ચૂંટણીના ગરમાવા વચ્ચે અમદાવાદના પૂર્વ કોર્પોરેટરની ધરપકડ, જાણો શું છે આખો મામલો

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાવા સાથે જ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. પાર્ટીઓ પોત પોતાના ઉમેદવારોની જાહેરાત કરવા સાથે સાથે જ પ્રચાર પ્રસાર અભિયાનમાં લાગી ગયા છે. ચૂંટણીનાં માહોલ વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દૌર પણ શરૂ થઈ જાય છે, પરંતુ આ વખતે ચૂંટણીનાં માહોલ વચ્ચે અમદાવાદમાં એક કોંગ્રેસ નેતા તસનીમ આલમ તીરમીઝી અને તેમના પુત્રની ધરપકડ થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે.  

તસનીમ આલમ તીરમીઝી અમદાવાદના બહેરામપુરા વોર્ડના પૂર્વ કાઉન્સિલર છે. ન્યૂઝ18 ગુજરાતીના અહેવાલ મુજબ, અમદાવાદ બહેરામપુરા વોર્ડના પૂર્વ કાઉન્સિલર તસનીમ આલમ તીરમીઝી સહિત તેમના પુત્રની એક જૂના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. આરોપ છે કે, તસનીમ આલમ તીરમીઝીએ ખેડા-નડિયાદના કપડવંજમાં જમીન ખરીદી માટે પોતાને બોગસ ખેડૂત તરીકે દર્શાવ્યા હતા. કપડવંજના પુનાદરા ગામમાં ખેડૂત બનવા માટે તેમને ખોટું પેઢીનામું બનાવ્યું હતું. જે મામલે પનાદરા ગામના તલાટી મંત્રીએ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેથી આ કેસમાં તેમની અત્યારે ધરપકડ થઈ છે.

congress leader
facebook.com/TasnimAlam9999

જમીન ખરીદી અને બોગસ ખેડૂત બાબતે અમદાવાદના બહેરામપુરા વોર્ડના પૂર્વ કાઉન્સિલર તસનીમ આલમ તીરમીઝી સાથે તેમના પુત્રની પણ ધરપકડ કરાઈ છે. પનાદરા ગામના તલાટી મંત્રીની ફરિયાદ બાદ કપડવંજ પોલીસે ગઈકાલે મોડીરાત્રે આ બંને પિતા-પુત્રની કરી છે. ત્યારે ચૂંટણી પહેલા જ કોંગ્રેસના કાઉન્સિલરો ધરપકડ થતા અનેક તર્ક વિતર્ક ઉભા થયા છે.

પૂર્વ કાઉન્સિલર તસનીમ આલમ તીરમીઝી ચૂંટણી માટે બહેરામપુરા વોર્ડમાં કોંગ્રેસમાંથી પ્રબળ દાવેદાર ગયાન છે. ચૂંટણી અગાઉ તેમની ધરપકડ થતા ઉભા થયા વિવિધ પ્રકારના તર્ક-વિતર્ક કરવામાં આવી રહ્યા છે. સાથે જ આ મામલે રાજકિય હિલચાલ શરૂ થઈ છે.

congress leader
facebook.com/TasnimAlam9999

હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના માહોલ ચાલી રહ્યો છે, ત્યારે આ અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં પૂર્વ કાઉન્સિલર તસનીમ આલમ તીરમીઝી બહેરામપુરા વોર્ડમાં કોંગ્રેસના પ્રબળ દાવેદાર હતા. ત્યારે ચૂંટણી પહેલા તેમની ધરપકડ થતા કોંગ્રેસ આ મામલે વિપક્ષ પર આક્ષેપ કરી છે, જેથી આ મુદ્દે હાલ રાજકારણમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 20-04-2026 વાર- સોમવાર મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી

યુકે ચાર્ટર્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એક્સપોર્ટ એન્ડ ઇન્ટરનેશનલ ટ્રેડના ડાયરેક્ટર જનરલ માર્કો ફોર્જિયોને જણાવ્યું છે કે, સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ (...
World 
સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી

રશિયા જશે 3000 ભારતીય સૈનિકો, 10 ફાઇટર જેટ-5 યુદ્ધ જહાજો; જાણો શું છે મેગા ડિફેન્સ પ્લાન

ભારત અને રશિયા વચ્ચે સંરક્ષણ સહયોગને મજબૂત બનાવતો એક મહત્વપૂર્ણ કરાર હવે અમલમાં આવ્યો છે. ફેબ્રુઆરી 2025માં નવી દિલ્હી...
World 
રશિયા જશે 3000 ભારતીય સૈનિકો, 10 ફાઇટર જેટ-5 યુદ્ધ જહાજો; જાણો શું છે મેગા ડિફેન્સ પ્લાન

‘કોઈ મને મહિલા વિરોધી નહીં કહી શકે’, શશિ થરૂરે કિરેન રિજિજૂ સાથેની તસવીર શેર કરી

શનિવારે, લોકસભાની કાર્યવાહી અનિશ્ચિત સમય માટે સ્થગિત થયા બાદ, તિરુવનંતપુરમના સાંસદ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે સંસદીય...
Politics 
‘કોઈ મને મહિલા વિરોધી નહીં કહી શકે’, શશિ થરૂરે કિરેન રિજિજૂ સાથેની તસવીર શેર કરી
Copyright (c) Khabarchhe All Rights Reserved.