મહેસાણા કોર્ટે ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ બીનજામીનપાત્ર વોરન્ટ કેમ ઇશ્યૂ કર્યું, જાણો આખો મામલો

મહેસાણા કોર્ટે ગોપાલ ઇટાલિયા સામે બીનજામીનપાત્ર વોરન્ટ ઇશ્યૂ કર્યું છે. જેને કારણે રાજકીય વાતાવરણમાં નવો ગરમાવો આવી ગયો છે. વર્ષ 2020માં નોંધાયેલા એક ગુનામાં કાર્યવાહી આગળ વધતા થર્ડ એડિશનલ સિવિલ જજ દ્વારા આ આદેશ આપવામાં આવ્યો છે. લાંબા સમયથી ચાલતા આ કેસમાં કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે આજે પોલીસ દ્વારા તેમના સરનામે પહોંચીને વોરંટ આપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

શું છે આખો મામલો?

ABP અસ્મિતાના અહેવાલ અનુસાર, મહેસાણા સિટી 'A' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વર્ષ 2020માં ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ એક ગુનો નોંધાયો હતો. આ કેસમાં IPCની કલમ 143, 341, 188, 269 અને મહામારી અધિનિયમ 1897ની કલમ 3 હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. આ કેસ હાલમાં મહેસાણાની 3rd એડિશનલ સિવિલ જજ અને JMFC કોર્ટમાં ફોજદારી કેસ નંબર CC/1856/2022 તરીકે ચાલી રહ્યો છે. આ જ કેસની કાર્યવાહીના ભાગરૂપે કોર્ટે ગોપાલ ઇટાલિયા સામે બીનજામીનપાત્ર વોરંટ કાઢવાનો કડક આદેશ આપ્યો છે.

કોર્ટના આદેશ બાદ પોલીસ એક્શનમાં આવી અને વોરંટની આપવા માટેની નિયમિત પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. હાલમાં કોર્ટ અને પોલીસ વિભાગ વચ્ચે કામગીરી ઝડપી બનાવવા માટે 'ઇ-સમન્સ એપ્લિકેશન'નો ઉપયોગ થાય છે. આ સિસ્ટમ મુજબ, ચાર્જશીટમાં લખેલા આરોપીના સરનામે લાગતા-વળગતા પોલીસ સ્ટેશનથી ઇ-સમન્સ મોકલવામાં આવે છે.

gopal1
khabarchhe.com

ત્યારબાદ ફરજ પરના પોલીસ કર્મચારીએ તે સરનામે જઈને રૂબરૂ વોરંટ આપવાનું હોય છે. જો કોઈ કારણસર આરોપી તે સમયે ઘરે હાજર ન હોય, તો પોલીસે તે ઘરના ફોટોગ્રાફ પાડીને આ 'ઇ-સમન્સ એપ્લિકેશન'માં અપલોડ કરવાના હોય છે. આ જ રૂટીન પ્રોસિજર અંતર્ગત 7 એપ્રિલ 2026ના રોજ, એક પોલીસ હેડ કોન્સ્ટેબલ દ્વારા ગોપાલ ઇટાલિયાના ઘરે જઈને વોરંટ આપવાની કવાયત પૂરી કરવામાં આવી છે.

કોર્ટના સમન્સ મુદ્દે ઇટાલિયાએ ભાજપ પર નિશાન સાધ્યું છે અને જણાવ્યું છે કે જો પોલીસમાં હિંમત હોય તો તેઓ સીધી તેમની ધરપકડ કરે. સાથે જ તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ પોલીસ, જેલ કે દંડાથી ડરતા નથી.

આ વચ્ચે, સમગ્ર મામલે વધુ એક નવો વળાંક આવ્યો છે. ગોપાલ ઇટાલિયાની એક કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે, જેમાં તેઓ પોલીસ સમન્સ અંગે પહેલેથી જાણ હોવાનો ઉલ્લેખ કરતા સંભળાય છે. ઓડિયોમાં એવી પણ ચર્ચા છે કે કાયદેસર કાર્યવાહીને રાજકીય મુદ્દો બનાવવાની વાત કરવામાં આવી હતી. ઉપરાંત, સમન્સ આપવા દરમિયાન તેમના ઘરે માતા એકલા હોવાનો મુદ્દો ઉઠાવી રાજકીય લાભ મેળવવાની ચર્ચા પણ થઈ હોવાનો દાવો છે.

gopal2
facebook.com/gopalitaliaofficial

ઇટાલિયાએ પોલીસ પર આક્ષેપ કર્યો છે કે સમન્સ આપવા આવેલા અધિકારીઓએ તેમની માતા સાથે ગેરવર્તણૂક કરી હતી. જોકે, આ સમગ્ર ઓડિયો ક્લિપ અંગે khabarchhe.com દ્વારા કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

આ બીનજામીનપાત્ર વોરંટ બાદ હવે ગોપાલ ઇટાલિયા સામે ધરપકડનું જોખમ તોળાઈ રહ્યું છે. કાયદાના નિષ્ણાતોના મતે, આ સ્થિતિમાં તેમણે અથવા તો કોર્ટ સમક્ષ હાજર થવું પડશે અથવા તો વોરન્ટ રદ કરાવવા માટે કાયદાકીય માર્ગ આપનાવવો પડશે. આગામી દિવસોમાં આ કેસમાં શું વળાંક આવે છે તેના પર સૌની નજર ટકેલી છે.

About The Author

Related Posts

Top News

બંગાળમાં 25 વર્ષ બાદ માત્ર બે તબક્કામાં મતદાન, કોને ફાયદો-કોને નુકસાન?

23 તારીખે પશ્ચિમ બંગાળમાં પહેલા તબક્કાનું મતદાન થવાનું છે. પશ્ચિમ બંગાળ  જ્યાં ચૂંટણીઓ માત્ર બે 23 એપ્રિલ અને 29 એપ્રિલ...
Politics 
બંગાળમાં 25 વર્ષ બાદ માત્ર બે તબક્કામાં મતદાન, કોને ફાયદો-કોને નુકસાન?

મુકેશ ખન્ના રણવીર સિંહને 'શક્તિમાન' બનવા દેશે નહીં; તેમણે કહ્યું- કરોડો રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે!

ચાર વર્ષ પહેલાં પ્રતિષ્ઠિત ભારતીય સુપરહીરો શક્તિમાન પર આધારિત એક ફિલ્મની જાહેરાત કરવામાં આવી હતી, અને એવા અહેવાલો પણ...
Entertainment 
મુકેશ ખન્ના રણવીર સિંહને 'શક્તિમાન' બનવા દેશે નહીં; તેમણે કહ્યું- કરોડો રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે!

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 20-04-2026 વાર- સોમવાર મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી

યુકે ચાર્ટર્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એક્સપોર્ટ એન્ડ ઇન્ટરનેશનલ ટ્રેડના ડાયરેક્ટર જનરલ માર્કો ફોર્જિયોને જણાવ્યું છે કે, સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ (...
World 
સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી
Copyright (c) Khabarchhe All Rights Reserved.