પૂર્વ ફાસ્ટ બોલર અશોક ડિંડાએ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં TMC ઉમેદવારના દાંડિયા ડૂલ કર્યા

પશ્ચિમ બંગાળ વિધાનસભની ચૂંટણીના પરિણામો 4 મેના રોજ જાહેર થયા. બંગાળમાં 200થી વધુ બેઠકો પર વિજય સાથે ભાજપ સરકાર બનવા જઇ રહી છે. વિજેતાઓમાં ભાજપના એક એવા નેતા છે જેઓ એક સમયે IPLમાં રમતા હતા અને 7 કરોડ રૂપિયાથી વધુ કમાણી કરી હતી.

આપણે જે ખેલાડીની વાત કરી રહ્યા છીએ તે છે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને ફાસ્ટ બોલર અશોક ડિંડા. તેમણે રાજકારણના મેદાનમાં ઉતરવા માટે ક્રિકેટ પીચ છોડી દીધી હતી. અશોક તેમની બોલિંગ કુશળતા અને બોલિંગ એક્શન માટે પ્રખ્યાત હતા. જોકે, રાજકીય પીચ પર હવે તેઓ ભારતીય ક્રિકેટ ટીમના નહીં, ભારતીય જનતા પાર્ટી (BJP)ના અનુભવી ખેલાડી છે.

ashoke-dinda1
facebook.com/CircleofCricket.AshokeDinda

બંગાળની ચૂંટણીમાં અશોક ડિંડાએ કઈ બેઠક પર વિજય મેળવ્યો?

બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામો 4 મેના રોજ જાહેર કરવામાં આવ્યા હતા. 293 બેઠકો પર આવેલા પરિણામોમાં મોયના વિધાનસભા મતવિસ્તારનો પણ સમાવેશ થાય છે. આ જ બેઠક પરથી ભાજપે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અશોક ડિંડાને મેદાનમાં ઉતાર્યા હતા. તેમણે 16,241 મતોના માર્જિનથી વિજય મેળવ્યો છે. અશોક ડિંડાએ હવે આ બંગાળ મતવિસ્તારમાંથી સતત બીજી જીત નોંધાવી છે.

અશોક ડિંડાની ક્રિકેટ કારકિર્દી

અશોક ડિંડા વર્ષ 2008માં પ્રથમ વખત IPL રમ્યા હતા. ત્યારબાદ તેઓ 2017 સુધી IPLનો ભાગ રહ્યા, 5 અલગ-અલગ ફ્રેન્ચાઇઝી માટે રમ્યા. 9 વર્ષની IPL કારકિર્દી દરમિયાન તેમણે ભારતીય T20 લીગમાંથી કુલ 7.63 કરોડ કમાયા; આ આંકડો પાંચેય ટીમો તરફથી મળેલો કુલ પગાર હતો.

ashoke-dinda2
facebook.com/CircleofCricket.AshokeDinda

ડિંડાનો અંતિમ IPL પગાર 50 લાખ હતો, જે તેમને રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સ સાથે રમવા બદલ મળ્યો હતો. ડિંડાએ IPLમાં પ્રવેશ પછી ચોથી સીઝન દરમિયાન સૌથી વધુ પગાર મેળવ્યો હતો. જ્યારે તેઓ 2012માં પુણે વોરિયર્સ ઇન્ડિયા ટીમના સભ્ય હતા. IPL 2018ની હરાજી દરમિયાન અશોક ડિંડા વેચાયા વિના રહ્યા. 2021માં અશોક ડિંડાએ સત્તાવાર રીતે તેમની ક્રિકેટ કારકિર્દીને વિદાય આપી દીધી હતી.

ashoke-dinda3
aajtak.in

રાજકારણમાં પોતાની ઓળખ બનાવતા પહેલા અશોક ડિંડા ક્રિકેટની દુનિયામાં ધમાલ મચાવતા હતા. ડિંડા એક એવા ખેલાડી છે જેણે દેશ માટે 21 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. પોતાની શાનદાર બોલિંગથી તેમણે 29 વિકેટો લીધી હતી. આ ઉપરાંત IPLની 9 સીઝનમાં તેમણે 78 મેચ રમી અને 69 વિકેટો લીધી હતી.

About The Author

Related Posts

Top News

એક્શનમાં CM વિજય, મંદિર-મસ્જિદ, શાળાઓ અને બસ સ્ટેન્ડ નજીક દારૂની દુકાનો બંધ કરવાનો આદેશ

પશ્ચિમ બંગાળની જેમ, તમિલનાડુમાં પણ નવી સરકારે સત્તા સંભાળી છે, અને શરૂઆતથી જ એક્શન મોડમાં હોય તેવું લાગે...
એક્શનમાં CM વિજય, મંદિર-મસ્જિદ, શાળાઓ અને બસ સ્ટેન્ડ નજીક દારૂની દુકાનો બંધ કરવાનો આદેશ

વોટ્સએપ પ્લસ થયું લોન્ચ, મળશે વધુ ફીચર્સ, પણ ખિસ્સા હળવા કરવા પડશે

તમે કદાચ પહેલાથી જ વોટ્સએપનો ઉપયોગ કરી જ રહ્યા છો. હવે, વોટ્સએપ પ્લસ અજમાવીને જુઓ. અસલી, નકલી વર્ઝન...
Tech and Auto 
વોટ્સએપ પ્લસ થયું લોન્ચ, મળશે વધુ ફીચર્સ, પણ ખિસ્સા હળવા કરવા પડશે

ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને LPGના સ્ટોક અંગે કેન્દ્ર સરકારે આપી બધી માહિતી

વૈશ્વિક ઉર્જા બજારમાં ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે, ભારત સરકારે દેશવાસીઓને મોટી રાહત આપતા સ્પષ્ટ કર્યું છે કે દેશમાં ઈંધણની...
National 
ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને LPGના સ્ટોક અંગે કેન્દ્ર સરકારે આપી બધી માહિતી

NEET (UG) પરીક્ષા 24 લાખ વિદ્યાર્થીઓ ફરીથી આપશે; નવી એક્ઝામ અંગે જાણો સંપૂર્ણ વિગતો

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા ગત 3 મે 2026ના રોજ લેવાયેલી NEET (UG) 2026ની પરીક્ષા સત્તાવાર રીતે...
Education 
NEET (UG) પરીક્ષા 24 લાખ વિદ્યાર્થીઓ ફરીથી આપશે; નવી એક્ઝામ અંગે જાણો સંપૂર્ણ વિગતો
Copyright (c) Khabarchhe All Rights Reserved.