અમેરિકા સાથે યુદ્ધવિરામ માટે ઈરાનની 10 શરતો શું છે? ટ્રમ્પ માની ગયા આ શરતો માટે મોટી વાત કહેવાય

અમેરિકા અને ઈરાન વચ્ચે બે અઠવાડિયા માટે યુદ્ધવિરામનો કરાર થયો છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આની જાહેરાત કરી છે. ઈરાને યુદ્ધ સમાપ્ત કરવા માટે 10 શરતો પણ મૂકી છે. આમાં રાહતની માંગણીઓથી લઈને UNને કેટલીક ખાસ અપીલ કરી છે.

ceasefire1
livemint.com

યુદ્ધ સમાપ્ત કરવા માટે ઈરાનની 10 શરતો નીચે મુજબ છે:

કોઈ હુમલો ન કરવામાં આવે; અમેરિકાએ આક્રમકતા ન દર્શાવે.

ઈરાન સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર નિયંત્રણ જાળવી રાખશે.

ઈરાનને યુરેનિયમ સંવર્ધન કરવાનો અધિકાર.

ઈરાન સામેન લાગેલા તમામ પ્રતિબંધો હટાવે અમેરિકા.

UN ઈરાન સામે પોતાના ઠરાવો પાછા લે.

ઈરાનને તમામ ગૌણ પ્રતિબંધોમાંથી મુક્તિ આપવામાં આવે.

આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી (IAEA)ના ઠરાવો ફગાવી દેવામાં આવે.

યુદ્ધમાં થયેલા નુકસાનની ભરપાઈ થાય.

અમેરિકા પોતાના તમામ સૈનિકો આ ક્ષેત્રમાંથી પાછા બોલાવે.

લેબનોન અને અન્ય મોરચે હુમલા તાત્કાલિક બંધ કરવામાં આવે.

ઉલ્લેખનીય છે કે, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટો નિર્ણય લીધો છે અને ઈરાન સામે સંભવિત લશ્કરી કાર્યવાહી બે અઠવાડિયા માટે મુલતવી રાખી છે. તેમણે કહ્યું કે આ દરમિયાન બંને દેશો વચ્ચે કામચલાઉ યુદ્ધવિરામ રહેશે, એટલે કે ન તો અમેરિકા હુમલો કરશે અને ન તો ઈરાન કોઈ આક્રમક કાર્યવાહી કરશે.

trump
indiatoday.in

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા યુદ્ધવિરામની જાહેરાત અંગે ફાઉન્ડેશન ફોર ડિફેન્સ ઓફ ડેમોક્રેસીઝ (FDD)ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને ભૂતપૂર્વ અમેરિકન ટ્રેઝરી, કાઉન્ટર-ટેરેરિઝ્મ વિશ્લેષક જોનાથન શેન્ઝરે કહ્યું કે, ‘મને લાગે છે કે આપણે સૌ પ્રથમ સમજવું પડશે કે આ કરાર પાકિસ્તાનની મધ્યસ્થી દ્વારા કરવામાં આવ્યો હતો. આ એક ખૂબ જ અસામાન્ય ઘટના છે. એક એવો દેશ જે પરંપરાગત રીતે આતંકવાદનો પ્રાયોજક અને ગેરકાયદેસર પરમાણુ પ્રસારક રહ્યો છે, તેણે હવે અમેરિકા અને આતંકવાદ પ્રાયોજક અને ગેરકાયદેસર પરમાણુ પ્રસારક દેશ વચ્ચે યુદ્ધને રોકવા માટે હસ્તક્ષેપ કર્યો છે. પાકિસ્તાન દ્વારા આવું કરવા પાછળના કારણો મારા માટે પૂરી રીતે સ્પષ્ટ નથી.

About The Author

Related Posts

Top News

રાહુલ ગાંધીએ નવા CBI ડિરેક્ટરની પસંદગી પ્રક્રિયા સામે વાંધો, બોલ્યા- ‘વિરોધ પક્ષના નેતા રબર સ્ટેમ્પ નથી.’

મંગળવારે સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના નવા ડિરેક્ટરની નિમણૂક માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર નિવાસસ્થાન 7 લોક કલ્યાણ...
Politics 
રાહુલ ગાંધીએ નવા CBI ડિરેક્ટરની પસંદગી પ્રક્રિયા સામે વાંધો, બોલ્યા- ‘વિરોધ પક્ષના નેતા રબર સ્ટેમ્પ નથી.’

PM મોદીની અપીલની અસર, DyCM હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો, 2 મંત્રી પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે, રાજ્યપાલ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ક ફ્રોમ હોમ (WFH) અને પેટ્રોલ ડીઝલના વપરાશ મુદ્દેના નિવેદન બાદ ગુજરાતના મોટા નેતાઓ અને અધિકારીઓએ...
Gujarat 
PM મોદીની અપીલની અસર, DyCM હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો, 2 મંત્રી પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે, રાજ્યપાલ...

યુદ્ધ અને ખાવાના તેલને શું સંબંધ? જો આપણે તેલ અંગે PMની સલાહ માનીએ તો દોઢ લાખ કરોડથી વધુ બચશે

અમેરિકા-ઈરાન યુદ્ધની અસર હવે ભારતમાં વ્યાપકપણે જોવા મળી રહી છે. PM નરેન્દ્ર મોદી પોતે લોકોને બચત કરવા માટે વિનંતી કરી...
Business 
યુદ્ધ અને ખાવાના તેલને શું સંબંધ? જો આપણે તેલ અંગે PMની સલાહ માનીએ તો દોઢ લાખ કરોડથી વધુ બચશે

સૂર્યા મિધા... 22 વર્ષની ઉંમરે બન્યો અબજપતિ, કંપની બનાવી 20000 કરોડ ભેગા કર્યા, ઝુકરબર્ગને પાછળ છોડ્યો!

22 વર્ષની ઉંમરે, મોટાભાગના છોકરાઓ કોલેજ પુરી કરીને તેમની પહેલી નોકરી શોધવામાં અથવા તેમની કારકિર્દી બનાવવામાં વ્યસ્ત હોય છે....
Tech and Auto 
સૂર્યા મિધા... 22 વર્ષની ઉંમરે બન્યો અબજપતિ, કંપની બનાવી 20000 કરોડ ભેગા કર્યા, ઝુકરબર્ગને પાછળ છોડ્યો!
Copyright (c) Khabarchhe All Rights Reserved.