટે જમીન વેચી નાખે છે અથવા વ્યાજે પૈસા લઈને ભવ્ય આયોજન કરે છે, જે સમજદારીભર્યું નથી. તેમણે ચેતવણી આપી કે આવા નિર્ણયો ભવિષ્યમાં પરિવાર માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે.

વિસનગરમાં અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે, ‘દેખાડો કરવા દેવું ના કરો, વીઘો વેચી લગ્ન ના કરો. મધ્યમ વર્ગ 'બધા જોતા રહી જાય' તેવા પ્રસંગો કરવાની લ્હાયમાં પાયમાલ થઈ રહ્યો છે. સમૃદ્ધ લોકોને તમારો દેખાડો જોવાનો સમય નથી. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે, વ્યાજખોરીથી સાવધાન વટ પાડવા માટે જમીન વેચવી કે વ્યાજે પૈસા લાવીને લાખોનો ધૂમાડો કરવો એ બુદ્ધિમાની નથી.

aplesh
facebook.com/ialpeshthakor

તેમણે સમાજને અપીલ કરી કે દેખાડો કરવા માટે દેવું લેવું કે સંપત્તિ વેચવી ટાળવી જોઈએ. સમૃદ્ધ લોકો પાસે આ પ્રકારના દેખાડા માટે સમય નથી, જ્યારે મધ્યમ વર્ગના લોકો આ દોડમાં ફસાઈને પોતાની આર્થિક સ્થિતિને નબળી બનાવી રહ્યા છે. જો આજે ખોટા ખર્ચા કરશો, તો ભવિષ્યમાં સંતાનો સવાલ પૂછશે કે, ‘તમને સમજણ હતી તો આવો વટ કેમ માર્યો? અયોગ્ય રીતિ-રિવાજો ત્યાગીને લગ્નમાં થતી બચતનો ઉપયોગ બાળકોના શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્ય માટે કરવા અપીલ કરી.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sambhaav Nascent LLP (@vtv_gujarati_news)

ઉલ્લેખનીય છે કે, આ વર્ષની શરૂઆતમાં વાવ-થરાદના દિયોદરમાં ઠાકોર સમાજે મહાસંમેલન આયોજિત કરીને પોતાના સમાજનું આગવું બંધારણ અપનાવ્યું છે. જેમાં સાંસદ ગેનીબેન અને ધારાસભ્ય કેસાજી ચૌહાણ સહિતના અનેક નેતાઓ અને આગેવાનો હાજર રહ્યા હતા અને સમાજના બંધારણનું ચૂસ્તપણે પાલન કરવાની હાકલ કરી હતી. જે બંધારણમાં ખાસ સગાઈ-પ્રેમલગ્ન અને મૈત્રી કરારથી માંડી મરણપ્રસંગ સુધી આ 16 મુદ્દા પર નિયમો બનાવાયા હતા અને તેનો પણ ઉદ્દેશ્ય પણ ખાસ આવા શુભપ્રસંગમાં ખોટો ખર્ચ ટાળવાનો હતો, ત્યારે હાલ આ મુદ્દે અલ્પેશ ઠાકોરે નિવેદન આપતા આ મુદ્દો હાલ ચર્ચાનો વિષય બન્યો છે.

About The Author

Related Posts

Top News

રાહુલ ગાંધીએ નવા CBI ડિરેક્ટરની પસંદગી પ્રક્રિયા સામે વાંધો, બોલ્યા- ‘વિરોધ પક્ષના નેતા રબર સ્ટેમ્પ નથી.’

મંગળવારે સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના નવા ડિરેક્ટરની નિમણૂક માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર નિવાસસ્થાન 7 લોક કલ્યાણ...
Politics 
રાહુલ ગાંધીએ નવા CBI ડિરેક્ટરની પસંદગી પ્રક્રિયા સામે વાંધો, બોલ્યા- ‘વિરોધ પક્ષના નેતા રબર સ્ટેમ્પ નથી.’

PM મોદીની અપીલની અસર, DyCM હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો, 2 મંત્રી પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે, રાજ્યપાલ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ક ફ્રોમ હોમ (WFH) અને પેટ્રોલ ડીઝલના વપરાશ મુદ્દેના નિવેદન બાદ ગુજરાતના મોટા નેતાઓ અને અધિકારીઓએ...
Gujarat 
PM મોદીની અપીલની અસર, DyCM હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો, 2 મંત્રી પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે, રાજ્યપાલ...

યુદ્ધ અને ખાવાના તેલને શું સંબંધ? જો આપણે તેલ અંગે PMની સલાહ માનીએ તો દોઢ લાખ કરોડથી વધુ બચશે

અમેરિકા-ઈરાન યુદ્ધની અસર હવે ભારતમાં વ્યાપકપણે જોવા મળી રહી છે. PM નરેન્દ્ર મોદી પોતે લોકોને બચત કરવા માટે વિનંતી કરી...
Business 
યુદ્ધ અને ખાવાના તેલને શું સંબંધ? જો આપણે તેલ અંગે PMની સલાહ માનીએ તો દોઢ લાખ કરોડથી વધુ બચશે

સૂર્યા મિધા... 22 વર્ષની ઉંમરે બન્યો અબજપતિ, કંપની બનાવી 20000 કરોડ ભેગા કર્યા, ઝુકરબર્ગને પાછળ છોડ્યો!

22 વર્ષની ઉંમરે, મોટાભાગના છોકરાઓ કોલેજ પુરી કરીને તેમની પહેલી નોકરી શોધવામાં અથવા તેમની કારકિર્દી બનાવવામાં વ્યસ્ત હોય છે....
Tech and Auto 
સૂર્યા મિધા... 22 વર્ષની ઉંમરે બન્યો અબજપતિ, કંપની બનાવી 20000 કરોડ ભેગા કર્યા, ઝુકરબર્ગને પાછળ છોડ્યો!
Copyright (c) Khabarchhe All Rights Reserved.