આવું તો ભાજપ જ કરી શકે! બહુચરાજી બજારમાં પાથરણું કરી બંગડી વેચનાર મહિલાને BJPએ ટિકિટ આપી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને હવે પ્રચાર-પ્રસારનો દૌર શરૂ થઈ ચૂક્યો છે. ફોર્મ ભરાઈ ચૂક્યા છે અને આજે ફોર્મ ચકાસણી થઈ રહી છે. ત્યારબાદ 15 એપ્રિલ ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ છે. ભાજપ ચૂંટણી દરમિયાન હંમેશાં ઘણી વખત ચોંકાવનારા નિર્ણયો લે છે. આ વખતે પણ ભાજપે કંઈક આવું જ કર્યું છે. તેણે કેટલાક એવા લોકોને ટિકિટ આપી છે જેણે બધાનું ધ્યાન ખેંચ્યું છે. ભાજપે મહેસાણામાં પાર્ટીના કાર્યાલયમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા રમેશ ભીલને ટિકિટ આપીને સૌને ચોંકાવી દીધા છે. તો આવો જ અન્ય એક કિસ્સો બહુચરાજીમાં પણ સામે આવ્યો છે.

અહીની નગરપાલિકાની આગામી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ  બહુચરાજી મંદિર રોડ પર ફૂટપાથ (પાથરણા) પર બેસીને બંગડીઓ અને શણગારની નાની-મોટી વસ્તુઓ વેચતા સન્સીબેન લક્ષ્મણભાઈ કાંગસિયાને ટિકિટ આપીને બધાને હેરાન કરી દીધા છે. ન્યૂઝ18 ગુજરાતીના અહેવાલ મુજબ, સન્સીબેનને ભાજપે બહુચરાજી નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર-4ના ઉમેદવાર બનાવ્યા છે. સન્સીબેનનો અત્યાર સુધીનો પ્રવાસ અત્યંત કપરો રહ્યો છે. તેઓ વર્ષોથી રસ્તા પર પાથરણું પાથરી બંગડીઓ વેચી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. માત્ર પ્રાથમિક સુધી ભણેલા હોવા છતા તેમનામાં જનસેવાની અતૂટ આસ્થા છે.

53

ભાજપે એક સામાન્ય શ્રમિક મહિલાને ટિકિટ આપીને સમાજમાં એક સકારાત્મક સંદેશ મોકલવાનો પ્રયાસ કર્યો છે. આ નિર્ણય દ્વારા પક્ષે એ સાબિત કર્યું છે કે રાજકારણ માત્ર પૈસાદાર કે વગદાર લોકો માટે જ નથી, પરંતુ પાયાના સ્તરે કામ કરનાર વ્યક્તિ પણ નગરના વિકાસમાં ભાગીદાર બની શકે છે. અતિ પછાત વર્ગમાંથી આવતી એક શ્રમિક મહિલાને જ્યારે આવી મોટી તક મળે, ત્યારે તે સમાજમાં મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

સન્સીબેન જેવા સામાન્ય અને મહેનતુ મહિલાને ઉમેદવાર બનાવતા સ્થાનિક લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકોનું માનવું છે કે જે વ્યક્તિએ ગરીબી અને સંઘર્ષ જોયો હોય, તે જ સામાન્ય જનતાના પ્રશ્નોને વધુ સારી રીતે સમજી શકે છે.

55

આ ઉપરાંત પણ એવા ઘણા કિસ્સા છે જેમાં સામાન્ય વ્યક્તિ અને જનસેવાની ભાવના ધરાવતા વ્યક્તિને ટિકિટ આપવામાં આવી છે. ભાજપે અમરેલી જિલ્લાના બગસરા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે પરંપરાગત રાજકારણીઓના બદલે એક તેજસ્વી અને ભણેલી-ગણેલી યુવા વિદ્યાર્થિની પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. બગસરા નગરપાલિકાના વોર્ડ નંબર-2માંથી ભાજપે નકુમ વિશ્વાને ટિકિટ આપી છે. વિશ્વા નકુમની હાલમાં BSC નર્સિંગના ચોથા વર્ષમાં અભ્યાસ કરી રહી છે. અભ્યાસ સાથે-સાથે સમાજ સેવાની ભાવના ધરાવતી આ દીકરીને ભાજપે ટિકિટ આપતા પંથકમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

About The Author

Related Posts

Top News

શું છે વોટ્સએપ પ્લસ અને ઇન્સ્ટાગ્રામ 'પ્લસ'? શું હવે તમારે પૈસા ચૂકવવા પડશે?

શું તમારે વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ ચલાવવા માટે પૈસા ચૂકવવા પડશે? મેટાએ એક મોટી જાહેરાત કરી છે જેની સીધી અસર...
Tech and Auto 
શું છે વોટ્સએપ પ્લસ અને ઇન્સ્ટાગ્રામ 'પ્લસ'? શું હવે તમારે પૈસા ચૂકવવા પડશે?

852 કરોડનો શોપિંગ મોલ, શાનદાર ઘર.. ; જાણો કર્ણાટકના CM બનવા જઈ રહેલા DK શિવકુમારની કુલ સંપત્તિ વિશે

DK શિવકુમાર કર્ણાટકના નવા CM બનશે. સિદ્ધારમૈયા સરકાર ભંગ થઈ રહી છે, અને તેઓ ગુરુવારે બપોરે લોકભવનમાં CM પદ...
Business 
852 કરોડનો શોપિંગ મોલ, શાનદાર ઘર.. ; જાણો કર્ણાટકના CM બનવા જઈ રહેલા DK શિવકુમારની કુલ સંપત્તિ વિશે

TMC સાંસદ અભિષેક બેનર્જી પર હુમલો; કપડા ફાડ્યા-ઇંડા ફેંક્યા, મમતા-અખિલેશ-કોંગ્રેસ બધા ભડક્યા

TMC સાંસદ અભિષેક બેનર્જી પર આજે સાંજે કેટલાક લોકોએ હુમલો કર્યો. એવું કહેવામાં આવી રહ્યું છે કે અભિષેક એક પાર્ટી...
National 
TMC સાંસદ અભિષેક બેનર્જી પર હુમલો; કપડા ફાડ્યા-ઇંડા ફેંક્યા, મમતા-અખિલેશ-કોંગ્રેસ બધા ભડક્યા

રાજસ્થાનનો આ વીડિયો જોઈને તમને ટોમ ક્રૂઝના ફિલ્મની યાદ આવી જશે

રાજસ્થાનના ચુરુ જિલ્લામાં શનિવારે બપોરે એક વિશાળ અને ભયાનક ધૂળની ડમરીઓ (વાવાઝોડું) ત્રાટકી હતી, જેના કારણે સમગ્ર આકાશ ધૂળની...
National 
રાજસ્થાનનો આ વીડિયો જોઈને તમને ટોમ ક્રૂઝના ફિલ્મની યાદ આવી જશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.